________________
આગમ કથાનુયોગ--૪
આને ગ્રહણ કરીશ, તો દીર્ઘસંસારી થઈશ. જો તેમ નહીં કરું તો મારી માતા પણ અંતે દીક્ષા અંગીકાર કરશે. સુનંદાએ ત્રણ વખત તેને બોલાવ્યો, તો પણ ન ગયો.
ત્યારે તેના પિતા આર્ય ધનગિરિએ કહ્યું, હે વજ્ર ! જો તારે આનું કોઈ પ્રયોજન હોય તો અમારી પાસે ફક્ત આ ધર્મધ્વજ છે. (રજોહરણ છે) તેને તું ગ્રહણકર. હે ધીર ! આત્માના ભારને લઘુ કરનાર, કર્મરૂપી રજના પ્રમાર્જનને માટે તું આ રજોહરણ લઈ લે. ત્યારે વજ્રએ દોડી જઈને તે રજોહરણ લઈ લીધું. લોકોએ પણ જિનધર્મનો જય થયો જાણી ઉત્કૃષ્ટ સિંહનાદ કર્યો. વજ્ર પણ રજોહરણ લઈ નાચવા લાગ્યો. ત્યારે તેની માતા સુનંદાને થયું કે, મારા ભાઈ, પતિ અને પુત્રએ દીક્ષા અંગીકાર કરી, હવે મારે સંસારમાં રહીને શું કરવું છે ? ત્યારપછી સુનંદાએ પણ દીક્ષા લીધી.
તે હજી દૂધ પીતો બાળક છે તો પણ પ્રવ્રુજિત થયો છે. પ્રવ્રુજિતોની પાસે જ રહેવા લાગ્યો. તે પણ તે સાધ્વીઓની પાસે રહીને સાધ્વીજીને સ્વાધ્યાય કરતા–કરતા સાંભળીને જ અગિયાર અંગ ભણી ગયા. વજ્રએ આ બધું શ્રુત ઉપગત કરી લીધું. તેઓ પદાનુસારી લબ્ધિના ધારક હતા. તે રીતે તેણે આઠ વર્ષના થયા ત્યાં સુધી સાધ્વીજીની વસતિમાં જ સમય પસાર કર્યો. પછી તે આચાર્યની પાસે રહેવા લાગ્યા. આચાર્ય ઉજ્જૈની ગયા. ત્યાં વરસાદ પડતો હતો. ક્યાંય આધાર શોધી રહ્યા. તે વખતે તેના પૂર્વભવના મિત્રો એવા જુંભકદેવો તે માર્ગે જ પસાર થઈ રહ્યા હતા. તેણે વજ્રસ્વામીની પરીક્ષા કરવા વિચાર્યું. તેઓ પરીક્ષા કરવા નીચે ઉતર્યા.
૧૯૨
તે દેવો વિણકુના જૂથમાં નીચે આવ્યા. ત્યારપછી બળદોને વિકુર્યાં. તેમણે સાધુને નિમંત્રણા કરી. ત્યારે સાધુઓ ચાલ્યા. જેવું એક બિંદુ નીચે પડ્યું કે તે તુરંત ત્યાંથી નીકળી ગયા. ત્યારપછી તે વિણકુરૂપ દેવોએ ફરી બોલાવ્યા. ત્યારે વજ્રએ ત્યાં જઈને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ઉપયોગ મૂક્યો. દ્રવ્યથી પુષ્પફળાદિ, ક્ષેત્રથી ઉજ્જૈની, કાળથી પહેલી વર્ષાઋતુ, ભાવથી ભૂમિસ્પર્શ અને નયન નિમેષાદિથી રહિત છે. હર્ષિત અને સંતુષ્ટ થયા. ત્યારે આ દેવ છે તેવો નિર્ણય કરીને વજ્રએ ભિક્ષા ગ્રહણ ન કરી, ત્યારે દેવો સંતુષ્ટ થઈને બોલ્યા તમને જોવા માટે પરીક્ષા કરવા આવ્યા હતા. પછી તેમણે વજ્રસ્વામીને વૈક્રિયલબ્ધિની વિદ્યા આપી. ૦ વજ્રસ્વામીને લબ્ધિ પ્રાપ્તિ–વાચનાચાર્ય રૂપે સ્વીકૃતિ :–
ફરી વખત કોઈ સમયે જ્યેષ્ઠ માસમાં સંજ્ઞાભૂમિમાં ગયા. ત્યાં ફરી દેવો પરીક્ષા કરવા આવ્યા. ઘી વગેરેથી પૂર્ણ આહાર વડે નિમંત્રણા કરી. ત્યારે ફરી પણ વજ્રસ્વામીએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ઉપયોગ મૂક્યો. ત્યારે આ તો દેવ છે તેમ જાણીને, તેમનો આહાર ગ્રહણ ન કર્યો. ત્યારે તે દેવો વજ્રસ્વામીને નભોગામિની આકાશગામિની વિદ્યા આપી. એ પ્રમાણે તેઓ વિચરવા લાગ્યા.
તેમણે જે પદાનુસારિલબ્ધિ વડે અગિયાર અંગોનું શ્રુત ગ્રહણ કરેલું. તે શ્રુત તે સાધુઓ મધ્ય વધારે સ્થિર થયું. ત્યાં જેઓ પૂર્વગત શ્રુત ભણતા હતા, તે પણ વજ્રસ્વામીએ બધું જ ગ્રહણ કર્યું. એ પ્રમાણે તેમણે ઘણું શ્રુત ગ્રહણ કર્યું. જ્યારે તેને કહેવાયું કે, હવે તું ભણ ! ત્યારે તેઓ ભણ્યા હોવા છતાં ઊભા રહ્યા. કોઈ દિવસે