________________
૧૮૮
આગમ કથાનુયોગ-૪
અવિસંવાદિ વચન જણાવે છે.
આ પ્રમાણે રોહિણિયાએ સર્વજ્ઞ ભગવંતનું વચન કાંટાને ઉદ્ધરતા પૂર્વે સાંભળ્યું. પછી કાનમાં આંગળી નાંખી ચાલવા લાગ્યો. અન્ય કોઈ દિવસે તે રોહિણિયો ચોર રાજગૃહે રાત્રે ચોરી કરવાને માટે ગયો. સાથે બીજા ચોરો પણ હતા. નગરરક્ષકે બધાને પકડીને મારવાનું શરૂ કર્યું. તમારામાંથી રોહિણિયો ચોર કોણ છે તેની પૂછતાછ શરૂ કરી. પણ કોઈએ રોહિણિયા ચોરના વિશે માહિતી ન આપી. છેલ્લે કોઈકે તેના વિશે નિવેદન કર્યું.
ત્યારપછી (અભયકુમારે) દેવલોકના ભવન સદશ ભવન કરાવ્યું. તેના મધ્યમાં મહાર્ડ શયન–શય્યા તૈયાર કરાવી, તેને પ્રતિબોધ વેળાએ માહિતી કઢાવવા માટે સ્ત્રીઓના નૃત્ય-નાટક આદિ આરંભ કર્યો અને રોહિણિયાને કહ્યું, હે સ્વામી! તમે દેવલોકમાં ઉત્પન્ન થયા છો. દેવલોકનો એવો વ્યવહાર છે કે, અહીં પહેલા પૂર્વભવ વિશે પૂછવામાં આવે છે. જેઓ પોતાના પૂર્વભવને સારી રીતે કહે છે તેઓ દીર્ઘકાળ સુધી દેવપણે રહે છે. જેઓ સારી રીતે પૂર્વભવને જણાવતા નથી તેઓ તત્પણ દેવલોકથી ચુત થાય છે. તો કૃપા કરી અમને અનાથ ન બનાવો અને જલ્દીથી પૂર્વભવ જણાવો.
ત્યારે રોહિણિયાને તીર્થકરના વચન યાદ આવ્યા. તીર્થકર ભગવંતે દેવોનું વર્ણન કરતા કહેલું કે, તેમની માળા કદી કરમાતી નથી ઇત્યાદિ. જ્યારે અહીં તો બધું જ ઉલટું જ દેખાય છે. આમની માળા કરમાયેલી છે. તેમની આંખો મટકા મારી રહી છે, તેમના પગ પણ ભૂમિને સ્પર્શી રહ્યા છે. ત્યારે તેણે બીજી બધી જ વાત કરી, પણ હું રોહિણિયો છું, તે વાત ન કરી. ત્યારે તેને છોડી મૂકવામાં આવ્યો.
ત્યારે રોહિણિયો વિચારવા લાગ્યો કે, અહો ! ભગવંતનું એક જ વચન કેવી મહત્તાવાળું છે. તેનાથી હું જીવિતના સુખનો ભાગી થયો, જો હું ફરીથી નિગ્રંથોના વચનને સાંભળું તો આલોક અને પરલોકમાં પણ સુખી થઈશ, એમ વિચારીને તેણે પ્રવજ્યા અંગીકાર કરી.
(આગમેતર ગ્રંથ – ઉપદેશ પ્રાસાદમાં વ્યાખ્યાન ૮૦માં જો કે આ કથા થોડી ભિન્ન રીતે અપાઈ છે. ત્યાં રોહિણિયાને લોહખુર ચોરનો પુત્ર બતાવેલ છે. લોહખુરે રોહિણિયાને ભગવંતની વાણી સાંભળવાની ના કહેલી. વળી રોહિણિયાએ પોતાને શાલિગ્રામનો રહીશ બતાવેલો હતો. પોતે સાત ક્ષેત્રોમાં ઘન વાપર્યું છે. દાનાદિ ધર્મ કર્યો છે ઇત્યાદિ વાતો કહી. પછી રોડિણિયાએ શ્રાવકના વ્રત અંગીકાર કર્યા શ્રેણિક રાજા પાસે જઈ કબૂલાત કરી. બધું ધન સોંપી દીધું. પછી દીક્ષા લઈ સ્વર્ગ ગયો ઇત્યાદિ)
૦ આગમ સંદર્ભ :વવ.ભા. ૧૨૭૧, ૧૨૭૨ + :
૦ લોહાર્ય કથા - ' લોહાર્ય (લોહ) નામે ભગવંત મહાવીરના એક શિષ્ય હતા. તેઓ જેમના અંતરાયકર્મ ક્ષીણ થયા છે તેવા ભગવંત વર્તમાન સ્વામી (મહાવીરસ્વામી)ને માટે સંદેવ એષણીય એવા ભોજન આદિ લાવતા હતા. તેઓ પોતાને કર્મ નિર્જરા થાય એવી