________________
શ્રમણ કથા
૧૭૯
આ બાળકનું શું થશે ? તે જાણવા તેણી અંતઃપુરમાં જવાઆવવા લાગી. એ રીતે અંતઃપુરિકા સાથે તેણીને મૈત્રી થઈ. ત્યાં તે બાળકનું મણિપ્રભ એવું નામ રખાયું. અવંતિસેન રાજા મૃત્યુ પામ્યો. પછી મણિપ્રભ રાજા થયો. તે તે સાધ્વીમાં હંમેશાં અનુરકત રહેતો હતો. આ તરફ અવંતીવર્ધનને પશ્ચાતાપ થયો કે તેણે તેના ભાઈને મારી નાંખ્યો, તો પણ તેની પત્નીને પ્રાપ્ત ન કરી શક્યો. ત્યારે ભાઈના સ્નેહને યાદ કરીને તે (ભાઈના પુત્ર) અવંતતીસેનને રાજ્ય આપીને અવંતીવર્ધને દીક્ષા અંગીકાર કરી.
અવંતીસેન રાજા થયો. પછી તેણે મણિપ્રભુ પાસે દંડની માંગણી કરી. મણિપ્રભે દંડ આપવાની ના પાડી. ત્યારે અવંતિસેને સર્વ સૈન્ય સાથે કૌશાંબી પર ચડાઈ કરી.
તે વખતે બે અણગાર ધર્મઘોષ અને ધર્મયશ અનશન કરવાને માટે ઉદ્યત થયા. ધર્મઘોષે કહ્યું કે, જે વિનયવતિ મહત્તરિકાની ઋદ્ધિ છે તે મને થાઓ. તેણે નગરમાં ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. બીજા જે ધર્મયશ અણગાર હતા તે વિભૂષા ઇચ્છતા ન હતા. તેણે કૌશાંબી અને ઉજ્જયિનીની મધ્યમાં વત્સકાને કાંઠે પર્વતની કંદરામાં ભક્ત પ્રત્યાખ્યાન કર્યું.
તે વખતે અવંતીસેન રાજાએ કૌશાંબીને ઘેરી લીધી. ત્યારે લોકો પોતે પણ પીડાવા લાગ્યા. કોઈ ધર્મઘોષ અણગાર પાસે આવ્યા નહીં તે ચિંતિત અર્થને પ્રાપ્ત કર્યા વિના કાળધર્મ પામ્યા. નગરના દ્વારેથી તેમને કાઢવા શક્ય ન હતા. તેથી પ્રાકારની ઉપરથી બહાર ફેંકી દીધા.
સાધ્વી વિચારવા લાગ્યા કે, કારણ વિના લોકોની હત્યા ન થાય તે માટે મારે રહસ્ય ઉદ્ઘાટન કરવું પડશે. તેણી અંતઃપુરમાં ગયા. મણિપ્રભ રાજાને બોલાવીને કહ્યું, કેમ ભાઈની સાથે યુદ્ધ કરે છે ? મણિપ્રભે કહ્યું, કઈ રીતે તમે આમ કહો છો ? ત્યારે તેણીએ સર્વ સંબંધ જણાવ્યો. પછી કહ્યું કે, જો મારી વાતની ખાતરી ન હોય તો તો માતાને પૂછ. તેણે માતાને પૂછ્યું. તે માતા સાધ્વીએ જાણ્યું કે, અવશ્ય રહસ્ય ખોલવું પડશે. તેણીએ રાષ્ટ્રવર્ધનથી માંડી બધી વાત કરી મુદ્રા અને આભરણ બતાવ્યા. ત્યારે મણિપ્રભને તે વાતની ખાતરી થઈ
તેણે કહ્યું કે, જો હું હવે પાછો ફરીશ તો મારો અપયશ ફેલાશે. ત્યારે સાધ્વીજીએ કહ્યું કે, હું તેને પ્રતિબોધ કરીશ. સાધ્વીજીએ જઈને અવંતીસેનને બધી જ વાત જણાવી. તે માતા સાધ્વીને પગે પડ્યો. બંને ભાઈ પરસ્પર મળ્યા. એકબીજાને આલિંગન કર્યું. કેટલોક કાળ કૌશાંબી રહી બંને ઉજ્જૈની તરફ ચાલ્યા. માતાને પણ મહત્તરિકા સાધ્વી સાથે લઈ ગયા. જ્યારે વત્સકાતીર પર્વત આવ્યો ત્યારે તે જનપદમાં જે સાધુઓ હતા. તેમને પર્વત પરથી ઉતરતા–ચઢતા જોઈને પૂછયું, ત્યારે તેણી પણ વંદન કરવાને ગયા. બીજે દિવસે રાજા પણ ચાલ્યો.
બંને રાજા ત્યાં રહ્યા. દિવસે દિવસે મહિમા કરવા લાગ્યા. ભક્ત પ્રત્યાખ્યાન કરેલ ધર્મયશ મુનિ કાળધર્મ પામ્યા. તે બંને રાજાઓ પણ ગયા. તે વખતે તે મુનિ ઇચ્છતા ન હોવા છતાં તેનો ઋદ્ધિ સત્કાર થયો. ધર્મઘોષમુનિ ઇચ્છતા હોવા છતાં તેમનો દ્ધિ