________________
શ્રમણ કથા
૧૬૩
-
-
૦ પ્રસન્નચંદ્ર કથા :
(બુત્સર્ગના અનુસંધાને પ્રસન્નચંદ્રની કથા અપાયેલ છે તેમજ ધ્યાનના વિષયમાં પણ આ કથા નોંધાયેલ છે.)
પોતનપુર નામે નગર હતું. ત્યાં સોમચંદ્ર રાજા રાજ્ય કરતો હતો. તેને ધારિણી નામે રાણી હતી, પ્રસન્નચંદ્ર નામે પુત્ર હતો. રાજાએ રાજ્ય પ્રસન્નચંદ્રને સોંપ્યું અને રાજારાણી બંનેએ તાપસવ્રત અંગીકાર કર્યું (આ વાત “વલ્કલગીરી" કથાનકમાં આવી ગયેલ છે.).
આવશ્યક વૃત્તિમાં પ્રસન્નચંદ્રને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો રાજા કહ્યો છે. પણ આવયે ચૂર્ણિ આદિમાં તો પોતનપુરનો રાજા જ કહ્યો છે.)
તે નગરમાં કોઈ વખતે ભગવનું મહાવીર સમોસર્યા. તેમની પાસે ધર્મ સાંભળીને રાજા પ્રસન્નચંદ્રને સંવેગ ઉત્પન્ન થયો, તેણે દીક્ષા લીધી. ત્યારપછી પ્રસન્નચંદ્રરાજર્ષિ ગીતાર્થ થયા. અન્યદા કોઈ વખતે જિનકલ્પ અંગીકાર કરવાની ઇચ્છાથી સત્વભાવનાથી આત્માને ભાવિત કરતા હતા. તે કાળે રાજગૃહ નગરમાં શ્મશાનમાં પ્રતિમાધ્યાને રહ્યા. (અહીં આવશ્યકવૃતિ મુજબ કથા નોંધી છે. આવશ્યક ચૂર્ણિનો કથાભેદ પછીથી અલગ નોંધે છે.)
ભગવંત મહાવીર પણ ત્યાંજ નજીકમાં સમવસર્યા. લોકો પણ વંદન કરવાને માટે નીકળ્યા. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી બે વણિકો ત્યાંજ આવ્યા. પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોઈને એક વણિક બોલ્યો કે, આ આપણો સ્વામી રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરીને તારૂપી લક્ષ્મીને સ્વીકારી છે. ખરેખર ! તેમને ધન્ય છે. બીજો વણિકૂ બોલ્યો. આવાને શું ધન્યવાદ આપવાનો ? આ તો પોતાના અસમર્થ એવા નાના પુત્રને રાજ્ય સ્થાપીને પ્રવૃજિત થયેલ છે. આ તપસ્વી અહીં છે. દુશમન રાજાએ તેના નગરને ઘેરો ઘાલ્યો છે. તેનું ઉત્તમ નગર વિનાશ પામવાનું છે. આ પ્રમાણે આણે ઘણાં લોકોને દુઃખમાં સ્થાપ્યા છે આ રાજાનું તો મોટું પણ જોવાલાયક નથી.
આ વાત સાંભળીને પ્રસન્નચંદ્ર રાજર્ષિને ગુસ્સો ચઢયો. તે વિચારવા લાગ્યો કે, મારા પુત્રને કોણ અપકારક બની રહ્યું છે ? નક્કી તે અમુક રાજા જ હશે. તો પણ તે શું કરી લેશે ? આવી અવસ્થા છતાં પણ હું તેનો વિનાશ કરી દઈશ. ત્યારપછી તે રાજર્ષિ મનોમન સંગ્રામ કરતા રૌદ્રધ્યાનયુક્ત બન્યા. હાથી વડે હાથીનો નાશ કર્યો ઇત્યાદિ રીતે યુદ્ધ કરવા લાગ્યા.
આ અવસરે શ્રેણિક રાજા ભગવંતને વંદન કરવાને માટે નીકળ્યા. રસ્તામાં પ્રસન્નચંદ્રરાજર્ષિને જોઈને તેમને પણ વંદન કર્યા. પણ રાજર્ષિ તે વખતે માનસયુદ્ધમાં હતા, શ્રેણિકે વિચાર્યું કે, આ ભગવનું શુક્લધ્યાન ધારણ કરીને રહ્યા લાગે છે, તેના મનમાં થયું કે, હું ભગવંતને જઈને પૂછીશ કે, આવા ધ્યાનમગ્ર મહર્ષિ જો કાળ કરે તો તેમની શી ગતિ થશે ? ત્યારપછી ભગવંત પાસે જઈને શ્રેણિક રાજાએ ચંહ્ના કરીને પૂછયું –
હે ભગવંત ! મેં વંદન કર્યા ત્યારે પ્રસન્નચંદ્ર રાજર્ષિ” જેવા ધ્યાનમાં સ્થિત હતા, તેવા ધ્યાનમાં કાળધર્મ પામે તો તેઓની શી ગતિ થાય ? ભગવંતે કહ્યું કે, તે અધઃસપ્તમી પૃથ્વી અર્થાત્ સાતમી નરકે જાય. શ્રેણિક તો ચિંતામાં પડી ગયો. અરેરે ! આવું કેમ ? હું ફરીથી પ્રશ્ન પૂછું.