________________
૧૬૪
આગમ કથાનુયોગ-૪
તેટલામાં પ્રસન્નચંદ્રના માનસસંગ્રામમાં તેના પ્રધાનનાયક સડ તલવાર, શક્તિ, ચક્ર ઇત્યાદિ મુખ્ય શસ્ત્રો–આયુધો લય પામ્યા. ત્યારે તેમણે વિચાર્યું કે, મારા માથા પરનો જે મુગટ છે તે પણ શસ્ત્રરૂપ જ છે તેના વડે હું શત્રુનો વિનાશ કરું. તેથી તેમનો હાથ મસ્તકે ગયા. ત્યાં હાથ જતાં જ મુંડિત એવા લોચ કરેલ મસ્તકનો સ્પર્શ થયો. લોચકૃત્ મસ્તકનો સ્પર્શ થતાં જ તેને યાદ આવ્યું કે, હું તો બધો જ ત્યાગ કરીને નિગ્રંથ થયો છું. તુરંત જ તેને સંવેગ ઉત્પન્ન થયો. મહાનું એવા વિશુદ્ધ થતા જતા પરિણામ વડે તેણે પોતાની આત્મનિંદા શરૂ કરી, તેના વડે સમાહિત થયેલ ફરી શુક્લ ધ્યાનની ધારાએ ચડ્યા.
ત્યાં સુધીમાં શ્રેણિકે ફરી ભગવંતને પૂછયું, હે ભગવંત! જેવા પ્રકારના ધ્યાનમાં અત્યારે પ્રસન્નચંદ્રરાજર્ષિ વર્તી રહ્યા છે, તેવા પ્રકારના ધ્યાનમાં મૃત્યુ પામે તો તેમની શી ગતિ થાય ? ભગવંતે જણાવ્યું કે, અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય.
ત્યારે શ્રેણિકે કહ્યું, હે ભગવંત! પૂર્વે આપે જુદું કહ્યું હતું અને હવે આપ મને કંઈ જુદું જ જણાવી રહ્યો છો તેનું શું કારણ છે? ભગવંતે જણાવ્યું, હે શ્રેણિક ! મેં કોઈ અન્યથા પ્રરૂપણા કરી નથી. ત્યારે શ્રેણિકે ફરી પૂછ્યું કે, તો આપે જે કહ્યું તે બંને વાત કઈ રીતે સત્ય માનવી ? ત્યારે ભગવંતે (પ્રસન્નચંદ્ર રાજર્ષિના મનોપરિણામના ચઢાવઉતારનો) સર્વ વૃત્તાંત જણાવ્યો.
તેટલામાં તો પ્રસન્નચંદ્ર રાજર્ષિની સમીપે દેવદુંદુભિના નાદનો કલકલ ઇવનિ સંભળાયો. ત્યારે ફરી શ્રેણિકે પૂછ્યું, હે ભગવન્! આ નાદ કેમ સંભળાય છે ? ત્યારે ભગવંતે જણાવ્યું - પ્રસન્નચંદ્રને જ વિશુદ્ધયમાન પરિણામને કારણે કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ છે તેથી દેવો તેના કેવળજ્ઞાનનો મહિમા કરી રહ્યા છે..
આ જ પ્રમાણે દ્રવ્ય-ભાવ વ્યુત્સર્ગ કરવો જોઈએ.
૦ પ્રસન્નચંદ્રનો તેના નાના ભાઈ વલ્કલચીરી સાથેનો વૃત્તાંત પણ તેની કથામાં આવે છે. આ વૃતાંત વલ્કલગીરી કથામાં આવી ગયો છે. કથા જુઓ – પ્રત્યેકબુદ્ધ વલ્કલગીરી.
(ઉક્ત કથા અમે આવશ્યકવૃત્તિ મુજબ નોંધી છે. આવશ્યક ચૂર્ણિમાં આ જ કથા જુદી રીતે નોંધાઈ છે – તે આ પ્રમાણે-) ૦ આવશ્યક ચૂર્ણિ વર્ણિત પ્રસન્નચંદ્ર રાજર્ષિ કથા :
તે કાળે, તે સમયે ચંપાનગરીમાં સુધર્મ ગણધર સમોસર્યા. કોણિક રાજા વંદનાર્થે નીકળ્યો. પ્રણામ કરીને જંબું (સ્વામી)ના રૂપ અને દર્શનથી વિસ્મિત થયેલ કોણિકે પંચમ ગણધરને પૂછયું – ભગવદ્ ! આ મોટી પર્ષદામાં આ સાધુ ભગવંત ઘી વડે સિંચાયેલા અગ્રિસમાન દિત એવા મનોહર શરીરવાળા છે. આમને એવા કેવા શીલનું સેવન કર્યું છે ? અથવા કેવું દાન દીધું છે ? કેવા તપનું આચરણ કર્યું છે? જેથી તેમને આવી તેજસંપત્તિ પ્રાપ્ત થઈ છે ?
ત્યારે સુધર્માસ્વામીએ કહ્યું, સાંભળ, રાજન્ ! જ્યારે તારા પિતા શ્રેણિક રાજાએ ભગવંત મહાવીર સ્વામીને પૂછયું ત્યારે ભગવંતે કહેલું–
તે કાળે, તે સમયે ગુણશિલક નામક ચૈત્ય હતું. ભગવંત મહાવીર સમોસર્યા.