________________
શ્રમણ કથા
૧૭૩
ભગવંત ઋષભદેવે બ્રાહ્મી અને સુંદરી બંને સાધ્વીઓને મોકલ્યા. પૂર્વે એટલા માટે નહોતા મોકલ્યા, કેમકે તે વખતે બાહુબલિ સમ્યક્તયા તેમના વચનને અંગીકાર ન કરત.
તે બંને બાહુબલિમુનિને શોધતા હતા, ત્યારે વેલ અને ઘાસ વડે વિંટાયેલ ૫૦૦ ધનુષની કાયાવાળા ભાઈ મુનિને જોયા. ઘણાં બધા કચરાના ઢેર વચ્ચે રહેલ હતા. તેમને જોઈને વંદના કરી. આ પ્રમાણે કહ્યું, પિતાજીએ (ભગવંત) કહ્યું છે કે, હાથી ઉપર ચઢીને કેવળજ્ઞાન ન થાય. એમ કહીને ગયા. ત્યારે બાહુબલિ વિચારવા લાગ્યા કે, અહીં ક્યાં કોઈ હાથી છે ? પિતાજી (તીર્થકર) કદી અસત્ય ન કહે. વધુ વિચારતા માલૂમ પડ્યું કે, માનરૂપી હાથી છે. મારે અભિમાન છોડીને ભગવંત પાસે જવું જોઈએ. સાધુઓને વંદન કરવું જોઈએ.
જેવો આ વિચાર સાથે પગ ઉપાડ્યો કે તેમને કેવળજ્ઞાન થયું. પછી તેઓ કેવલિની પર્ષદામાં જઈને રહ્યા. ૮૪ લાખ પૂર્વનું સર્વા, પાળીને સિદ્ધ થયા, બુદ્ધ થયા – યાવત્ – સર્વદુઃખથી મુક્ત થયા.
૦ આગમ સંદર્ભ :આયા ૯૦ની :
ઠા ૪૭3;
સમ. ૧૬૩; આવનિ. ૩૪૯ + 9:
આવ.ભા. ૪, ૩ર થી ૩૫ + ; આવયૂ.૧-૫ ૧૬૦, ૧૮૦, ૨૧૦, ૨- ૨૪૯,
આવ.નિ. ૧૭રની વ: કલ્પસૂત્ર-ઋષભચરિત્ર અંતર્ગતુ + વૃત્તિ,
૦ ભદ્ર-૧–કથા :
આ જ ભરતક્ષેત્રમાં ભદ્ર નામના આચાર્ય થયા. તેઓને મહાનુભાવ એવા ૫૦૦ શિષ્ય અને ૧૨૦૦ સાધ્વી હતા. શેષ કથા રજાઆર્યાની કથામાં જોવી. જુઓ કથા રજ્જાઆર્યા.
૦ આગમ સંદર્ભ :મહાનિ ૧૧૪૧;
— — — — — ૦ ભદ્ર અથવા જિતશત્રપુત્રની કથા :
શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ નામે રાજા હતો. તેને ભદ્ર નામે એક પુત્ર હતો. જેનો ઉલ્લેખ મરણસમાધિ પયત્રામાં “જિતશત્રપુત્ર” નામે જ થયો છે. તે કામભોગથી નિર્વિષ્ણ થયો – કંટાળી ગયો. પછી તથારૂપ સ્થવિરો પાસે તેણે પ્રવજ્યા લીધી. કેટલોક કાળ વ્યતિત થયા બાદ તેણે એકાકી વિહારપ્રતિમા અંગીકાર કરી. તે જ્યારે વિચારતા હતા ત્યારે કોઈ વિરુદ્ધ રાજ્યમાં તેમને જાસૂસ સમજી પકડી લીધા. તેમને પીડા આપીને – મારીને કાર વડે સિંચ્યા (ઘા ઉપર ભાર નાંખ્યા). પછી તેને તૃણ વડે વીંટી દઈને મુક્ત કર્યા. તે તૃણને કારણે લોહી નીકળવા લાગ્યું. તેનાથી તેમને ઘણી જ વેદના થઈ. તે ભદ્રમુનિએ સમ્યક્ પ્રકારે સહન કરી.
આ રીતે તૃણસ્પર્શ પરીષહ સહન કરવો જોઈએ.