________________
૧૭૨
આગમ કથાનુયોગ-૪
ઉદ્યાન પાલકે તત્કાળ આવીને બાહુબલિને વધામણી આપી. ભગવંતના આગમનની ખબર સાંભળી હર્ષિત થયેલા બાહુબલિએ વિચાર્યું કે, સવારે સર્વ સમૃદ્ધિયુક્ત થઈને ઉદ્યાનમાં જઈશે અને પિતા તીર્થંકરને વંદન કરીશ. એમ વિચારી બાહુબલિએ આખી રાત્રિ મહેલમાં જ વીતાવી. સવારે ભગવંત તો પ્રતિમા સ્થિતિ સમાપ્ત કરી વિહાર કરી ગયા.
સવાર થતાં બાહુબલિ સર્વ સમૃદ્ધિ સાથે આડંબરપૂર્વક ભગવંતને વંદન કરવા આવ્યા. પણ ભગવંત તો વિહાર કરી ગયેલા, જાણી તેને ઘણો ખેદ થયો. ત્યારપછી ભગવંતના ચરણબિંબને કોઈ ઉલ્લંઘે નહીં એવી બુદ્ધિથી બાહુબલિ રાજાએ પ્રભુ જ્યાં પ્રતિમાધ્યાને રહ્યા હતા. તે સ્થળે રત્નમય ધર્મચક્રનું સ્થાપન કર્યું. તેની રક્ષા કરનારા માણસો નિયુક્ત કર્યા. પછી તે ધર્મચક્રને ભક્તિપૂર્વક વંદના કરી પોતાની નગરીમાં ગયા.
ભરતે જ્યારે ચક્રવર્તીપણાંની પ્રાપ્તિ અર્થે છ ખંડની સાધના કરી, પછી આવીને પોતાના અઠાણું ભાઈઓ પર પોતાની આજ્ઞા સ્વીકારવા દૂત મોકલ્યા. ત્યારે તે બધાં ભગવંત ઋષભદેવના ઉપદેશથી પ્રવ્રુજિત થયા. પછી તેણે બાહુબલિ પાસે દૂત મોકલ્યો. બાહુબલિ અઠાણું ભાઈઓની પ્રવજ્યા સાંભળીને ક્રોધાયમાન થયા. તેણે કહ્યું કે, તેઓ તો બાળ હતા, તેથી દીક્ષા લઈ લીધી, પણ હું યુદ્ધ માટે સમર્થ છું પછી સર્વ બળથી તે બંને પોતાના દેશની સરહદે ભેગા થયા. “હવે તો હું નહીં કે તું નહીં" એવા ખ્યાલ સાથે ભેગા થયેલા ત્યારે બાહુબલીએ ભરતને આ પ્રમાણે કહ્યું
આ નિરપરાધી લોકોને મારવાથી શો લાભ ? હું અને તું – આપણે બે લડીએ. ભરતે તે વાત સ્વીકારી. તેઓ વચ્ચે દૃષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, બાહુયુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ થયું. આ પાંચે યુદ્ધમાં ભરત હારી ગયો (આ વાત ચક્રવર્તી ભરતની કથામાં કહેવાઈ ગઈ છે – યાવત્ – બાહુબલિને વિચાર આવ્યો કે, આ તુચ્છ કામભોગોથી શું મળવાનું? તેનાથી પ્રતિજ્ઞાભ્રષ્ટ થયેલ ભરતને મારવો યુક્ત નથી. તેના કરતા મારા અઠાણું ભાઈઓ સાથે રહેવું વધારે યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને તેણે ભરતને કહ્યું –
તારા પુરુષત્વને ધિક્કાર છે કે, તું અધર્મયુદ્ધમાં પ્રવૃત્ત થયો. જા ! હવે મારે આ ભોગોનો ખપ નથી. તું આ રાજ્યને ગ્રહણ કર, હું પ્રવજ્યા અંગીકાર કરું છું. પછી બાહુબલીમુનિને થયું કે, પિતા (તીર્થકર ઋષભદેવસમીપે મારા નાના ભાઈઓ છે. તેઓ જ્ઞાનાતિશયથી યુક્ત છે. તો પછી હું અતિશય વગરનો એવો તેમની પાસે કેમ જાઉં ? તેના કરતા મને કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી હું અહીં જ (કાયોત્સર્ગે) ઊભો રહું. આ પ્રમાણે તેઓ પ્રતિમા ધ્યાને સ્થિર થયા. પણ માનરૂપી પર્વતના શિખરે બેસીને રહ્યા. તીર્થકર ભગવંત જાણતા હોવા છતાં કોઈને ત્યાં મોકલ્યા નહીં. કેમકે તીર્થકર અમૂઢલક્ષ્યવાળા હોય છે.
આ પ્રમાણે બાહુબલી એક વર્ષપર્યત કાયોત્સર્ગમાં સ્થિર રહ્યા. જે ઉત્કૃષ્ટ કાયોત્સર્ગ હતો. તેમના શરીરને વેલડીઓ વીંટાઈ ગઈ. પગ સાથે બાંધેલ રાફડામાં દબાઈ ગયા. એ રીતે ઉત્કૃષ્ટ પરીષહો તેમણે સહ્યા. એ રીતે એક વર્ષ પૂર્ણ થયું ત્યારે