________________
શ્રમણ કથા
૧૬૫
શ્રેણિકરાજા તીર્થકર દર્શન માટે ઉત્સુક થઈને વંદનાર્થે નીકળ્યો. તેના સૈન્યના અગ્રણી બે પુરુષો આગળ ચાલતા હતા, તેમણે એક સાધુભગવંતને જોયા. તે સાધુ એક પગ પર ઊભા હતા. તેમણે પોતાના બંને હાથ ઊંચા રાખેલા. સૂર્યની આતાપના લેતા હતા.
તે વખતે એક પુરુષે કહ્યું, અહો ! આ મહાત્મા ઋષિ સૂર્યાભિમુખ થઈને કેવી આતાપના લઈ રહ્યા છે ! આમને સ્વર્ગ કે મોક્ષ હાથવેંતમાં જણાય છે ત્યારે બીજાએ તે વાત સાંભળી કહ્યું, શું તું જાણતો નથી કે આ પ્રસન્નચંદ્ર રાજા છે. તેને વળી ધર્મ શો ? તેણે પોતાના બાળક જેવા પુત્રને રાજગાદીએ સ્થાપ્યો છે. મંત્રી વડે રાજ્ય ચલાવે છે. તે કેવો કષ્ટમાં છે ? આમને તો વંશનો વિનાશ કર્યો છે. અંતઃપુર પણ ન જાણે કેવા સંકટમાં છે.
ત્યારે આ વચન સાંભળતા પ્રસન્નચંદ્રના ધ્યાનમાં સ્કૂલના થઈ. તેમણે વિચારવું શરૂ કર્યું કે, મેં જે મંત્રીનું નિત્ય સન્માન કર્યું તેણે જ મારા પુત્રનો નાશ કર્યો. જો હું હોત, તો મેં તેને બરાબર શિક્ષા કરી હોત. એ રીતે તે સંકલ્પ-વિકલ્પમાં પડ્યા. તે પ્રમાણે વર્તવા લાગ્યા. તેમની સાથે મનમાં જ યુદ્ધ કરવું શરૂ કર્યું. ત્યારપછી શ્રેણિકરાજા પણ તે જ સ્થાને આવ્યા. તેમણે વિનયપૂર્વક પ્રસન્નચંદ્રરાજર્ષિને વંદન કર્યું. તેમને ધ્યાનમાં નિશ્ચલ જોયા. અહો ! આમનું તપ સામર્થ્ય કેવું છે ? એ પ્રમાણે પ્રસન્નચંદ્રરાજર્ષિ પ્રત્યે અહોભાવથી વિચારતો તે તીર્થંકરની પાસે પહોંચ્યો.
ભગવંતને વિનયપૂર્વક વંદન કરીને પૂછયું કે, જે સમયે મેં તેમને વંદના કરી તે જ સમયે જે કાળ કરે તો કઈ ગતિ થાય ? ભગવંતે કહ્યું, સાતમી નરકે ગમનને યોગ્ય થાય. શ્રેણિકે વિચાર્યું – સાધુને કઈ રીતે નરકગતિ સંભવે ? ફરી જ્યારે પૂછયું કે હવે અત્યારે જો કાળ કરે તો કઈ ગતિને પ્રાપ્ત થાય ? ભગવંતે કહ્યું, અત્યારે કાળ કરે તો તે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પત્તિ થવા યોગ્ય છે. શ્રેણિકે પૂછયું કે, આવા બે પ્રકારે ઉત્તરો કેમ આપ્યા ? આ તપસ્વીને નરક અને દેવગતિ કહી.
ભગવંતે કહ્યું, “ધ્યાન વિશેષને કારણે.” તેમની આ સમયમાં આવા પ્રકારની અશાતા–શાતા કર્મની આદાનતા હતી. શ્રેણિકે પૂછ્યું, કઈ રીતે ? ભગવંતે કહ્યું, તારા અગ્રાણિય પુરુષના વચનથી. તેના મુખથી પુત્રના પરાભવનું વચન સાંભળીને પ્રશસ્તધ્યાન ચાલ્યું ગયું. તે વંદન કર્યું ત્યારે મનોમન તીવ્ર પરિણામથી શત્રુ સાથે સંગ્રામ કરી રહ્યા હતા. તેથી તે સમયે તે અધોગતિને યોગ્ય હતા. તારા ગયા પછી જ્યારે મુંડિત મસ્તકને સ્પર્શ થયો ત્યારે તે પ્રતિબોધ પામ્યા. અહો ! અકાર્ય કર્યું. તે વિચારે તેણે મને વંદના કરી પોતાની નિંદા–ગ શરૂ કરી, આલોચના–પ્રતિક્રમણ કર્યું. પ્રશસ્તધ્યાનને પ્રાપ્ત કર્યું. તેના વડે શુભ કર્મ ઉપાર્જન કર્યું. તેથી કાળ વિભાગને કારણે મેં તેની બે ભિન્ન-ભિન્ન ગતિનો નિર્દેશ કર્યો.
ત્યારે ફરી કોણિકે પૂછયું, પ્રસન્નચંદ્ર રાજાએ બાળક પુત્રને રાજ્ય પર સ્થાપીને દીક્ષા કેમ લીધી ? પછીનું વર્ણન – સોમચંદ્ર રાજા.. તેનો તાપસધર્મ સ્વીકાર ઇત્યાદિ પ્રત્યેકબુદ્ધ વલ્કલગીરી કથા મુજબ જાણવું.
જ્યારે વલ્કલચીરી કેવળ જ્ઞાન પામ્યા ત્યારે તેણે પોતાના પિતા એવા સોમચંદ્ર