________________
૧૬૮
આગમ કથાનુયોગ-૪
પરણાવી. તેણી આખો દિવસ પોતાના ભાઈ પાસે જ રહેતી હતી. માત્ર રાત્રે જ તેના પતિ પાસે જતી.
અન્ય કોઈ દિવસે પુષ્પચૂલ રાજાએ પ્રવજ્યા અંગીકાર કરી. તેના અનુરાગને કારણે પુષ્પમૂલાએ પણ પ્રવજ્યા ગ્રહણ કરી, પછી કોઈ દિવસે તે પુષ્પપૂલ અણગાર જિનકલ્પ અંગીકાર કરવાની ઇચ્છાથી એકત્વ ભાવનાથી પોતાના આત્માને ભાવિત કરવા લાગ્યા. આ તરફ કોઈ એક દેવે પરીક્ષા કરવાના હેતુથી ઉપસર્ગ કર્યો. એકત્વભાવને આદરતા એવા તેમની સમક્ષ પુષ્પચૂલા આર્યાનું રૂપ વિકુવ્યું. તેણીને ઘસીટવા લાગ્યો.
ત્યારે તે પુષ્પચૂલા આર્યા – હે જ્યેષ્ઠાર્ય ! મને શરણરૂપ થાઓ – એમ આક્રંદન કરવા લાગી.
તે વખતે જેમનું પ્રેમબંધન વ્યચ્છિન્ન થયું છે તેવા પુષ્પચૂલ અણગાર “હું એકલો છું, મારું કોઈ નથી, હું પણ કોઈનો નથી” એ પ્રમાણે એકત્વભાવના ભાવતા સ્વસ્થાને ગયા. આ પ્રમાણે એકત્વ ભાવના ભાવવી જોઈએ.
(અણિકાપુત્ર આચાર્યની કથામાં આવતા પુષ્પચૂલ અને પુષ્પચૂલા તથા તેમના માતા-પિતાના નામ ઇત્યાદિ બધું જ સમાન છે. તો પણ આ બંને કથા એક જ છે કે અલગ તે વિચારણીય છે. કેમકે–
(૧) આ કથામાં પુષ્પચૂલા ઘરજમાઈને પરણાવેલ છે, અર્ણિકાપુત્રની કથાવાળા પુષ્પચૂલાના લગ્ન ભાઈ પુષ્પચૂલ સાથે જ થયા હતા.
(૨) આ કથામાં પુષ્પચૂલની દીક્ષા થઈ, તેના અનુરાગથી પુષ્પચૂલાએ દીક્ષા લીધાનું જણાવે છે. અર્ણિકાપુત્રવાળી કથામાં માતા દેવ થઈને પ્રતિબોધ કરે છે ત્યારે તેણીએ દીક્ષા અંગીકાર કર્યાનું જણાવે છે.
– તેથી કાં તો ક્યાંક કોઈ વાંચના ભેદ છે, અથવા તો સમાન નામો ધરાવતી આ કોઈ બીજી કથા છે. સત્ય શું છે ? તે બહુશ્રુત જાણે.)
૦ આગમ સંદર્ભ :બુ.ભા. ૧૩૪૯ થી ૧૩૫૧ + વૃ, (જો બંને પુષ્પચૂલ એક જ હોય તો – પુષ્પચૂલના સંદર્ભો પણ અહીં લેવા.)
૦ પુષ્યભૂતિ અને પુષ્યમિત્ર કથા :
શિંબવર્તન નામે એક નગર હતું. ત્યાં મુંડિકામ્રક રાજા હતો. ત્યાં પુષ્યભૂતિ નામના આચાર્ય પધાર્યા. તેઓ બહુશ્રુત હતા. તેમના દ્વારા રાજા ઉપશમિત થયો અને શ્રાવક બન્યો. આચાર્ય પુષ્યભૂતિના શિષ્ય પુષ્યમિત્ર આચાર્ય પણ બહુશ્રુત હતા, તે અન્યત્ર રહેતા હતા. પછી કોઈ દિવસે પુષ્યભૂતિ આચાર્યએ વિચાર્યું કે, હું સૂક્ષ્મ
ધ્યાનમાં પ્રવેશ કરું. તે મહાપ્રાણ સમધ્યાન હતું. તેઓ જ્યારે ધ્યાનમાં પ્રવેશતા ત્યારે યોગ સંનિરોધ કરતા. જે બીજા કોઈ જાણી શકતા ન હતા. તેમની પાસે જે અણગારો હતા, તે અગીતાર્થ હતા. તેથી તેમણે પુષ્યમિત્રને બોલાવ્યા. ત્યારે પુષ્યમિત્ર આવ્યા. જે આજ્ઞા કરી તે શિષ્યાચાર્યએ સ્વીકારી. તેમણે એકત્ર અપત્રરકે નિર્ણાઘાત ધ્યાન આરંભ્ય.
તે વખતે પુષ્યમિત્ર કોઈને આવવા દેતા ન હતા. પણ કહેતા કે અહીં રહીને વંદન કરો. કોઈ વખતે તેમણે પરસ્પર મંત્રણા કરી – મનમાં શું છે તે જાણવું. એક નીકળવાના