________________
શ્રમણ કથા
૧૬૧
શ્લેષ્મપાત્ર ન આપ્યું. ત્યારપછી તેણે ઉપર–ઉપરથી બળખો લઈને શ્લેષ્મ પાત્રમાં નાંખ્યો. એ જ પ્રમાણે ત્રિમાસિક તપકર્તા, દ્વિમાસિક તપકર્તા તથા એકમાસિક તપકર્તાએ પણ બળખા ફેંક્યા. ત્યારે તે બાળસાધુએ તેજ પ્રમાણે મિથ્યાદુકૃત્ આપીને બળખાને ઉપર ઉપરથી લઈ શ્લેષ્મ પાત્રમાં મૂક્યા.
ત્યારે તપસ્વી સાધુએ બળપૂર્વક “લંબણ” ગ્રહણ કરું એમ કહીને તે બાળસાધુને હાથ વડે પકવ્યા. ત્યારે તે બાળસાધુ નાગદત્તને અદીનમનથી, વિશદૂધ્યમાન પરિણામથી, વિશદૂધ્યમાન લેગ્યાથી તદાવરક કર્મનો ક્ષય થવાથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે દેવીએ કહ્યું કે, હું તમોને (તપસ્વી સપકોને) શા માટે વંદન કરું ? જ્યારે તમે આટલા ક્રોધાભિભૂત થઈને રહ્યા છો ?
ત્યારે સત્ય વૃત્તાંત જાણીને તે સાધુઓએ પણ સંવેગ ઉત્પન્ન થતાં બાળસાધુને મિથ્યા દુષ્કૃત્ આપ્યું. અહો આ સાધુ બાળ હોવા છતાં કેટલા ઉપશાંત ચિત્તવાળા છે ? અમે અશુભ કર્મના ઉદયે તેમની આશાતના કરી ! આ પ્રમાણે તે તપસ્વી સાધુઓને પણ શુભ અધ્યવસાયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
* આ ભાવ અપાયનું દૃષ્ટાંત છે. & કૂરગડુ નામથી પ્રસિદ્ધ કથા નાગદત્ત કથાનુસાર જ છે. ૦ આગમ સંદર્ભ :ઠામૂ ૩૬૦ની વૃ, દસનિ પરની વ
દસ.યૂ.પૃ. ૪૧, ૪૨;
૦ નાગદત-૨-કથા :
પ્રતિષ્ઠાન નગરમાં નાગવસુ નામે શ્રેષ્ઠી હતો. તેને નાગશ્રી નામે પત્ની હતી. બંને શ્રાવકધર્મ પાલન કરતા હતા. તેઓને નાગદત્ત નામે પુત્ર હતો. તે કામભોગથી વિરક્ત થઈને પ્રવ્રજિત થયો. તે નાગદમુનિએ જોયું કે જિનકલ્પિકનો પૂજા સત્કાર ઘણો જ થાય છે. જેમ વ્યવહારમાં પ્રતિમાપ્રતિપન્ન અને પ્રતિનિવૃત્તની પૂજા અને સત્કાર જોવા મળે છે, તે રીતે જિનકલ્પિકોના પણ જોવા મળે છે. તેથી તેણે કહ્યું કે, હું પણ જિનકલ્પ અંગીકાર કરીશ. ત્યારે આચાર્ય ભગવંતે તેમને અટકાવ્યા કે તમે જિનકલ્પ અંગીકાર કરવા માટે સમર્થ નથી, તો પણ નાગદત્તમુનિએ તે વાત ન સ્વીકારી. પોતાની મેળે જ જિનકલ્પ અંગીકાર કર્યો. ગુરુ પાસેથી નીકળી ગયા.
કોઈ એક વ્યંતરગૃહમાં પ્રતિમા ધ્યાને રહ્યા. તે વખતે કોઈ સભ્યન્ દૃષ્ટિ દેવને વિચાર આવ્યો કે, “આ સાધુ ક્યાંક સંયમથી વિનાશ ન પામે' તે માટે સ્ત્રીરૂપે ઉપહાર ગ્રહણ કરીને આવ્યો. પછી વ્યંતરની પૂજા-અર્ચના કરીને કહ્યું, હે શપક (સાધુ) ! આ ઉપહાર ગ્રહણ કરો. ત્યારે તેમણે વિવિધ પ્રકારના સ્વરૂપવાળા મિષ્ટભાતને ગ્રહણ કર્યા. જમીને ફરી રાત્રિના પ્રતિમા ધ્યાને સ્થિત રહ્યા. પણ જિનકલ્પિકતાનો ત્યાગ ન કર્યો.
ત્યારે નાગદત્તમુનિને અતિસાર-ઝાડા થઈ ગયા. તે દેવતાએ જઈને આચાર્યને વાત કરી. તેણે અમુક સાધુને મોકલ્યા. તેઓ જઈને નાગદત્તમુનિને લાવ્યા. દેવતાએ તેમને કહ્યું