________________
શ્રમણ કથા
૧૫૫
૦ નંદિષેણ–૨–કથા :
ભગવંત પાર્શ્વના શાસનના એક આચાર્યનું નામ નંદિષેણ હતું. તેઓ વિચરણ કરતા તંબાક (તાપ્રક) ગામે પહોંચ્યા. ત્યાં તેમને એક ચોરે મારી નાંખ્યા. (આ કથા ભગવંત મહાવીરની કથામાં લખાઈ ગઈ છે.)
૦ આગમ સંદર્ભ :આવ.નિ ૪૮૫ + :
આવપૂ.૧–પૃ. ૨૯૧; – ૮ – ૮ – ૦ નંદિષેણ–૩–કથા :
શ્રેણિક રાજાને નંદિષેણ નામે એક પુત્ર હતો. તેણે નગરનો અને અંતઃપુરનો ત્યાગ કરી, દીક્ષા અંગીકાર કરી. તેને ઘણાં મુનિઓનો પરિવાર પણ થયો અર્થાત્ ઘણાં શિષ્યો થયા. કોઈ વખતે ગમે તે કારણે કર્મની વિચિત્રતાથી તેમના એક શિષ્યના મનમાં વિષય વાસનાનો ઉદ્ભવ થયો અને પોતાના ગુરુને પોતાના મનનો સદ્ભાવ જણાવ્યો.
ત્યારે મંદિષેણ સાધુને વિચાર આવ્યો કે, હવે જો કોઈ પ્રકારે ભગવંત મહાવીર રાજગૃહ નગર પધારે તો ઘણું સારું. તો અતિશય–પ્રભાવવાળી તે ઘણી રાણીઓને જોઈને કદાચ આ શિષ્ય સ્થિર થાય. આ વાત (જ્ઞાનથી) જાણીને ભટ્ટારક (ભગવંત મહાવીર) ત્યાં પધાર્યા..
તે વખતે શ્રેણિક રાજા ભગવંતના વંદનાર્થે નીકળ્યા. તેઓ શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થયેલા. મસ્તકે છત્ર ધારણ કરેલ, શ્વેત મનોહર ચામરથી વિંઝાતા હતા, પોતાનું સૈન્ય અને અંતઃપુર પણ સાથે હતું. કુમાર વર્ગ પણ હતો, નંદિષણકુમારનું અંતઃપુર પણ સાથે હતું. બધાં જ રાજગૃહથી ભગવંત મહાવીરના વંદનાર્થે નીકળેલા હતા. સમવસરણમાં ભગવંતને વંદન કરીને બધા પોતપોતાના સ્થાનકે બેઠા.
તે વખતે પોતાના ગુરુ નંદિષેણ અણગારે ત્યાગ કરેલી રાણીઓને તે શિષ્ય જોઈ. શ્વેતવર્ણના વસ્ત્રો પહેરેલી, બ્રહ્મચર્યની નિર્મળતાને લીધે ગોપવેલા સર્વ ગાત્રવાળી, પઘસરોવરમાં હંસીની જેમ શોભે, તેમ ઉજ્વલ વેષધારી નંદિષણની દરેક પત્નીઓ શોભતી હતી. “જેમણે આભૂષણોનો ત્યાગ કરેલો છે, અંતઃપુરની શોભાને દૂર કરેલી છે એવા મારા ગુરુ છે" તેમ શિષ્ય વિચાર્યું. ખરેખર ! મારા ગુરુ ધન્ય છે કે જેમણે આવી સ્ત્રીઓનો છતાં સંયોગે ત્યાગ કરેલો છે. ત્યારે અછતા વિષયોનો ત્યાગ દુર્બળ મનવાળા મારા જેવા નિર્ભાગીને દુષ્કર લાગે છે.
આવા પ્રકારની ભાવના ભાવતા તે શિષ્યને કે જે દીક્ષા પૂર્વે બ્રાહ્મણ હતો. તેને તે જ ક્ષણે એકદમ તીવ્ર વૈરાગ્ય જાગ્યો. તેણે પોતાના દોષની આલોચના કરી. પ્રતિક્રમણ કરીને વ્રતમાં મેરુ સમાન અડોલ થયો. સંયમમાં સ્થિર થયો. આ રીતે નંદિષણ આચાર્યના શિષ્યને દીક્ષા ત્યાગના પરિણામ થયા ત્યારે ભગવંત શ્રી મહાવીર રાજગૃહમાં પધાર્યા.
ત્યાં ગુરુએ ત્યાગ કરેલ અંતઃપુર જોવાથી શિષ્યને વૈરાગ્ય થયો અને ચારિત્રમાં સ્થિર થયો. આ તેઓની પારિણામિકી બુદ્ધિ જાણવી.
૦ આગમ સંદર્ભ :