________________
આગમ કથાનુયોગ–૪.
છોડ્યા કે જેથી અતિશય દુર્ગંધ ઉછળવા લાગી. તેમની પીઠને કઠોર રીતે સ્પર્શ કરાવવા લાગ્યા. વળી તિરસ્કાર કરતાં બોલવા લાગ્યા કે, હે મુંડિયા ! તને ધિક્કાર થાઓ. તેં મારા મળ–મૂત્રના વેગનો નાશ કર્યો, તેથી હું વધારે દુઃખ પામી રહ્યો છું. એ પ્રમાણે ડગલે—પગલે આક્રોશ કરવા લાગ્યા.
૧૫૮
આવા વચન સાંભળવા છતાં નંદિષણમુનિ ભગવંત સમતા રાખતા હતા. તે મુનિના કઠોર–અરુચિકર વચનોને ગણકારતા નથી કે મન પર લાવતા નથી. અતિ દુઃસહ્ય અશુભગંધ આવવા છતાં જુગુપ્સા કરતા નથી. તેમની દુર્ગંધને પણ ચંદન સમાન માનતા વારંવાર તેઓ મિથ્યાદુષ્કૃત્ આપવા લાગ્યા. વળી તે વિચારવા લાગ્યા કે, હું એવું શું કરું કે જેથી આ સાધુને સમાધિ પહોંચાડી શકું ? જ્યારે તે દેવ ઘણાં પ્રયત્નો કરવા છતાં પણ નંદિષણમુનિને જરાપણ ક્ષોભિત ન કરી શક્યા, ત્યારે તે દેવ નંદિષણમુનિની સ્તુતિ કરવા લાગ્યો. પછી પોતાના સ્થાને તે દેવ પાછો ગયો.
ત્યારપછી નંદિષણમુનિ પોતાના ઉપાશ્રયે પાછા ફર્યા. પછી ગુરુ પાસે આલોચના કરી, ગુરુએ તેમને ધન્યવાદ આપીને પ્રશંસા કરી. આ રીતે જેમ નંદિષણમુનિએ એષણાશુદ્ધિનો વિનાશ ન કર્યો, તેમ સાધુએ અદ્દીનભાવથી સૂત્રાનુસાર હંમેશાં એષણા સમિતિમાં યત્ન કરવો.
નંદિષણમુનિએ પોતાના અભિગ્રહને અખંડિતપણે પૂર્ણ કર્યો. પછી મૃત્યુકાળ પ્રાપ્ત થયો. મનોહર ભાવના ભાવવા લાગ્યા. પણ છેલ્લે પોતાના દુર્ભાગપણાંને વિચારતાં—તેમણે એવું નિયાણું કર્યું કે, જો મારા આ તપકર્મનું કોઈ ફળ હોય તો આવતા ભવમાં સમગ્ર સૌભાગ્યના સમૂહના શેખરરૂપ આકૃતિને ધારણ કરનાર થઉં – સ્રી વલલ્ભ થઉં. પછી આવા નિદાનની આલોચના, પ્રતિક્રમણાદિ ન કર્યા અને મૃત્યુ પામ્યા, ત્યાંથી વૈમાનિક દેવપણે ઉત્પન્ન થઈ. દેવાયુ પૂર્ણ થયે શૌરિપુર નગરીમાં અંધકવૃષ્ણિ રાજાની શ્રેષ્ઠ પત્નીના ગર્ભમાં તે ઉત્પન્ન થયો. તેનું વસુદેવ એવું નામ આપ્યું.
૦ આગમ સંદર્ભ :
ઠા. ૮૯૮ની વૃ; આવ.મૂ. ૨૩ની વૃ:
દસા.નિ. ૯૨ની વૃ; આવક્રૂર-૫ ૯૪;
૦ આગમ સંદર્ભ :
નિસી.ભા. ૩૧૮૪ની ચૂ
આવ.યૂ.૧-૫- ૩૯૭, ૩૯૮;
* — ×
જીય.ભા. ૮૨૫ થી ૮૪૬; કલ્પ.યૂ.પૃ. ૯૬;
૦ નાગિલ-૨-કથા ઃ
ચંપાનગરીનો એક શ્રાવક નાગિલ નામે હતો. તેને કુમારનંદી સોની નામે મિત્ર હતો. કુમારનંદી સ્ત્રી લોલુપતાને કારણે બળી મર્યો, ત્યારે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. કાળક્રમે નાગિલમુનિ કાળધર્મ પામીને અચ્યુત કલ્પે દેવતા થયા. (આ આખી કથા પૂર્વે ઉદાયનરાજર્ષિની કથા અંતર્ગત્ કુમારનંદિ સોનીના પ્રબંધમાં આવી ગયેલ છે. કથા જુઓ ઉદાયનરાજ.િ
આવ.નિ. ૭૭૫, ૭૭૬ની વૃ;