________________
૧૫૪
આગમ કથાનુયોગ-૪
૦ આગમ સંદર્ભ :નાયા. ૧૭૦, ૧૮૨;
મરણ. ૪૫૮ થી ૪૬૫ મળે,
– – ૪ – ૦ નંદસુંદરીનંદ કથા :
નાસિક નામે નગર હતું. ત્યાં નંદ નામે એક વણિક રહેતો હતો. તેની પત્નીનું નામ સુંદરી હતું. તે નગરીમાં નંદ સરખા બીજા પણ અનેક વેપારી હતા. પણ આ નંદ તેની સર્વાંગસુંદર એવી પત્નીના મોહમાં એવો જકડાયેલો રહેતો હતો કે, લોકોએ તેનું નામ જ સુંદરીનંદ પાડી દીધું. તે પત્ની સુંદરી સાથે ભોગ ભોગવતા જીવન વ્યતિત કરતો હતો.
નંદના ભાઈએ પ્રવજ્યા ગ્રહણ કરેલી. તેણે સાંભળેલું કે તેનો ભાઈ નંદ તેની પોતાની પત્ની સુંદરીમાં ઘણો આસક્ત છે. તેથી મારે જઈને તેને પ્રતિબોધ કરવો, જેથી દુર્ગતિગામી ન થાય. ગુરુની આજ્ઞા લઈને નંદના ભાઈ મુનિ નંદના પરોણા રૂપે ગામમાં પધાર્યા. ગામમાં અન્યત્ર ઉતર્યા. પછી ગૌચરી વેળાએ નંદના ઘેર પધાર્યા. ત્યારે તેણે અશનાદિ વડે પ્રતિલાભિત કર્યા.
ત્યારપછી તે ભાઈ મુનિએ પાત્ર તેના હાથમાં આપ્યું. ઉદ્યાનભૂમિ સુધી તેની સાથે ચાલવા કહ્યું. ત્યાં સુધી તે સુંદરીનંદ સાથે ગયો ત્યારે લોકોએ તેના હાથમાં રહેલ પાત્ર જોયું. તેથી લોકો તેની મજાક કરવા લાગ્યા કે, “આ સુંદરીનંદે દીક્ષા અંગીકાર કરી છે.” તો પણ તે ઉદ્યાનમાં ગયો. ત્યાં સાધુએ તેને વૈરાગ્યોત્પાદક દેશના આપી. પણ નંદને સુંદરીમાં ઉત્કટ રાગ હોવાથી તેને ધર્મ માર્ગે વાળવો ઘણો જ મુશ્કેલ હતો. | મુનિઓમાં સિંહ સમાન એવા તે ભગવંતે (નંદ ના ભાઈ મુનિએ) વૈક્રિય લબ્ધિવાળા હોવાથી વિચાર્યું કે, બીજા કોઈ ઉપાયથી આને પ્રતિબોધ કરી શકાય તેમ નથી. તો તેને અધિકતર લોભ સ્થાન બતાવું. પછી તેણે મેરુ પર્વતની વિકુર્વણા કરી, ત્યારે નંદે કહ્યું કે, હું સુંદરીના વિયોગને સહન કરી શકતો નથી. માટે મારે તે મેરૂ લેવાની ઇચ્છા નથી. પછી કહ્યું કે, મુહૂર્ત માત્રમાં હું તેને લઈને અહીં આવતો રહીશ. તેની વાત સ્વીકારી.
ત્યારપછી મુનિ ભગવંતે વાનરયુગલ વિકવ્યું. કોઈ કહે છે કે, મુનિએ સત્યનું દર્શન કરાવવા નંદને કહ્યું, સુંદરી અને આ વાંદરીમાં વધુ સુંદર કોણ છે ? ત્યારે નંદે કહ્યું કે, આ તુલના ઘણી જ અઘિટત છે. ક્યાં સરસવ અને ક્યાં મેરુ પર્વત ? એમ કહ્યું એટલે મુનિએ વિદ્યાધર યુગલ બતાવીને પૂછયું કે, હવે આ બેમાં કોનું રૂપ ચડિયાતું છે ? ત્યારે નંદે કહ્યું કે, સુંદરી અને આ વિદ્યાધરીનું રૂપ તુલ્ય જણાય છે. ત્યારે તે મુનિ ભગવંતે દેવયુગલ વિકુવ્યું. તેને બતાવીને પૂછયું કે, હવે આ દેવી અને સુંદરીમાં કોણ ચઢિયાતું રૂપવાનું છે ? નંદે કહ્યું, આના રૂપ પાસે સુંદરી વાંદરી સમાન લાગે છે.
ત્યારે સાધુએ કહ્યું, થોડા ધર્માચરણના પ્રભાવથી આ દેવ થયા છે. ત્યારે તે બોધ પામીને શ્રાવક થયો. પછી તેણે પ્રવજ્યા અંગીકાર કરી. આ તેની પારિણામિકી બુદ્ધિ.
૦ આગમ સંદર્ભ :ઠા ૮૯૮ની વૃ
આવ.નિ. ૫૦ + ૬ આવ યૂ.૧–પૃ. ૫૫૧;
નદી ૧૦૮ + 9 – ૪ –– » –