________________
શ્રમણ કથા
૧૫૩
રાજગૃહ નગરે પહોંચ્યો, ત્યાં જઈ સ્થવિરોની પાસે દીક્ષા અંગીકાર કઈ ઘર્મઘોષ અણગાર બન્યા.
બહુશ્રુત બનેલા ધર્મઘોષમુનિ વારત્રકપુર ગયા. ત્યાં અભયસેન નામે રાજા હતો. વાત્રક નામે અમાત્ય હતો. ભિક્ષાને માટે વિચરણ કરતા એવા તે મુનિ વાત્રક અમાત્યના ઘેર પહોંચ્યા. ઘી–સાકર મિશ્રિત ખીરનું પાત્ર લઈને ગૃહિણી વહોરાવતી હતી ત્યારે તે ખીરમાંથી એક બિંદુ ભૂમિ પર પડ્યું. ધર્મઘોષ મુનિ નીચે વેરાયેલાનો દોષ જાણી ખીર વહોર્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા.
બારીમાં ઉભેલા વાત્રક અમાત્યે આ દૃશ્ય જોયું. તે વિચારવા લાગ્યા કે, આ મુનિ વહોર્યા વિના કેમ નીકળી ગયા ? એટલામાં ભૂમિ પર પડેલા ખીરના બિંદુને માખીઓ ચાટવા લાગી, માખીને પકડવા માટે ઘરની ગરોળી આવી, ગરોળીને પકડવા કાચંડો આવ્યો. તેની પાછળ બિલાડો આવ્યો. બિલાડાની પાછળ ગામનો કૂતરો આવ્યો. ઘરનો કૂતરો તેની સાથે કઠોર નખ અને દાઢાના પ્રહાર કરી લડવા લાગ્યો. તે જોઈને તે કૂતરાના સ્વામીઓ પરસ્પર લડવા લાગ્યા. તેમાં મોટી તકરાર થઈ મારામારી થઈ. ત્યારે વારત્રક મંત્રીએ વિચાર્યું કે, આ જ કારણથી તે મહર્ષિએ ખીર વહોરી લાગતી નથી.
ત્યારપછી વારત્રક મંત્રીને જાતિસ્મરણ જ્ઞાન થયું – યાવત્ – તે પ્રત્યેકબુદ્ધ થયા - કથા જુઓ “પ્રત્યેકબુદ્ધ વાત્રક".
૦ આગમ સંદર્ભ :આવ.નિ ૧૩૦૨, ૧૩૦૩ + વૃ;
આ ચૂર–પૃ. ૧૭ થી ૧૯૯; પિંડનિ. ૩૭૦ની જ
– ૪ – ૪ - ૦ ધર્મસિંહ કથા -
પાડલીપુત્ર નામે નગર હતું. ત્યાં ચંદ્રગુપ્ત નામે રાજા હતો. તેને ધર્મસિંહ નામે એક મિત્ર હતો. સંવેગ પામીને તેણે ચંદ્રગુપ્તની લક્ષ્મીનો ત્યાગ કરી, પ્રવજ્યા અંગીકાર કરી. જિનકથિત ધર્મમાં સ્થિત એવા તેમણે કાળક્રમે કોલ્લયર નગરમાં અનશન સ્વીકાર્યું અને ગૃપૃષ્ઠ પ્રત્યાખ્યાનને શોકરહિતપણે અંગીકાર કર્યું. તે સમયે જંગલમાં હજારો જાનવરોએ તેમના શરીરને ચૂંથી નાંખ્યું. આ પ્રમાણે ધર્મસિંહ અણગારનું શરીર ખવાઈ રહ્યું હતું. એવા તે મહર્ષિએ શરીરને વોસિરાવીને – ત્યાગ કરીને સંથારાની આરાધના દ્વારા પંડિત મરણને પ્રાપ્ત કર્યું.
૦ આગમ સંદર્ભ :સંથા. ૭૦ થી ૭૨;
૦ નકુલ કથા :
હસ્તિનાપુરના રાજા પાંડુના પાંચ પુત્રોમાંનો ચોથો પુત્ર નકુલ હતો. તેણે દીક્ષા ગ્રહણ કરેલી અને અંતે મોક્ષે ગયા. ( આ કથા “પાંડવ" કથામાં લખાઈ ગઈ છે અને દ્રૌપદી કથામાં પણ આવશે. તે ત્યાં ત્યાં જોઈ લેવી.)