________________
૧૪૪
આગમ કથાનુયોગ-૪
સર્વઋદ્ધિનો ત્યાગ કરી પ્રવૃજિત થયો. ત્યારે ઇન્દ્ર પણ ભક્તિપૂર્વક તેને નમસ્કાર કરી, મનુષ્યભવની પ્રશંસા કરી. (આ સામાયિક ઋદ્ધિનું દૃષ્ટાંત છે.).
૦ આગમ સંદર્ભ :મહાનિ પ૨૨
આવ.નિ. ૮૪૬, ૮૪૭ + વૃ આવ.પૂ.૧– ૩૫૫, ૪૭૮ થી ૮૪૮;
ઉત્તમૂ. ૬૦૩ની વૃ – ૪ – ૪ – ૦ દત્ત કથા, સેવાલી કથા -
(કૌડિન્ય, દત્ત અને સેવાલી ત્રણેની કથા લગભગ સમાન જ છે. જેમાં કૌડિન્ય આદિ ૫૦૦ તાપસની કથા પૂર્વે નોંધી છે. તે કથા પ્રમાણે જ દત્ત અને સેવાલીની કથા છે. તેમાં જ કિંચિત્ તફાવત છે, તેની જ અત્રે નોંધ લીધી છે – શેષકથા ભાગ કૌડિન્ય મુજબ જાણવી).
૦ કથા ભૂમિકા :- ભગવંતે ગૌતમસ્વામીને કહેલ કે, જે મનુષ્ય અષ્ટાપદ તીર્થે જઈને ત્યાંના ચૈત્યોની વંદના કરે, તે એ જ ભવે સિદ્ધ થાય છે. તે વાત દેવાએ અન્યોન્ય કહી. ત્યારે ગૌતમસ્વામી અષ્ટાપદ જવા માટે વિચારવા લાગ્યા. ભગવંત મહાવીરે તેના હૃદયગત ભાવ જાણીને અને તાપસો બોધ પામશે એમ જાણીને ભગવંતે કહ્યું, હે ગૌતમ! અષ્ટાપદે ચૈત્યવંદન કરવાને માટે તમે જાઓ.
ત્યારે ભગવન ગૌતમ હર્ષિત અને સંતુષ્ટ થયા, ભગવંતને વંદન કરી અષ્ટાપદ જવા નીકળ્યા. એ વખતે જનવાદ સાંભળીને ૫૦૦-૫૦૦ તાપસના પરિવારવાળા ત્રણત્રણ તાપસ પણ અષ્ટાપદે જવા માટે પ્રયત્નશીલ હતા. તે આ પ્રમાણે – કૌડિન્ય, દત્ત અને શૈવાલ.
તેમાં કૌડિન્ય સપરિવાર એકાંતર ઉપવાસ (ચોથ ભક્ત) કરી પછી સચિત્ત કંદમૂળનો આહાર કરતા હતા, તે અષ્ટાપદની પહેલી મેખલાએ (પ્રથમ પગથીયે) જઈને અટકી ગયેલા.
દત્ત તાપસ – સપરિવાર છઠને પારણે છઠ કરતો હતો. પારણે પડેલ—ન્સડેલ પાંડપત્રાદિનો આહાર કરતા હતા. તેઓ અષ્ટાપદની બીજી મેખલા એ (બીજા પગથીયે) જઈને અટકી ગયેલા.
- શેવાલ તાપસ–સપરિવાર અઠમને પારણે અઠમ કરતો હતો, પારણે જે શેવાળ આપમેળે પ્લાન થઈ ગયેલ હોય, તેનો આહાર કરતો હતો, તે પ૦૦ તાપસ અષ્ટાપદની ત્રીજી મેખલાએ (ત્રીજે પગથીયે) અટકી ગયેલ.
તેઓએ ગૌતમસ્વામીને આવતા જોયા.. પછીની કથા કૌડિન્ય તાપસની કથામાં લખાઈ ગઈ છે, ત્યાંથી જોવી..
કૌડિન્ય, દર, શેવાલ ત્રણે તાપસો સપરિવાર દીક્ષિત થયા. આ ૧૫૦૦ તાપસોએ દેવતાએ આપેલ મુનિ વેશ ધારણ કર્યો. બધાંએ પછી ગૌતમસ્વામી સાથે વિહાર કર્યો. ભિક્ષાવેળા થઈ. ગૌતમસ્વામીએ પૂછયું, પારણામાં તમારે માટે શું લાવું ? તેઓએ કહ્યું, ખીર લાવો.