________________
૧૪૮
આગમ કથાનુયોગ-૪
૦ ધનગિરિ કથા -
અવંતી જનપદમાં તુંબવન નામના સન્નિવેશમાં ધનગિરિ નામે એક શ્રેષ્ઠીપુત્રગાથાપતિ હતો. તે શ્રાવક હતો અને પ્રવજ્યાગ્રહણ કરવાની ઇચ્છાવાળો હતો. તેના માતાપિતા તેને દીક્ષા લેતા રોકતા હતા. ત્યારે તેના માતાપિતા જ્યાં જ્યાં ધનગિરિના વિવાહની વાત કરતા હતા, ત્યાં ત્યાં જઈને ધનગિરિ કહી દેતો કે, હું તો દીક્ષા લેવાની ઇચ્છાવાળો છું, માટે મારી સાથેના વિવાહનો વિચાર રહેવા દે. એમ કહીને જે કન્યાની વાત હોય, તે કન્યાના પરિણામ ફેરવી નાંખતો હતો.
આ તરફ તેને અનુરૂપ એવા ગાથાપતિ ધનપાલશ્રેષ્ઠીને સુનંદા નામે એક પુત્રી હતી. તે કન્યાએ કહ્યું કે, મારો વિવાહ ધનગિરિ સાથે કરી દો, ત્યારે સુનંદાને ધનગિરિ સાથે પરણાવી. તે સુનંદાના ભાઈ આર્યસમિતે પૂર્વે સિંદગિરિ પાસે દીક્ષા ગ્રહણ કરી જ હતી.
વજસ્વામીનો જીવ જે પૂર્વે વૈશ્રમણ સામાનિક દેવ હતો, તે ઍવીને સુનંદાની કૃષિમાં ઉત્પન્ન થયો. ત્યારે ધનગિરિએ કહ્યું, આ તારો ગર્ભ હવે તારે માટે સહાયક થશે. પછી ધનગિરિએ સિંહગિરિમુનિ પાસે જઈ પ્રવજ્યા અંગીકાર કરી.
(પછીની કથા વજસ્વામીની કથાથી જાણી લેવી.) ૦ આગમ સંદર્ભ :આવપૂ.૧–પૃ. ૩૯૦; આવ નિ ૭૬૪ની ,
ઉત્ત.નિ. ૨૯૫ + ; કલ્પસૂત્ર – સ્થવિરાવલિ – મૂળ + વૃત્તિ
– ૮ – ૮ – ૦ ધન મિત્ર અને ધનશર્મા કથા –
ઉજ્જૈની નામે નગરી હતી. ત્યાં ધનમિત્ર નામે એક વણિક રહેતો હતો. તેને ધનશર્મા નામે નાનો પુત્ર હતો. તે ધનમિત્રએ તેના પુત્ર સહિત દીક્ષા લીધી. કોઈ દિવસે તે સાધુઓ મધ્યાહ્ન વેળાએ એલકાક્ષના માર્ગે વિહાર કરતા ચાલ્યા. તે બાળમુનિ ધનશમાં અતિ તૃષાતુર થયો. તેના પિતા મુનિ ધનમિત્ર પણ સ્નેહાનુરાગ વશ થઈને તેની પાછળ ચાલતા હતા. બીજા સાધુઓ આગળ ચાલતા હતા. માર્ગમાં નદી આવતી હતી. ત્યારે પિતા મુનિએ પુત્ર મુનિને કહ્યું, જા પુત્ર ! આ પાણી પી લે. તે વૃદ્ધ પણ નદી પાર કરતા વિચારવા લાગ્યા – હું થોડો દૂર નીકળી જાઉં.
જ્યાં સુધીમાં આ બાળમુનિ પાણી પીવે, તેને મારી શંકા ન રહે તે માટે એકાંતમાં જઈને પ્રતીક્ષા કરવા લાગ્યા. જ્યાં સુધીમાં તે બાળમુનિ નદીએ પહોંચ્યા, તેણે જોયું, પણ તેમણે પાણી પીધું નહીં. કોઈ કહે છે તે બાળમુનિએ ખોબામાં પાણી ભર્યું. પછી તેને વિચાર આવ્યો કે, હું પાણી પીઉં કે નહીં? પછી તુરંત વિચાર આવ્યો કે, હું કેમ આ હળાહળ જીવોનું પાન કરું ? તેણે પાણી પીધું નહીં.
ત્યારપછી તે ધનશર્મા બાળમુનિને પાણીની આશા રહી નહીં. તે કાળધર્મ પામ્યા. દેવલોકમાં ઉત્પન્ન થયા. દેવરૂપે તેણે અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. જેવું તેણે બાળમુનિનું શરીર જોયું, ત્યાં જઈને તે શરીરમાં પ્રવેશ કર્યો. વૃદ્ધ (ધનમિત્રમુનિ)ની પાછળ ચાલવા લાગ્યા. ત્યારે તે વૃદ્ધ પણ ચાલવા લાગ્યા. ત્યારપછી તે દેવે તે સાધુઓને માટે ગોકુળની