________________
શ્રમણ કથા
૧૪૩
તે યોગ્ય નથી. તે રાજાનો ભક્તિ રાગ અતુલ્ય છે, પણ આ અહંકારદોષ ખોટો ધારણ કરેલો છે. માટે તેનું માન ઉતારવું અતિ આવશ્યક છે.
ત્યારે દેવેન્દ્ર શુક્રએ હસ્તિરાજ ઐરાવણને બોલાવ્યો. બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિય! તું જા અને તારા જેવા ૬૪,૦૦૦ હાથીની વિક્ર્વણા કર. દરેક હાથીને ૫૧૨ મસ્તક હોય, પ્રત્યેક મસ્તકમાં આઠ-આઠ દંકૂશળ હોય, પ્રત્યેક દંકૂશળમાં આઠ-આઠ વાવડી હોય, પ્રત્યેક વાવડીમાં આઠ–આઠ કમળ હોય. તે પ્રત્યેક કમળમાં લાખ-લાખ પાંદડી હોય, પ્રત્યેક પાંદડીએ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્યદેવઘુતિ, દિવ્ય દેવાનુંભાગ યુક્ત દિવ્ય બત્રીશ બદ્ધ નાટકો થતા હોય, તે પ્રત્યેક કમળની કર્ણિકામાં એક–એક પ્રાસાદ અવતંસક હોય. તે પ્રાસાદમાં ઉત્તમ સિંહાસન પર દેવેન્દ્ર શક્ર આઠ-આઠ અગ્રમહિષી સહિત બેઠો હોય – યાવત્ - ગીત અને નાટક જોતો જોતો વિહરતો હોય.
તેણે પણ આ પ્રમાણે દિવ્યઋદ્ધિની વિકુવણા કરી, ત્યારપછી તે દેવેન્દ્રશકે હરિસેગમેલી દેવને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! જલ્દીથી સુધમ સભામાં યોજન પરિમંડલનું જે પ્રમાણે ઋષભસ્વામીના અભિષેક વર્ણનમાં કહેલું - યાવત્ – આ પ્રમાણે તે ઇન્દ્ર આવી દિવ્ય દેવઋદ્ધિ સહિત શ્રમણ ભગવંત મહાવીરસ્વામી પાસે ઉપસ્થિત થયો. ત્યારપછી ઐરાવણ હસ્તિથી અલગ થઈને – થાવત્ – ભગવંતને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. ત્યારે તે હાથી પણ અગ્રવાદ વડે જમીન પર બેઠો. ત્યારે તે હાથીના પગ દશાર્ણકૂટ પર્વત પર દેવતા પ્રભાવથી ઉસ્થિત થયા. એ રીતે ઊંચા કરેલ પગ જ્યાં પર્વતની જમીનમાં પેસી ગયા હતા તે સ્થાન ગજપદ નામે ઓળખાવા લાગ્યું. ૦ દશાર્ણભદ્રની પ્રવજ્યા :
તે વખતે દશાર્ણભદ્ર રાજાએ દેવેન્દ્ર શુક્રની દિવ્ય દેવદ્ધિ – યાવતું – એક એક નાટ્યવિધિ જોઈ. દેવેન્દ્ર શુક્રને ઐરાવણહતિ પર અતીવ અતીવ શ્રીયુક્ત શોભાયમાન થયેલો જોયો. જોઈને રાજા વિસ્મિત થયો. અનિમેષ દૃષ્ટિ વડે જોતો જ રહી ગયો. ત્યારે તે રાજાની રાજ્યદ્ધિ દેવેન્દ્ર શુક્રના દિવ્ય પ્રભાવ વડે હતપ્રભા – થાવત્ – લુપ્તપ્રભા જેવી થઈ ગઈ. શક્રની સમૃદ્ધિ પાસે દશાર્ણભદ્રની ઋદ્ધિ તણખલાં જેવી લાગવા માંડી.
ત્યારે તે દેવેન્દ્ર શક્રે દશાર્ણભદ્ર રાજાને આ પ્રમાણે કહ્યું, અરે ઓ ! દશાર્ણભદ્ર રાજા ! શું તું એ જાણતો નથી કે, આ અરહંત ભગવંત ! દેવેન્દ્ર, અસુરેન્દ્ર, નાગેન્દ્ર આદિએ પણ વંદન કરેલ છે. તો પણ તને આવા અધ્યવસાય થયા કે, હું ભગવંત મહાવીરને એવી ઋદ્ધિથી વંદન કરવા જઉ કે, જેવી રીતે હજી સુધી કોઈ વંદન કરવા ન ગયું હોય. ત્યારે તે રાજા ઘણો જ લજ્જા પામ્યો, વિલખો થયો, મૌન ધારણ કરીને બેસી ગયો. પછી વિચારવા લાગ્યો કે, ક્યાં આની ઋદ્ધિ અને ક્યાં મારી ઋદ્ધિ ? મેં ફોગટ જ મારી ઋદ્ધિનો ગર્વ કર્યો.
ત્યારે દશાર્ણભદ્રે વિચાર્યું કે, ભગવંતે જે ધર્મ કહ્યો, તેનું હું પાલન કરીશ. પણ, કઈ રીતે પાલન થાય ? તેથી તે પોતાના હાથી, ઘોડા, સ્ત્રી, પરિવાર, રાજ્યાદિ