________________
૧૩૪
આગમ કથાનુયોગ-૪
ગયો. જ્યાં પેલો ચોર સેનાપતિ ગામ મધ્યે ઊભો હતો. તે બ્રાહ્મણે ત્યાં જઈને તે ચોર સાથે મહાસંગ્રામ કર્યો, તે ચોરને પાડી દીધો.
ચોર સેનાપતિ દૃઢપ્રહારીએ વિચાર્યું કે, આ બ્રાહ્મણે મારા એક ચોરને પાડી દીધો. ત્યારે ક્રોધે ભરાઈને તલવારનો એકદમ ઝાટકો મારી નિર્દયતાથી તે બ્રાહ્મણને મારી નાંખ્યો. ત્યારે તે બ્રાહ્મણની પત્ની કહેવા લાગી – હે દુષ્ટ ! ધીઠા ! પાપી ચેષ્ટાવાળા અધમ ! આ તેં શું કર્યું? એમ વિલાપ કરતી ગર્ભવતી બ્રાહ્મણી વચ્ચે પડી. દઢ પ્રહારીએ તેણીને પણ મારી નાંખી ગર્ભના પણ બે ટુકડા થઈ ગયા. તે ગર્ભ પૃથ્વી પર પડી તરફડવા લાગ્યો. આવા તરફડતા ગર્ભને દેખીને તેને પશ્ચાત્તાપ થયો. તેને થયું કે, અરેરે! મેં અધર્માચરણ કર્યું.
તીવ્ર સંવેગ પામેલો તે એકદમ નગરમાંથી બહાર નીકળી ગયો. તેને ઢતર નિર્વેદ થયો. મેં આ શું કર્યું ? એક બ્રાહ્મણને પત્ની સહિત માર્યો. તેના ગર્ભનો પણ વિનાશ કર્યો? હવે મારે કયો ઉપાય કરવો ? એટલામાં તેણે સાધુઓ જોયા (મુનિ દર્શન થયા) તેમણે સાધુઓને પૂછયું, હે ભગવન્! મેં આવું પાપ કર્યું છે. હવે તેનો શો ઉપાય છે ?
ત્યારે સાધુએ તેને ધર્મ કહ્યો. દઢ પ્રહારીએ તે વાતને સારી રીતે ધારણ કરી. ત્યારપછી તેણે ચારિત્ર અંગીકાર કર્યું.
ત્યારપછી કર્મનો સમુદ્દઘાત કરવાને માટે તેણે ઘોર શાંતિ–સમા અભિગ્રહ ધારણ કર્યો. તે ધારણ કરીને વિચારવા લાગ્યા. ત્યારે લોકો તેની હેલણા કરતા હતા, પત્થરાદિ વડે મારતા હતા. ત્યારે દઢપ્રહારી મુનિએ સમ્યક્તયા તેને સહન કર્યું. ઘોરાકાર કાયકલેશને સહન કર્યો. તેને અશન આદિ પ્રાપ્ત થતા ન હતા, તે પણ તેણે સમ્યફ રીતે સહન કર્યું – થાવત્ – આ રીતે તેણે પોતાના કર્મોનું નિર્ધાતન કર્યું.
ત્યારે આ રીતે ઘોર પરીષહોને સહન કરતા એવા દૃઢપ્રહારી મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તેઓ સિદ્ધ થયા.
આ તપસિદ્ધને પ્રતિપાદન કરવા માટેનું દૃષ્ટાંત છે. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૯૫ર + ;
આવ.૨.૧-૫. ૨૬૮; – ૪ –– » –– ૦ દત્ત અને સંગમ સ્થવિર કથા :
કોલકિર નામના નગરમાં વૃદ્ધાવસ્થાને પામેલા જંઘાબળની ક્ષીણતાવાળા સંગમસ્થવિર નામના આચાર્ય હતા, કોઈ વખતે દુકાળ પડ્યો. ત્યારે સિંહ નામના પોતાના શિષ્યને આચાર્યપદે સ્થાપન કરી સમગ્ર ગચ્છ તેને સોંપી બીજા સુકાળવાળા પ્રદેશમાં વિહાર કરાવ્યો. પોતે ત્યાં એકલા જ રહ્યા. પછી તે વસતિના નવ વિભાગ કરી ત્યાંજ જયણાપૂર્વક માસકલ્પ અને વર્ષારાત્ર કરતા હતા.
જયણા ચાર પ્રકારે હોય છે. તે આ પ્રમાણે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. તેમાં પીઠફલક વગેરેને વિશે દ્રવ્યથી જયણા છે. વસતિ, પાટકને વિશે ક્ષેત્રથી જયણા છે. એક વસતિ/પાટકમાં એક સ્થાને રહીને બીજ માસે બીજે સ્થાને વસતિની