________________
શ્રમણ કથા
૧૩૭
જેમ શૂન્ય દેશમાં (રાજા વગરના દેશમાં) ઇચ્છાનુસાર શું ગયા હતા ? જ્યારે હું જરાસંધ સાથે ગયેલો તેટલામાં તમે મારો દેશ લૂંટી લીધો. હવે (સામર્થ્ય હોય તો) બહાર નીકળો. પણ પાંડવ-કૌરવ કોઈ બહાર નીકળ્યા નહીં. ત્યારપછી દમદંત રાજા પોતાના દેશમાં પાછો ફર્યો.
આ દમદંત રાજાને દ્રૌપદીના સ્વયંવરમાં પધારવા માટે પણ દ્રુપદ રાજા તરફથી નિમંત્રણ મળેલું હતું.
કોઈ વખતે કામભોગથી ઉદાસીન થયેલા, સંસારથી વિરક્તિભાવ ધારણ કરેલા એવા દમદંત રાજાએ પ્રવજ્યા ગ્રહણ કરી, ત્યારપછી કોઈ સમયે એકાકી વિહાર સ્વીકાર કરી વિચરતા એવા તે હસ્તિનાગપુર પહોંચ્યા. ત્યાં તેઓ નગર બહાર પ્રતિમાધ્યાને રહેલા હતા.
તે વખતે યુધિષ્ઠિર યાત્રાએ નીકળેલ. તેણે દમદંતમુનિને વંદના કરી. ત્યારપછી બાકીના ચાર પાંડવો નીકળ્યા. તેમણે પણ દમદંતમુનિને વંદના કરી. ત્યારે દુર્યોધન પણ નીકળેલો હતો. તેણે તેના માણસોને કહ્યું કે, આ તે જ દમદંત છે, જેણે હસ્તિનાપુરને ઘેરી લીધું હતું. માટે તેને મારો, ત્યારે તે માણસોએ બીજોરાના ફળો માર્યા. પછી લશ્કરે આવતા તેમને પત્થરો મારવા ચાલુ કર્યા. પત્થરોનો ઢગલો થઈ ગયો.
જ્યારે યુધિષ્ઠિર નિવૃત્ત થયા, ત્યારે તેમણે પૂછ્યું કે, અહીં કોઈ સાધુ આવ્યા હતા. તે ક્યાં છે ? ત્યારે લોકોએ જવાબ આપ્યો કે, અહીં દુર્યોધન આવ્યો હતો, તેના લશ્કરે દુર્યોધનના કહેવાથી પત્થરો માર્યા હતા, તે પત્થરોના ઢગલામાં આ મુનિ દબાયા છે. ત્યારે યુધિષ્ઠિરે દુર્યોધનની નિર્ભર્જના કરી, પછી બધાં જ પત્થરો ત્યાંથી હટાવી દીધા. દમદંતમુનિનું તેલ વડે અચંગન કર્યું, ક્ષમા માંગી.
આ વખતે દમદંતમુનિએ દુર્યોધન અને પાંડવ બંને તરફ સદ્ભાવ રાખેલ હતો. દૂર્યોધને ઉપસર્ગ કર્યો. તેમાં તેમણે વેષ ન કર્યો અને પાંડવોએ ભક્તિ કરી, તેમાં તેમણે રાગ ન કર્યો. બંને સ્થિતિમાં તેઓ સમભાવને ધારણ કરીને રહ્યા. આ પ્રમાણે સાધુએ રાગ અને દ્વેષથી સ્થિતિમાં સમભાવ રાખવો જોઈએ.
આ રીતે કામભોગનો ત્યાગ કરી હસ્તિશીર્ષ નગરથી નીકળેલા એવા દમદંત રાજાએ પોતાના રાગી જનોમાં પ્રીતિ ન કરી અને અપ્રીતિથી દ્વેષ કરનાર પ્રત્યે દ્વેષ ન કર્યો. તે પ્રકારે મુનિએ આવું સામાયિક કરવું જોઈએ.
૦ આગમ સંદર્ભ :નાયા ૧૭૦;
મરણ. ૪૪૩; આવનિ ૮૫, ૮૬૬ + % આવ.ભા. ૧૫૧ + 4 આવયૂ.૪૯૨;
૦ દશાર્ણભદ્ર કથા :૦ દશાર્ણ નગર આદિનું વર્ણન :
તે કાળે, તે સમયે દશાર્ણપુર નામે નગર હતું, જે ઋદ્ધિ સંપન્ન અને સમૃદ્ધ હતું. તેનું ઉદ્યાન જનપદોથી મુદિત રહેતું હતું. સેંકડો-હજારો લોકો હળ વડે જમીન ખેડતા