________________
આગમ કથાનુયોગ–૪
ચાતુર્માસ પૂર્ણ કરીને આવ્યા. આચાર્ય ભગવંત સંભ્રમથી ઊભા થઈ ગયા અને બોલ્યા, સ્વાગત છે. હે દુષ્કર—દુષ્કરકારક તમને કુશલ તો છે ને ? આ પ્રમાણે ગુરુભગવંતના મુખેથી સ્થૂલભદ્રની પોતાનાથી અધિક પ્રશંસા સાંભળી તે ત્રણે મુનિ દુભાયા. તેઓએ વિચાર્યું કે, જુઓ, આચાર્ય ભગવંતને મંત્રી પુત્ર પર કેવો રાગ છે ? ૦ સિંહગુફાવાસીમુનિનો ઇર્ષ્યાભાવ :–
૧૨૮
ત્યારપછી બીજું ચાતુર્માસ આવ્યુ. સિંહગુફામાં વર્ષાવાસ રહી ચૂકેલા મુનિના મનમાં ઇર્ષ્યાભાવ જાગ્યો. તેણે ગણિકાના ઘેર જવાનો અભિગ્રહ કરી, ગુરુ મહારાજ પાસે આજ્ઞા માંગી. આચાર્યએ ઉપયોગ મૂકર્યા. તેમને લાગ્યું કે, આ મુનિ પોતાની પ્રતિજ્ઞાનો પાર પામી શકશે નહીં. તેમણે તે મુનિને રોકવા પ્રયત્ન કર્યો. તો પણ તે મુનિએ ગુરુભગવંતની વાત સ્વીકારી નહીં, તે ગણિકાના ઘેર ગયા. જો કે ગુરુ ભગવંતને તે મને કહેલું જ હતું કે, હે ભદ્ર ! એ કામદેવની રાજધાની સમાન વેશ્યાના ઘરમાં ચાતુર્માસ કરવું અતિ દુષ્કર છે. એ અભિગ્રહ નિભાવવાને તો મેરુ જેવા અચલ સ્થૂલભદ્ર જ સમર્થ છે. માટે તું એ અભિગ્રહ ન કર. તો પણ તે ગણિકાના ઘેર ચોમાસું કરવા ગયા.
ત્યાં જઈને તેમણે વસતિ માંગી, ગણિકાએ વસતિ આપી. તેણી વિભુષિત કે અવિભૂષિત બંને સ્થિતિમાં સ્વાભાવિક ઉદાર—સુંદર શરીરવાળી હતી. તેણીએ ધર્મ શ્રવણ કર્યો. પણ મુનિ તેનામાં આસક્ત બની ગયા. મુનિએ ભોગ માટે પ્રાર્થના કરી. તે ગણિકા ભોગની ઇચ્છા કરતી ન હતી. તેથી (મુનિને પ્રતિબોધ કરવા) તેણીએ કહ્યું કે, જો તમે કંઈ આપો તો હું કામભોગ માટે તૈયાર થઉં. ત્યારે તે મુનિએ પૂછ્યું કે, હું તને શું આપું ? મારી પાસે તો કશું નથી. તેણીએ કહ્યું કે, કાં તો મને લાખ સોનૈયા આપો, નહીં તો પાછા ચાલ્યા જાઓ.
મુનિએ સાંભળેલું કે, નેપાળ દેશમાં શ્રાવક રાજા છે, તે જે પહેલા સાધુ જાય, તેને લક્ષ મૂલ્યવાળું રત્નકંબલ આપે છે. તે આ રત્નકંબલ પ્રાપ્ત કરવા નીકળ્યા. ત્યાં પહોંચ્યા. રાજાએ તેમને રત્નકંબલ આપ્યું. તે રત્નકંબલ લઈ મુનિ પાછા ફરતા હતા. માર્ગમાં કોઈ સ્થાને ચોરો રહેતા હતા. ત્યાં પક્ષી બોલવા લાગ્યું કે, લક્ષમૂલ્ય (વાળું રત્નકંબલ) આવે છે. તે ચોર સેનાપતિએ આ વાત જાણી, પરંતુ તેમણે તો સંયતસાધુને આવતા જોયા તે મુનિનો આગળ ચાલ્યા ગયા. ત્યારે તે પક્ષી ફરીથી બોલ્યું કે, લક્ષમૂલ્ય જઈ રહ્યું છે.
ત્યારે તે ચોર સેનાપતિએ તેની પાછળ જઈને જોયું. ત્યારે તે મુનિએ કહ્યું, મારી પાસે લક્ષમૂલ્યવાળું રત્નકંબલ છે, તે ગણિકા માટે લઈને જઈ રહ્યો છું. ત્યારે ચોર સેનાપતિએ તેમને છોડી દીધા. મુનિ ત્યાંથી આગળ ચાલ્યા, મહાકષ્ટે લાવેલ રત્નકંબલ તેણે ગણિકાને આપ્યું. તેણીએ પગ લુંછીને કંબલને ખાળમાં (કચરાના ઢગલામાં) ફેંકી દીધુ. ત્યારે તે મુનિએ તેણીને અટકાવતા કહ્યું, અરે સુંદરી ! મહામૂલ્યવાન રત્નકંબલને કાદવમાં ફેંકી તેનો કેમ વિનાશ કરે છે ?
ત્યારે ગણિકાએ કહ્યું, તમે આને માટે દુઃખી થાઓ છો, પણ આત્મા માટે કેમ દુ:ખી થતા નથી. આ રત્નકંબલથી અધિક મૂલ્યવાન્ તથા આલોક-પરલોકમાં સુખ