________________
શ્રમણ કથા
૧૩૧
મેરુની ઉપમા સમજવી. અર્થાત્ સરસવ જેટલું તું ભણ્યો છે અને મેરુ જેટલું ભણવાનું બાકી છે. પણ તે માટે તું વિષાદ કરીશ નહીં, કેમકે તું ભણ્યો, તેના કરતા ઓછા કાળમાં તું ભણી શકીશ.
જ્યારે ભદ્રબાહુસ્વામીનું મહાપ્રાણધ્યાન પૂર્ણ થયું. ત્યારે સ્થૂલભદ્ર નવ પૂર્વ સંપૂર્ણ અને બે વસ્તુ ન્યૂન એવું દશમું પૂર્વ ભણી ગયા હતા. ત્યારપછી તેઓ વિચરણ કરતા– કરતા પાટલિપત્ર પહોંચ્યા. તે વખતે સ્થૂલભદ્રમુનિની સાત બહેનો યક્ષા, યદિન્ના આદિએ દીક્ષા અંગીકાર કરેલી હતી. તે સાતે બહેન સાધ્વી આચાર્ય ભગવંત તથા ભાઈ મુનિને વંદન કરવા નીકળ્યા. ત્યારે આચાર્ય ભગવંતે બહારના ઉદ્યાનમાં મુકામ કરેલ.
યક્ષા વગેરે સાતે બહેન સાધ્વીઓએ આચાર્ય ભગવંતને વંદન કરીને પૂછયું કે, મોટા ભાઈમનિ ક્યાં છે? ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, તેઓ આ દેવકુલિકામાં અભ્યાસ કરી રહેલા છે. સ્થૂલભદ્ર મુનિએ પણ તે સર્વે શ્રમણીને આવતા જોયા. ત્યારે તેણે વિચાર્યું કે, હું મારી બહેન સાધ્વીઓને મારી દ્ધિ દેખાડું – એમ કરીને તેણે સિંહનું રૂપ વિકુવ્યું. તે જોઈને સાધ્વીઓ ત્યાંથી નાસવા લાગ્યા. પછી ગુરુ ભગવંતને જઈને કહ્યું, હે સ્વામી! સિંહ તેને ખાઈ ગયો લાગે છે. ભયભીત થયેલી. તેઓને આચાર્ય ભગવંતે કહ્યું, તે સિંહ નથી સ્થૂલભદ્ર જ છે. ફરી આવીને સાધ્વીઓએ સ્થૂલભદ્રરૂપ જ બેઠેલા એવા તેમને વંદન કર્યું. ક્ષેમ કુશળ પૂછયા. ૦ શ્રીયકની પ્રવજ્યા અને કાલધર્મનો વૃત્તાંત :
સ્થૂલભદ્રને વંદનાર્થે આવેલ યક્ષા આદિ સાતે બહેન સાધ્વીઓએ સ્થૂલભદ્રને વાત કરી કે, આપણા ભાઈ શ્રીયકે પણ દીક્ષા અંગીકાર કરેલી હતી. તે ભોજન ન કરવાને કારણે કાળધર્મ પામ્યા. (અહીં ગ્રંથોમાં અધિકાર કંઈક આ પ્રમાણે છે – પર્વ દિન આવ્યો એટલે બહેન સાધ્વીએ શ્રીયકમુનિને તપ માટે પ્રેરણા કરી. પછી પોરિસી પચ્ચકખાણ કરાવ્યું, એમ કરતા પુરિમડુ પચ્ચકખાણ કરાવ્યું, પછી એકલઠાણું એમ ક્રમશઃ પ્રેરણા કરતા-કરતા છેલ્લે ઉપવાસ કરાવ્યો. તે રાત્રિએ શ્રીયકમુનિએ કાળ કર્યો) તેથી યક્ષા સાધ્વીને ઘણો જ પશ્ચાતાપ થયો.
તેણીએ વિચાર્યું કે, અમને ઋષિ હત્યાનું પાપ લાગ્યું છે. તેથી તપ કર્યો. દેવતા પ્રભાવિત થયા. તેઓ મને (યક્ષા સાધ્વીને) મહાવિદેહમાં લઈ ગયા. ત્યાં તીર્થંકર ભગવંતને પૂછયું અને પ્રાયશ્ચિત્ત માંગ્યુ. ભગવંતે કહ્યું કે, તમારો આશય શુદ્ધ હતો અને શ્રીયમુનિ પણ દેવલોકે ગયા છે. માટે કોઈ પ્રાયશ્ચિત્ત નથી. પછી તીર્થકર ભગવંતે ભાવના અને વિમુક્તિ બે અધ્યયન (ચૂલિકા) આપી જે અહીં લાવી છું. આ પ્રમાણે કહી વંદન કરીને સાધ્વીઓ ગયા. ૦ સ્થૂલભદ્રની વાચના માટે અયોગ્યતા :
બીજા દિવસે સ્થૂલભદ્રમુનિ સૂત્ર ઉદ્દેશકાળે નવું સૂત્ર ભણવાને માટે આવ્યા. પણ ભદ્રબાહુસ્વામી સ્થૂલભદ્રએ કરેલા અપરાધથી દુભાયેલા હતા. તેથી સૂત્ર(વાચના)નો ઉદ્દેશો ન કર્યો. કારણ પૂછતા આચાર્ય ભગવંતે કહ્યું કે, તું અયોગ્ય–અપાત્ર છે. સ્થૂલભદ્રને પોતે ગઈકાલે કરેલો પ્રમાદ (અપરાધ) યાદ આવ્યો. ત્યારે તેણે કહ્યું કે, હે ભગવન્! મને ક્ષમા