________________
૧૨૪
આગમ કથાનુયોગ-૪
મિથ્યાત્વ (મિથ્યાદૃષ્ટિ) સમજી પ્રશંસા કરતો ન હતો. બ્રાહ્મણે તેની પત્નીને દાનાદિ વડે સાધી અને જ્યારે તેણીએ પૂછયું કે, તમારે શું કામ છે ? ત્યારે વરરચિએ કહ્યું કે, તારો પતિ મારા શ્લોકની પ્રશંસા કરતો નથી. ત્યારે તેણીએ કહ્યું કે, હું તેની પાસે પ્રશંસા કરાવડાવીશ, શકટાલમંત્રીએ તેને કહ્યું કે, હું મિથ્યાત્વની પ્રશંસા કઈ રીતે કરું ?
ત્યારપછી શકટાલ મંત્રીની પત્ની વારંવાર તેને પ્રેરણા કરવા લાગી. ત્યારે તેણીની વાત સ્વીકારીને શકટાલે એક વખત કહ્યું કે, આ સારા શ્લોક બોલ્યો. એટલે રાજાએ તેને ૧૦૮ સોનામહોર આપી. ત્યારપછી રોજેરોજ તેને રાજા ૧૦૮ સોનામહોરનું દાન આપવા લાગ્યો. ત્યારે શકટાલ મંત્રીને થયું કે, આ રીતે રાજભંડારના અર્થનો (દ્રવ્યનો) ક્ષય થતો જશે. તેથી તેણે નંદરાજાને કહ્યું, હે ભટ્ટારક ! તમે રોજ આને આટલું બધું દાન કેમ આપ્યા કરો છો ? ત્યારે રાજાએ તેને કહ્યું કે, તેં પ્રશંસા કરી એટલે હું આવું છું. શકટાલે કહ્યું કે, નવા શ્લોકોની રચના કરે તેને લોકો કાવ્ય કહે છે, તેથી મેં પ્રશંસા કરી હતી. રાજાએ કહ્યું તો શું આ શ્લોક નવા નથી ? મંત્રીએ કહ્યું કે, આ શ્લોકો તો મારી સર્વ પુત્રીઓ પણ બોલી જાણે છે, તો પછી અન્ય લોકો વિશે તો શું કહેવાનું?
હવે શકટાલ મંત્રીની સાત પુત્રીઓની એ વિશેષતા હતી કે, યક્ષા ફક્ત એક જ વખત સાંભળતા શ્રતને ગ્રહણ કરતી હતી, બીજી પુત્રી બે વખત સાંભળતા જ તે શ્રતને યાદ રાખી લેતી હતી, ત્રીજી પુત્રી ત્રણ વખત સાંભળતા યાદ રાખી લેતી, એ રીતે સાતમી પુત્રી સાત વખત સાંભળતા સર્વે શ્રત ગ્રહણ કરી લેતી હતી. શકટાલ મંત્રીએ કહ્યું કે, મારી સાતે પુત્રી આ શ્લોક જાણે છે, આપ પરીક્ષા કરી શકો છો. ત્યારે રાજાએ તે વાત સ્વીકારી.
ત્યારપછી ઉચિત સમયે જ્યારે વરરુચિ શ્લોક બોલવા માટે આવ્યો ત્યારે શકટાલે સાતે પુત્રીઓને પડદાની પાછળ બેસાડી રાખી. જ્યારે વરરુચિ શ્લોક બોલ્યો, ત્યારે શકટાલે રાજાને દાન આપતો અટકાવી દીધો. તે વખતે શકટાલ મંત્રીની પ્રથમ પુત્રી યક્ષા અખ્ખલિત ઉચ્ચારથી તે જ પ્રમાણે એ ૧૦૮ શ્લોક બોલી ગઈ, પછી યદિન્ના પણ એ જ પ્રમાણે બોલી ગઈ – યાવત્ – સાત પુત્રીઓ એ જ ૧૦૮ શ્લોક અખ્ખલિતપણે બોલી ગઈ. એટલે નંદ રાજાએ કોપાયમાન થઈ વરરુચિને ત્યાંથી કાઢી મૂકયો.
ત્યારપછી વરરચિએ ૧૦૮ સોના મહોરોને યંત્રપ્રયોગથી ગંગામાં સ્થાપિત કરી દીધી. પ્રભાતકાળે તે ગંગા કાંઠે જઈને સ્તુતિ કરવા લાગ્યો. પછી ગંગા પાસે સોનામહોરની માંગણી કરી, પગ વડે યંત્ર દબાવ્યું એટલે સોનામહોરની પોટલી બહાર આવી. લોકો આગળ ચમત્કારની વાત ફેલાવી કે, મેં ગંગાની સુંદર સ્તુતિ કરી એટલે તુષ્ટ થયેલી માતા અને સોનામહોરો આપે છે. કાલાન્તરે આ વાત નંદરાજાની જાણમાં આવી. તેણે શકટાલ મંત્રીને આ વાત કરી કે, ગંગા (નદી) વરરુચિને સોનામહોરો આપે છે. ત્યારે શકટાલ મંત્રીએ કહ્યું કે, જો હું ત્યાં જઉં ત્યારે જો ગંગા સોનામહોરો આપે તો હું માનું કે, ગંગા દાન આપે છે. આપણે કાલે સવારે ગંગાકિનારે જઈએ. રાજાએ તે વાત કબૂલ રાખી.
ત્યારપછી શકટાલ મંત્રીએ પોતાના વિશ્વાસુ પુરુષને સંધ્યાકાળે ગંગાનદીના કાંઠે