________________
આગમ કથાનુયોગ–૪
પણ ઘણાં સૈન્ય પરિવારવાળા નંદરાજાએ અલ્પ સૈન્યપરિવારવાળા ચાણક્યને ત્યાંથી નસાડી મૂક્યો. નંદરાજાએ તેનો વધ કરવા માટે તેની પાછળ ઘોડેસ્વારો મોકલ્યા. અવસરને જાણનાર ચાણક્ય ચંદ્રગુપ્તને મસ્તક ઢાંકવા માટે એક કમલપત્ર આપ્યું અને પદ્મ સરોવરમાં મોકલ્યો. તેને એવી રીતે સરોવરમાં સંતાડ્યો કે જેથી તેને અંદર કોઈ જાણી કે દેખી ન શકે. પોતે ફરતા–ફરતા સરોવર પર વસ્ત્ર ધોતા ધોબીને કહ્યું કે, ‘ભાગી છૂટ’ સૈન્ય આવે છે, એ રીતે દૂરથી સૈન્ય બતાવી તેને ભગાડીને પોતે શિલા પર વસ્ત્ર ધોવા લાગ્યો.
ન
૧૧૦
પ્રધાન અશ્વારૂઢ થયેલા એક ઘોડેશ્વારે માર્ગમાંથી નજીક આવીને ધોબીને પૂછયું કે, ચંદ્રગુપ્ત ક્યાં છે ? ત્યારે શકુન જાણીને ચાણક્ય કહ્યું કે, સરોવરની અંદર આ ચંદ્રગુપ્ત રહેલો છે. ચાણક્ય તો ક્યારનો પલાયન થઈ ગયો. તે ઘોડેસ્વારે તેને ઘોડો સોંપ્યો, તલવાર ભૂમિ પર મૂકી જેવો પાણીમાં પ્રવેશ કરવા કપડાં ઉતારે છે, તેટલામાં ચાણક્યે તલવારનો તેના મર્મ પ્રદેશે ઘા કરીને તેને મારી નાંખ્યો. પછી ચંદ્રગુપ્તને બહાર બોલાવી, તે જ ઘોડા પર આરૂઢ થઈને બંને નાસી છૂટ્યા. કેટલોક માર્ગ કાપ્યા પછી ચાણક્ય ચંદ્રગુપ્તને પૂછ્યું કે, જે વખતે વૈરી પુરુષને મેં તને બતાવ્યો, તે સમયે મારા માટે તને શો વિચાર આવ્યો. ત્યારે ચંદ્રગુપ્તે જવાબ આપ્યો કે, હે તાત ! ત્યારે મેં એમ વિચાર્યું કે, આર્ય પુરુષો જે કાર્ય કરે તે હિતનું જ કાર્ય કરે છે. તેથી ચાણક્યે જાણ્યું કે, આ મારા કરેલા કાર્યમાં વિશ્વાસ વાળો છે.
કોઈ વખતે ચંદ્રગુપ્ત ક્ષુધાતુર થયો. ત્યારે તેને ગામ બહાર બેસાડીને ચાણકય કોઈ ગામમાં તેના માટે ભોજન લેવા ગયો. તેને પોતાને ડર હતો કે, જો નંદના કોઈ માણસો મને ઓળખી જશે તો ? તેથી ગામમાં પ્રવેશ કરતા કોઈ બ્રાહ્મણને જોયેલ, તેનું બહાર નીકળી ગયેલ પેટ ફાડીને તેના પેટમાંથી તુરંતના ખવાયેલા દહીં—ભાતને કાઢી લઈને ચંદ્રગુપ્તને જમાડ્યો. ત્યારપછી તે બંને બીજા ગામમાં ગયા. પછી કોઈ વખતે ચાણક્ય રાત્રે ભિક્ષા માટે ભ્રમણ કરતાં કોઈ વૃદ્ધાને ઘેર પહોંચ્યો.
ત્યાં તે વૃદ્ધાએ પોતાના પુત્રોને રાબ પીરસી હતી. તેમાંના એક પુત્ર થાળના મધ્ય ભાગમાં હાથ નાંખ્યો. તે દાઝયો અને રૂદન કરવા લાગ્યો. ત્યારે તે વૃદ્ધાએ તેને ઠપકો આપતા કહ્યું કે, તું ચાણક્યની જેમ મૂર્ખ છે. ચાણક્યે તેને પૂછયું કે, ચાણક્યને મૂર્ખ કેમ કહો છો ? ત્યારે વૃદ્ધાએ કહ્યું કે, ચારે તરફની ઠરી ગયેલી રાબ પહેલાં ખાવાની હોય, વચલી રાબ તો ગરમ જ હોય તે આ બાળક જાણતો નથી. તે જ રીતે ચાણક્ય નંદ રાજાના રાજ્યના સીમાડાને જીતવાને બદલે સીધો રાજધાની પર ઘેરો ઘાલ્યો તો ક્યાંથી ફાવે ?
ત્યારપછી ચાણક્ય હિમવંત પર્વતની તળેટી પાસે ગયો. ત્યાં પર્વતક નામનો રાજા હતો. તેની સાથે મૈત્રી બાંધી, સમયે વાત કરી કે, પાટલી પુત્રમાં નંદરાજાને જિતીને સરખે ભાગે રાજ્ય વહેંચી લઈશું. ત્યારપછી પ્રયાણ શરૂ કર્યું. વચલા ગામો, નગરોને પોતાની આજ્ઞામાં લેતા ગયા. પણ એક સ્થળે એક નગર સ્વાધીન થઈ શકતું ન હતું. કોઈ ત્રિદંડીને પ્રવેશ કરાવી તપાસ આદરી. ત્યાં કેટલીક વસ્તુ જોવામાં આવી. ઇન્દ્રકુમારીની મૂર્તિઓ