________________
૧૦૮
આગમ કથાનુયોગ-૪
માર્ગ બરાબર દેખાતો નથી ? આડો-અવળો ચાલે છે.
ત્યારે પણ તે શિષ્યએ આ પ્રહારની વેદના સમ્યકતયા સહન કરી પછી કહ્યું કે, મિચ્છામિ દુક્કડમ્ હવે સમ્યક્ રીતે ચાલીશ. જ્યારે નિર્મળ પ્રભાત થયું, આવશ્યકની વેળા આવી ત્યારે ચંડરદ્રચાર્યએ તે શિષ્યના મસ્તક પરથી પડતું લોહી જોયું. તે વખતે અરેરે! મેં આ ઘણું અકાર્ય કર્યું. આ આજનો દીક્ષિત છે, છતાં કેવો ઉપશમભાવ છે, હું મંદભાગ્ય છું કે, લાંબાકાળના સંયમ પછી પણ મને ક્રોધ રહે છે. એમ વિચારી સંવેગ ભાવથી શિષ્યને ખમાવ્યો. ત્યારે વૈરાગ્યભાવને પ્રાપ્ત કરેલા એવા તે ચંડરુદ્રાચાર્યને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
તેમના શિષ્યને પણ તે કાળે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેના સકલ સમીહિત પૂર્ણ થયા. આ રીતે મન, વચન, કાયગતિ વડે ગુરુના ચિત્તને અનુરૂપ પ્રવૃત્તિ કરવી જોઈએ.
૦ આવશ્યકમાં આ દૃષ્ટાંત કાયદંડના સંદર્ભમાં આપેલું છે. જ્યારે આ દૃષ્ટાંત ઉત્તરાધ્યયનમાં ઔપચારિક વિનય માટે આપેલું છે. બૃહત્કલ્પમાં આ દૃષ્ટાંત લોકોત્તર પુરુષ (કઠોર) વચનના સંદર્ભમાં નોંધાયેલ છે.
(અલબત્ત આગમેતર ગ્રંથમાં આ કથા થોડી જુદી રીતે વર્ણવાયેલ છે, તેમાં તો શિષ્યને પહેલા કેવળજ્ઞાન થયું – પછી તેના નિમિત્તે ચંડરુદ્રાચાર્ય કેવળી થયા તેમ જણાવે છે.)
૦ આગમ સંદર્ભઃબુહ.ભા. ૬૧૦૨ થી ૬૧૦૪;
આવ..ર-પૃ. ૭૭; આવા મૂ. ૨૦ની વૃ;
ઉત્તમૂ ૧૩ની વ.
ઉત્ત.ચૂ. ૩૧;
૦ ચાણક્ય કથા :
ગોલ ક્ષેત્રમાં ચણક નામે ગામ હતું, ત્યાં ચણક નામનો બ્રાહ્મણ હતો. તે શ્રાવક હતો. તેના ઘેર સાધુઓ રહ્યા હતા. તેને ત્યાં એક પુત્રનો જન્મ થયો. ત્યારે તેને જન્મતાની સાથે જ દાંત હતા. ત્યારે ચણકે સાધુઓના પગે પડીને કહ્યું કે, આને જન્મતાં જ દાંત છે તો તેનું ભાવિ શું ? તે કહો. ત્યારે સાધુઓએ તેના અતિ આગ્રહને વશ થઈને કહ્યું કે, આ બાળક રાજા થશે. ત્યારે ચણકે વિચાર્યું કે, જો આ રાજા થશે તો દુર્ગતિમાં જશે, તેથી તેણે તે બાળકના દાંત ઘસી નાંખ્યા.
ત્યારે ફરી પણ આચાર્યએ કહ્યું કે, તું આ શું કરે છે ? તે દાંત ઘસી નાંખ્યા તો પણ તે રાજા જેવો થશે અર્થાત્ રાજા ન હોવા છતાં તે રાજાની જેમ જ રહેશે. બાલ્યભાવનો ત્યાગ કરી ચાણક્ય ચૌદ વિદ્યાનો પારગામી બન્યો, ત્યારે ચણકશ્રાવક ઘણો જ સંતોષ પામ્યો. તેના માટે એક બ્રાહ્મણ કુળની કન્યા લાવીને તેને પરણાવી. કોઈ વખતે કોઈ કૌતુકને કારણે અથવા બીજા મતે ભાઈના લગ્નપ્રસંગે તેની પત્ની માતૃગૃહે– પિયર ગઈ. તેણીની બહેનના વિવાહ કોઈ અતિ ધનાઢ્ય વ્યક્તિ સાથે થયા. તે બહેન અલંકૃત–વિભૂષિત થઈને આવી.
ત્યારે સર્વે પરિજન વર્ગ તે બહેનની સાથે જ આલાપ–સંલાપ કરતો હતો. ત્યારે ચાણક્યની પત્ની એકાંતમાં એકલી બેઠી હતી. ત્યારે તે ઘણો જ કલેશ પામી, ઘેર પાછી