________________
શ્રમણ કથા
૧૧૩
ભોજનમાં ઝેર છે, તેનો પરમાર્થ ન જાણનાર રાજાએ રાણીને અતિ પ્રેમથી એક કોળિયો આપ્યો. જેવો રાણીએ કોળિયો ખાધો કે તેણીએ ભાન ગુમાવ્યું. આ વાતની ચાણક્યને ખબર પડી.
ત્યારે ચાણક્ય ઉતાવળે પગલે ત્યાં આવી પહોંચ્યો. તેણે વિચાર્યું કે આને વમન કરાવવું યોગ્ય નથી. કારણ કે તેણી ગર્ભવતી છે. તેથી સાવધાન બની, યોગ્ય રીતે પોતે જ શસ્ત્ર ગ્રહણ કરીને તેણીનું પેટ ચીરીને ગર્ભને પોતાના હાથેથી સાચવીને બહાર કાઢી લીધો. પછી જૂના ઘીથી પૂર્ણ રૂવાળા ભાજનમાં સ્થાપન કર્યો. તે બાળકના મસ્તક પર ખોરાકના ઝેરનું ટપકું લાગી ગયેલ હોવાથી તેનું બિંદુસાર એવું નામ પાડ્યું. કાળે કરીને ચંદ્રગુપ્ત મૃત્યુ પામ્યો. ત્યારપછી બિંદુસાર રાજા થયો.
પૂર્વે ઉત્થાપન કરાયેલ રાજા નંદના મંત્રી સુબંધુએ બિંદુસાર રાજાના કાન ભંભેર્યા કે, હે દેવ! આપને એક સત્ય હકીકત જણાવું છું કે, આ ચાણક્ય મંત્રીએ આપની માતાનું ઉદર ચીરીને તેને મરણ પમાડી છે, તો આનાથી મોટો બીજો કયો વૈરી હોઈ શકે? ત્યારે કોપાયમાન થયેલા રાજાએ ધાવમાતાને પૂછયું, ત્યારે તેણીએ પણ તેમજ કહ્યું, પરંતુ સત્ય હકીકત જણાવી નહીં. તેથી જ્યારે ચાણક્ય મંત્રી સભામાં આવ્યો ત્યારે રાજાએ તેને દેખતાં જ ભ્રકુટી ચઢાવી, ક્રોધિત બની મુખ ફેરવી લીધું. તેને કારણે બાકી બધાં પણ ચાણક્ય પ્રત્યે વિપરીત મુખવાળા થયા.
- ત્યારપછી ચાણકયએ પોતાના ઘેર આવીને સર્વ સારભૂત સંપત્તિ પોતાના સ્વજનાદિકને આપીને વિચાર્યું કે, નક્કી કોઈ દુર્જને રાજાના કાન ભંભેર્યા લાગે છે. માટે હવે કંઈક એવો ઉપાય કરું કે, આ વૈરી સંદા દુઃખમાં જ પોતાનું જીવન પસાર કરે. ત્યારપછી પ્રવર ગંધવાળા મનોહર પદાર્થોની મેળવણીથી ખૂબ જ સુગંધી એવું ચૂર્ણ તૈયાર કર્યું. એક સુશોભિત ડાબલામાં ભર્યું. તેમાં એક ભોજપત્ર લખીને મૂક્યું – “ આ ઉત્તમ સુગંધ સૂંઘીને જેઓ ઇન્દ્રિયોને અનુકૂળ વિષયોનું સેવન કરશે તે યમરાજાને ત્યાં પ્રયાણ કરશે.” ત્યારપછી તે ભોજપત્ર અને ચૂર્ણવાળા દાબળાને એક મોટા પટારામાં મૂકીને ઘણાં ખીલાથી મજબૂત કરી એક ઓરડામાં મૂકી, દ્વાર બંધ કરી ઉપર મજબૂત તાળું લગાવ્યું.
ત્યારપછી સમગ્ર સ્વજનોને ખમાવીને, તેમને જિનોક્ત ધર્મમાં જોડીને ગામ બહાર જઈ, અરણ્યમાં કોઈ ગોકુળ સ્થાનમાં પાદપોપગમ અનશન સહ ઇંગિની મરણ અંગીકાર કર્યું. કાયોત્સર્ગે રહ્યા. ધાવમાતાને જ્યારે સુબંધુ મંત્રીનું કપટ જાણવામાં આવ્યું ત્યારે તેણે બિંદુસાર રાજાને સમગ્ર વૃત્તાંત પહેલેથી જણાવીને કહ્યું કે, તેનો પરાભવ કેમ કર્યો? ચાણક્ય મંત્રીને લીધે તો તું જીવિત છે. તે સાંભળીને મહા સંતાપ પામેલો બિંદુસાર રાજા સર્વવિભૂતિ સહિત એકદમ ચાણક્ય પાસે પહોંચ્યો. ત્યારે બકરીની સૂકાયેલી લીડીઓ પર બેઠેલા સંગ વગરના મહાત્માને સરંભનો ત્યાગ કરીને ઇંગિનીમરણ સ્વીકારીને બેઠેલા જોયા.
ત્યારે સદરથી વારંવાર ખમાવીને કહ્યું કે, નગરમાં પાછા ચાલો. રાજ્યની ચિંતા કરો. ત્યારે ચાણક્ય મહાત્માએ કહ્યું કે, મેં તો જીવનપર્યત માટે ભોજન-પાનનો ત્યાગ કર્યો છે. સંસારના સમગ્ર સંગનો મેં ત્યાગ કર્યો છે પણ સબંધના કાવત્રા સંબંધી કોઈ જ