________________
૧૧૪
આગમ કથાનુયોગ-૪
વાત ન કરી.
ત્યારપછી સુબંધુ મંત્રીએ બે હાથ જોડી રાજાને વિનંતી કરી કે, હે દેવ ! જો આપ મને આજ્ઞા કરો તો અનશન વ્રતવાળા મંત્રીની હું ભક્તિ કરું. જેવા રાજા પોતાને સ્થાને ગયા કે તુરંત સુબંધુએ અનુકૂળ પૂજાના બહાને ત્યાં છાણા સળગાવી બીજા મતે અંગારો ચાંપી બકરીની લીંડીઓ ઉપર જાણી જોઈને નાંખ્યો. મનમાં શુદ્ધ લેગ્યામાં વર્તતા એવા ચાણક્યષિની નજીક સળગતો કરિષાગ્નિ પહોંચ્યો. શરીર બળવા લાગ્યું. આવા ઉપસર્ગના સમયે ચાણક્ય ધર્મધ્યાનમાં સજ્જડ એકાગ્ર ચિત્તવાળા બન્યા. પોતાના
ધ્યાનથી લગાર પણ ચલાયમાન ન થયા. સમાધિપૂર્ણ ચિત્તવાળા રહીને તે મૃત્યભાવને પામ્યા. મહર્તિક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા.
ભક્ત પરિજ્ઞા મુજબ- પાદપોપગત અનશન સ્વીકારેલા શ્રી ચાણક્યને સુબંધુ મંત્રી વડે છાણાઓ સાથે સળગાવી દીધા ત્યારે બળતા એવા તેમણે ઉત્તમાર્થની સાધના કરી.
ત્યારે તેના મરણથી આનંદિત થયેલો સુબંધુ મંત્રી રાજાને પ્રાર્થના કરીને ચાણક્યના મહેલે ગયો. ત્યાં ગંધની મહેંક આવી. દ્વારા તોડાવ્યું, ત્યાં મજબૂત ખીલા જડેલી પેટી જોઈ. પેટી બહાર કઢાવી – ખોલી, સુગંધી ચૂર્ણ જોઈને તે વાસવ્ય સુંધ્યું. તેમાં ભોજપત્ર નીકળ્યું. તે વાંચીને તેનો અર્થ સારી રીતે જાણ્યો. ખાતરી કરવા બીજા પુરુષને સુંઘાડી તેને વિષયનો ભોગવટો કરાવ્યો. તે મનુષ્ય તુરંત મૃત્યુ પામ્યો. વિશેષ ખાતરી કરી. પછી તે અતિશય દુઃખમાં ગર્વ થઈને ગમે તેટલી ઇચ્છા છતાં ઉત્તમ મુનિની માફક પોતાનું જીવન પસાર કરવા લાગ્યો.
૦ આગમ સંદર્ભ :આયા.ચૂ.. ૪૯; આયામૂ ૬૩ની વૃ
ભત ૧૬૨; સંથા. ૭૦, ૭૩ થી ૭૫ + ,
મર. ૪૭૯; નિસી.ભા. ૬૧૬, ૨૧૫૪, ૪૪૬૮ થી ૪૪૭૦, ૫૧૩૮, ૫૧૩૯, ૫૭૪૫ની ચૂં બુહ.ભા૨૯૨ થી ૨૯૪ + : વવભા. ૪૪૧૭ + આવનિ ૫૦ + 4 આવ રૃ.૧–પૃ. ૬૦, ૭૮, ૫૬૩ થી પ૬૬; ૨–૨૮૧; પિંડ.નિ. ૫૩૮ થી ૫૪૧ + ;
દસ યૂ૫ ૮૧, ૧૦૩;
૦ ચિલાત-૨–કથા :
મૂલગુણ પ્રત્યાખ્યાનના વિષયમાં આવશ્યક નિર્યુક્તિકારે આપેલ આ દૃષ્ટાંત છે–
સાકેત નગરે શત્રુંજય નામનો રાજા હતો. ત્યાં જિનદેવ નામે શ્રાવક હતો. તે દિગ્યાત્રાએ નીકળ્યો. કોટવર્ષ—ચિલાત નગરે પહોંચ્યો. ત્યાંના લોકો મ્લેચ્છ હતા. ત્યાં ચિલાત નામનો રાજા હતો. તે રાજાને તેણે ચિત્ર-વિચિત્ર રત્નો, વસ્ત્રો, મણીઓ આદિ ભેટમાં આપ્યા કે જે તે પ્લેચ્છ રાજ્યમાં ન હતા. ત્યારે ચિલાત રાજાએ તેને પૂછયું – અહો આ સુરૂપ એવા રત્નો છે, તે ક્યાંના છે ? ત્યારે તેણે કહ્યું કે, તે અમારા રાજ્યના છે. ત્યારે તે ચિલાત રાજાએ કહ્યું કે, હું પણ તમારા રાજ્યમાં આ રત્નોને જોવા આવું છું. પણ પછી તેણે કહ્યું કે, હું ત્યાંના રાજાથી ડરું છું.
ત્યારે જિનદેવ શ્રાવકે કહ્યું કે, તમે લેશમાત્ર ડરશો નહીં. ત્યારપછી તેને જિતશત્રુ