________________
શ્રમણ કથા
૧૧૦
પ્રત્યુત્તરમાં તેમની પત્નીઓએ પણ એક–એક દષ્ટાંત-કથા કહી એ રીતે છેલ્લે જંબુકમારે છેલ્લે બધી પત્નીઓને બોધ પમાડી, વૈરાગ્ય વાસિત કરી)
રાત્રિએ જ્યારે જંબૂકુમારે પોતાની સ્ત્રીઓને પ્રતિબોધ કરી, ત્યારે ૪૯ ચોરોથી પરિવરેલો પ્રભવ નામનો ચોર ચોરી કરવા આવેલો હતો. તે પણ જંબૂકુમારની વૈરાગ્યમય વાણીથી પ્રતિબોધ પામ્યો. બધાં ચોરો પણ બોધ પામ્યા. સવારે આ ૫૦૦ ચોર, પોતાની આઠ સ્ત્રીઓ, આઠે સ્ત્રીઓના માતા-પિતા અને પોતાના માતાપિતા સહિત પોતે, એમ પર૭ વ્યક્તિએ નવ્વાણું કરોડ સોનૈયા ત્યજી દઈને સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી.
પછી અનુક્રમે જંબૂસ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. જંબૂસ્વામી ૧૬ વર્ષ ગૃહસ્થપણામાં, ૨૦ વર્ષ છદ્મસ્થપણામાં, ૪૪ વર્ષ કેવલિપણામાં રહ્યા. એ રીતે કુલ ૮૦ વર્ષનું આયુ ભોગવી, પ્રભવસ્વામીને પોતાની પાટે સ્થાપી મોક્ષે ગયા. ભગવંત મહાવીરના નિર્વાણ પછી ૬૪ વર્ષે જંબુસ્વામી મોક્ષે ગયા. તેમના મોક્ષે ગયા પછી દશ વસ્તુઓ વિચ્છેદ પામી–
(૧) પરમાવધિ, (૨) પુલાક લબ્ધિ, (૩) મન:પર્યવજ્ઞાન, (૪) આહારકશરીરલબ્ધિ, (પ) ક્ષપકશ્રેણિ, (૬) ઉપશમશ્રેણિ, (૭) જિનકલ્પ, (૮) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સંપરાય ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર એ ત્રણ પ્રકારના ચારિત્ર, (૯) કેવળજ્ઞાન અને (૧૦) મોક્ષ માર્ગ
જંબૂસ્વામીના મોક્ષે ગયા પછી જંબૂદ્વીપના આ ભરતક્ષેત્રમાં આ ચોવીશીનો મોક્ષ માર્ગ બંધ થયો – કલ્પસૂત્ર વિનયવિજયજી કૃત્ વૃત્તિ ૦ જંબુસ્વામીનો સંક્ષિપ્ત પરિચય – આગમ સંદર્ભે :
ભગવંત મહાવીરના પાંચમાં ગણધર શ્રી સુધર્માસ્વામીના પટ્ટધર જંબૂસ્વામી થયા. તેઓ કાશ્યપ ગોત્રના હતા. આ અવસર્પિણીમાં આ ભરતક્ષેત્રમાં મોક્ષે જનારા છેલ્લા શ્રમણ હતા. તેમના પટ્ટધર શિષ્ય આર્ય પ્રભવ નામે હતા.
તેમનો નામોલ્લેખ અનેક સ્થાને થયેલો છે. (અહીં તો માત્ર તેમના અમુક સંદર્ભો જ ઉલ્લેખિત કર્યા છે.)
ઘણાં સ્થાને જંબુસ્વામીનો ઉલ્લેખ પ્રશ્નકર્તારૂપે છે, તેઓ સુધર્માસ્વામીને પ્રશ્નો કરે છે, સુધર્માસ્વામી તેમનો પ્રત્યુત્તર આપે છે. ઘણે સ્થાને મૂળ આગમમાં કોઈ ઉલ્લેખ નથી પણ વૃત્તિકાર આદિ મહર્ષિએ “સુધર્માસ્વામીએ જંબુસ્વામીને આમ કહ્યું, હે જંબૂ !” એમ કહીને તેમની ઓળખ રજૂ કરી છે.
૦ આગમ સંદર્ભ :આયામ્ ૧ની વૃ સૂયમૂ. ૨૭ની છે
ઠા.મૂળની વૃક સમ મૂ. ૩૮૩ની વૃ, ભગમૂ.પ-ની છે
નાયા ૫,૨૨૦; ઉવા.૨;
પા . ૧; વિવા. ૧;
નિર. ૩; નિસી.ભા. ૨૧૫૪ની ચૂ વવ.ભા. ૪૫૨૪ + બૂક દસ.પૂ. ૬; દસમૂલ–વૃક
ઉત્તમૂ. ૧૧૧રની વૃ; નંદી. ૨૩; કલ્પ. (સ્થવિરાવલિ)
તિલ્યો. ૬૯૮; –– » –– ૪ –