________________
૧૧૮
આગમ કથાનુયોગ-૪
૦ જગાણંદ કથા -
એક અણગાર (મુનિ) હતા, ઘણાં શુભગુણોના ધારક હતા. મતિ આદિ ચાર જ્ઞાનથી યુક્ત હતા. ઘણાં શિષ્યગણોથી પરિવરેલા હતા. દેવેન્દ્ર અને નરેન્દ્ર જેના ચરણરૂપી કમળમાં નમન કરતા હતા. સુગૃહિત નામવાળા હતા. મહાયશવાળા હતા. તેમને જોઈને સુજ્ઞશીવ અને સુજ્ઞશ્રીને વિશુદ્ધિ કરવાની ભાવના પ્રગટેલી. (આ કથા સુષઢ કથા અંતર્ગતું સુજ્ઞશીવ અને સુજ્ઞશ્રીની કથામાં આવે છે.)
૦ આગમ સંદર્ભ :મહાનિ ૧૫૧૬;
– x – ૪ –– ૦ જવમુનિ કથા :
ઉજૈની નામે એક નગરી હતી. ત્યાં અનિલ રાજાનો પુત્ર જવ (યવ) નામે રાજા હતો, તેને ગર્દભ નામે યુવરાજ હતો. જવરાજાની પુત્રી અને યુવરાજ ગર્દભની બહેન અડોલિકા હતી. તે ઘણી જ રૂપવતી હતી, તે ગર્દભયુવરાજને દીર્ધપૃષ્ઠ નામે અમાત્ય (મંત્રી) હતો. તે યુવરાજ બહેન અડોલિકાના સ્વરૂપવાનુપણાને જોઈ–જોઈને તેની અભિલાષા કરતો દૂબળો થતો જતો હતો. ત્યારે દીર્ઘપૃષ્ઠ મંત્રીએ તેને પૂછયું કે, દુબળા કેમ થતા જાય છે ? તો પણ યુવરાજે જવાબ ન આપ્યો ત્યારે મંત્રીએ અતિ આગ્રહપૂર્વક પૂછગ્યા કર્યું. ત્યારે યુવરાજે સાચું કારણ જણાવ્યું.
ત્યારે દીર્ઘપૃષ્ઠ મંત્રીએ તેને સલાહ આપી કે, જો સાગારિક બનાવીશ – ઘરમાં સ્થાપન કરીશ, તો જ તારું કાર્ય સિદ્ધ થશે. તું તેણીને ભોંયરામાં ગોપવીને રાખ, ત્યારપછી તું સુખેથી તેની સાથે ભોગ ભોગવ. લોકો તો માનશે કે તેણી ક્યાંક વિનષ્ટ થઈ છે (ખોવાઈ ગયેલી છે). ત્યારે ગર્દભે પણ તે વાત સ્વીકારી.
કોઈ વખતે જવ રાજાને આ હકીકતની ખબર પડી ગઈ, તે આ ભાઈ–બહેનનું (પોતાના પુત્ર-પુત્રીનું) આવું અકાર્ય જાણીને નિર્વેદ પામ્યા, સંસારમાંથી તેનું મન ઉઠી ગયું. તેઓ પ્રવ્રજિત થયા.
ત્યારપછી ગર્દભ રાજા થયો. તે જવમુનિને ભણવું ગમતું ન હતું. તે પુત્રના સ્નેહથી વારંવાર ઉજૈની જતા હતા. કોઈ વખતે ઉજ્જૈનીની નજીક જવના ખેતરમાં તે જવમુનિ વિશ્રામ લઈ રહ્યા હતા. તે જવના ખેતરનું એક ક્ષેત્રપાલક રક્ષણ કરતા હતા. આ તરફ કોઈ ગધેડો (ગર્દભ) તે જવાના ખેતરમાં ચરવા ઇચ્છતો હતો, ત્યારે તે ક્ષેત્રપાલકે તે ગધેડાને ઉદ્દેશીને આ પ્રમાણે (શ્લોકમાં) કહ્યું–
હે ગર્દભ (ગધેડા) તું આગળ આવે છે, તું પાછળ જાય છે, તું મને પણ જુએ છે અર્થાત્ મારા અભિપ્રાયને પણ જાણે છે, પણ મને તારું લક્ષ્ય શું છે? તે ખબર છે, હે ગર્દભ ! તું જવની ઇચ્છા કરે છે અર્થાત્ ગધેડો જવને ખાવા ઇચ્છે છે. (પછી જવમુનિની અપેક્ષાએ રાજા ગર્દભ જવને મારવાને ઇચ્છે છે.)
જવના ખેતરના રક્ષકે બોલેલ આ શ્લોક તે જવમુનિએ યાદ રાખી લીધો. ત્યારપછી કેટલાક બાળકો અડોલિકા (રમવાનું એક સાધન) વડે રમી રહ્યા હતા. રમતા–