________________
૧૧૬
૦ આગમ સંદર્ભ :ભગ. ૪૭૧ની વૃ;
૦ જંઘાપરિજિત સાધુ કથા ઃ
૦ જંબૂ (સ્વામી) કથા ઃ
આ.નિ. ૧૨૮૨ +
- X — * —
101
ચંદ્રાનના નામની નગરી હતી. તેમાં ધનદત્ત નામે સાર્થવાહ હતો, તેને ચંદ્રમુખી નામે પત્ની હતી. કોઈ વખતે તે બંનેને પરસ્પર કલહ થયો. તેથી તે નગરીમાં વસનાર કોઈ શ્રેષ્ઠીની પુત્રી ધનદત્તને પરણવા માટે માંગણી કરી, આ વૃત્તાંત ચંદ્રમુખીએ જાણ્યો. તેથી તેણીને ઘણો જ કલેશ થયો. આ વખતે જંઘાપરિજિત નામના સાધુ આહારાર્થે પધાર્યા. તેણે કલેશ પામતી ચંદ્રમુખીને જોઈ.
તે જોઈને પૂછયું કે, હે ભદ્રે ! તું કલેશ પામેલી કેમ દેખાય છે ? ત્યારે તેણીએ સપત્નીનો વૃત્તાંત કહ્યો. તે સાંભળી સાધુએ તેણીને ઔષધ આપ્યું અને કહ્યું કે, આ ઔષધ કોઈપણ પ્રકારે તેણીને ભોજન કે પાણીમાં આપવું. જેનાથી તે ભિન્ન યોનિવાળી થશે. પછી તે વાત તું તારા પતિને જણાવજે, તેથી તે તેણીને પરણશે નહીં. ચંદ્રમુખીએ જંઘાપરિજિતમુનિના કહેવા પ્રમાણે કર્યું, તેથી ધનદત્ત તેણીને પરણ્યો નહીં.
અહીં જંઘાપરિજિત મુનિએ યોગથી (ઔષધી) જે યોનિ ઉદ્ઘાટન કર્યું. આ વાત જો પેલી સ્ત્રીએ જાણી હોત તો તેણીને સાધુ પર ઘણો જ દ્વેષ થાત અને પ્રવચનનો ઉડ્ડાણ્ડ થાત માટે સાધુએ આવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં.
૦ આગમ સંદર્ભ :
પિંડ.નિ. ૫૪૯ + ;
-
આગમ કથાનુયોગ–૪
- X = x =
આવ.ચૂ.૨૫ ૧૫૫;
- સર્વ પ્રથમ કલ્પસૂત્ર–વૃત્તિ મુજબની કથા અહીં રજૂ કરેલ છે.
રાજગૃહ નગરમાં ઋષભદત્ત શેઠની ધારિણી નામે સ્ત્રીની કુક્ષિમાં પાંચમાં દેવલોકથી ચ્યવીને જંબૂકુમારનો જન્મ થયો. (આગમેતર ગ્રંથોમાં જંબૂકુમારના પૂર્વભવો આવે છે. તે મુજબ ભવદેવ નામે ભવ ત્યાંથી સૌધર્મ દેવલોક – ત્યાંથી શીવકુમારનો ભવ
ત્યાંથી પાંચમો
દેવલોક
ત્યાંથી જંબૂકુમાર રૂપે જન્મ આ કથા આગમશાસ્ત્ર સિવાયના ગ્રંથોથી જાણી શકાય.) કોઈ વખતે સુધર્માસ્વામી વિચરતા તે નગરમાં પધાર્યા. તેમની દેશનાથી પ્રતિબોધ પામેલા જંબૂકુમારે શીલવ્રત અને સમ્યક્ત્વ અંગીકાર કર્યું. જંબૂકુમારે આ હકીકત માતા–પિતાને જણાવી. છતાં તેમણે દૃઢ આગ્રહ કરી જંબુકુમારને એકી સાથે આઠ કન્યાઓ સાથે પરણાવ્યા. રાત્રિએ શયનગૃહમાં તે આઠે સ્ત્રીઓએ સ્નેહ વિલાસયુક્ત વાણીથી જંબૂકુમારને મોહિત કરવા ઘણાં પ્રયત્ન કર્યા. છતાં વૈરાગ્યમય જંબુકુમાર મોહિત ન થયા.
જંબુકુમારે રાત્રિમાં તે આઠે સ્ત્રીઓને સંસારની અસારતા જણાવી, વૈરાગ્યમય કરી પ્રતિબોધ પમાડી. (આ વિષયમાં આગમેતર ગ્રંથમાં અહીં જંબૂકુમાર અને આઠે પત્નીઓ વચ્ચે પરસ્પર સંવાદ છે, જેમાં જંબૂકુમારે તેની પત્નીઓને પ્રતિબોધ કરવા એકએક દૃષ્ટાંતકથા કહી ઉપનય જણાવ્યો.