________________
શ્રમણ કથા
રમતા તે બાળકની અડોલિકા ખોવાઈ ગઈ અને તે એક બિલ–ગુફામાં જઈને પડી. પછી તે બાળકો અહીંતહીં તે અડોલિકાને શોધવા લાગ્યા, પણ તેને તે અડોલિકા ક્યાંય દેખાતી ન હતી. ત્યારપછી કોઈ એક બાળકે તે બિલ–ખાઈને જોઈ, ત્યારે તેને વિચાર આવ્યો કે, આ અડોલિકા ક્યાંય જડતી નથી. નક્કી તે આ બિલ-ખાડામાં પડી હોવી જોઈએ. ત્યારે તે બાળક બોલ્યો કે–
અહીં ગયોતહીં ગયો, શોધવા છતાંયે ક્યાંય દેખાતી નથી, પણ હું જાણું છું કે - તે “અગડ' અર્થાત્ ભૂમિગૃહમાં – બિલમાં પડેલી છે. તેણે આ શ્લોક પણ યાદ રાખી લીધો. ત્યારપછી તે જવ સાધુએ ઉજૈનીમાં પ્રવેશ કર્યો. ત્યાં કોઈ કુંભકાર શાળામાં તેણે પ્રવેશ કર્યો.
તે દીર્ઘપૃષ્ઠ અમાત્ય જવ સાધુ વડે રાજાપણે હતા ત્યારે વિરાધિત કરાયેલો હતો. તેથી અમાત્ય વિચારવા લાગ્યો કે – હું કઈ રીતે આનું વેર વાળું ? એમ વિચારીને ગભરાજાને કહ્યું કે, આ જવમુનિ સાધુપણાના પરીષહ વડે પરાજિત થઈને પાછા આવેલ છે તે રાજ્યને પાછું મેળવવા માંગે છે. જો તમને પ્રતિતી ન થતી હોય તો જાતે જઈને તેમના ઉપાશ્રયે જઈને આયુધો જોઈ આવો, તે અમાત્યે પૂર્વે જ ત્યાં જઈને તે આયુધોને તે ઉપાશ્રયે રખાવી દીધા હતા.
ત્યારપછી ગર્દભ રાજાએ જઈને જોયું તો તેને આયુધો-શાસ્ત્રો જોવા મળ્યા. તેને પ્રતિતી થઈ કે દીર્ધપૃષ્ઠ મંત્રી સાચું કહે છે તે સમયે તે ઉપાશ્રયમાં એક ઉંદર ભયથી થોડો-થોડો સરકતો જતો હતો. ત્યારે તે કુંભાર બોલ્યો –- હે સુકુમાર ! હે ભદ્રાકૃત ! રાત્રિના ભટકવાના સ્વભાવવાળા ! તને મારા નિમિત્તે કોઈ ભય નથી પણ તને દીર્ઘપૃષ્ઠ અર્થાત્ સર્પથી ભય છે તે જવરાજર્ષિએ આ શ્લોક પણ યાદ રાખી લીધો.
ત્યારપછી તે ગર્દભ રાજાએ તેના પિતા–જવરાજર્ષિને મારવા માટે એક રથ તૈયાર કરાવ્યો. જો પ્રકાશમાં – દિવસમાં જઈશ તો નકામી ઉઠ્ઠાણા થશે, તેમ વિચારીને તે રાજા અમાત્ય સાથે રાત્રિના કઠોર શાલ લઈને એકલો ત્યાં જઈને રહ્યો. ત્યારે જવરાજર્ષિએ પહેલો શ્લોક ભણ્યો.
(હે રાજા !) હે સુકુમાલ ! હે ભદ્રાકૃત્! રાત્રિના પર્યટનના સ્વભાવવાળા ! તને મારા તરફથી કોઈ ભય નથી, તને દીર્ધપૃષ્ઠ (અમાત્ય) તરફથી ભય છે. ત્યારે ગર્દભરાજાએ વિચાર્યું કે, આ અમાત્ય મને મારવાની ઇચ્છા રાખે છે. (ખરેખર !) મારા પિતા તો રાજા જ હતા, તે રાજ્ય ભોગવી તૃણવત્ ગણી લીલા માત્રમાં રાજ્યનો પરિત્યાગ કરી સાધુ થયા છે, તો પછી તે રાજ્યની ઇચ્છા કઈ રીતે કરે ? આ અમાત્ય જ મને મારી નાંખવા માટે કપટ રચના પ્રપંચસહ પ્રયત્ન કરી રહેલ છે ત્યારે ગર્દભરાજાએ દીર્ધપૃષ્ઠ અમાત્યનું મસ્તક છેદી નાંખ્ય, તેનો ઘાત કરીને પછી જ્યરાજર્ષિ પાસે જઈને બધી જ વાત કરીને સાધુની ક્ષમાયાચના કરી.
ત્યારે તે રાજર્ષિ વિચારવા લાગ્યા કે, જે મનુષ્ય આવા જેમ-તેમ બોલાયેલા શ્લોકને ભણીને પણ તેના જ્ઞાન વડે જીવિતની પરિરક્ષા કરી શકે છે. (તો વ્યવસ્થિત શિક્ષા–અધ્યયન થકી કેટલું કલ્યાણ થઈ શકે ?) ખરેખર ! તે સ્થવિર ભગવંતે મને