________________
શ્રમણ કથા
૧૦૯
આવી ગઈ. તેણી શોકમગ્ન થઈ ગઈ. ઘણો જ આગ્રહ કર્યો ત્યારે તેણીએ બધી વાત કરી, ત્યારે ચાણક્ય વિચાર્યું કે, પાટલીપુત્રે નંદ રાજા છે, તો ત્યાં જાઉં, તે કંઈક આજીવિકા આપશે. ત્યાં કાર્તિક પૂર્ણિમાએ પૂર્વે રખાયેલ આસન પર જઈને બેઠો. ત્યાં હંમેશા નંદની સદા સ્થાપના થતી. ત્યારે કોઈ સિદ્ધપુત્રે નિંદની પાસે જઈને કહ્યું કે, આ બ્રાહ્મણ નંદવંશની છાયાને આક્રમીને રહેલો છે.
ત્યારે કોઈ દાસીએ આવીને કહ્યું કે, હે ભગવન્! આપ બીજા આસને બિરાજો. ત્યારે ચાણક્ય સારું ! તેમ કહીને બીજા આસને પોતાની કુંડિક્કની સ્થાપના કરી. એ જ પ્રમાણે ત્રીજા આસને દંડક, ચોથા આસને માળા, પાંચમાં આસને યજ્ઞોપવીતની સ્થાપના કરી. ત્યારે આ કોઈ ધૃષ્ટ-ધિષ્ઠો માણસ છે તેમ કહીને ત્યાંથી કાઢી મૂક્યો. ત્યારે તેણે મનોમન પ્રતિજ્ઞા કરી કે, હું આ નંદ વંશનો નાશ કરી દઈશ. ચાણક્ય માટે કોઈ જતા એવા પુરુષે કહેલું કે, સાંભળ્યું છે કે આ કોઈ બિંબાંતરિત–છૂપો રાજા થશે.
તે વખતે નંદના મોરને પોષણ કરતો – પાલન કરતો કોઈ પુરુષ હતો. પરિવ્રાજક વેશે તે તેના ગામે ગયો. ત્યાં તેના મહત્તરની મુખીયાની પુત્રીને ચંદ્રપાનની ઇચ્છા થઈ. ચાણક્ય ભિક્ષાર્થે ગયેલ, ત્યારે તેને આ દોહદ વિશે પૂછયું. ત્યારે તેણે કહ્યું કે, જો આ બાળક મને આપો, તો હું આમને ચંદ્રનું પાન કરાવું. ત્યારે તેણીએ આ વાત કબૂલ રાખી. તે દિવસે પૂર્ણિમા હતી. તેણે વસ્ત્રનો મંડપ બનાવડાવ્યો. તેની મધ્યમાં એક છિદ્ર બનાવ્યું. ત્યાંથી ચંદ્ર પ્રકાશ જ્યાં પડતો હતો, ત્યાં સાક્ષાત્ ચંદ્ર જ હોય કેવું લાગતું હતું. તે સ્થાને સર્વરસથી પ્રચૂર એવા દ્રવ્ય વડે સંયોજન કરીને દૂધનો થાળ ભરાવ્યો.
ત્યારપછી પેલી સ્ત્રીને બોલાવીને કહ્યું કે, જો આ થાળીમાં ચંદ્રને મેં લાવી દીધો છે. હવે તું તેનું પાન કરી લે. તે વખતે કોઈ પુરુષને પૂર્વથી સંકેત કરી રાખેલો હતો. તેથી જેવું તેણી દુગ્ધપાન કરતી ગઈ તેમ તેમ તે વસ્ત્રના મંડપના છિદ્રને કોઈ પુરુષ આચ્છાદિત કરતો ગયો. તેણીના દોહદ પૂર્ણ થયા, યોગ્ય સમયે એક પુત્રને જન્મ આપ્યો. તેનું ચંદ્રગુપ્ત એવું નામ રાખ્યું. ત્યારપછી ચંદ્રગુપ્ત મોટો થવા લાગ્યો. ત્યાં સુધી ચાણકયએ પણ સુવર્ણરસ શોધન કર્યા કર્યું.
હંમેશાં ચંદ્રગુપ્ત બાળકોની સાથે રાજનીતિની રમત રમતો હતો. તે કહેતો કે, હું રાજા છું, તમે માંગો તે હું આપુ – તે બાળક હોવા છતાં ઉપકાર કરવામાં તત્પર હતો. આ સમયે ચાણક્ય ત્યાં આવી ચડ્યો. તેણે એ બાળકને રમતા જોયો અને કહ્યું કે, અમને કંઈ દક્ષિણા આપો, ત્યારે બાળકે માર્ગમાં જતી ગાયોને અનુલક્ષીને કહ્યું કે, આ ગાયો લઈ જાઓ. ચાણક્ય કહ્યું, કેમ, મને કોઈ મારશે નહીં? ચંદ્રગણે કહ્યું, આ પૃથ્વી વીર લોકોએ ભોગવવા યોગ્ય છે, પરંપરાથી વારસામાં મળેલી નથી. તે સાંભળી ચાણક્ય જાણ્યું કે, આની બોલવાની પદ્ધતિ કાલાનુસાર યથાર્થ છે. પછી પૂછ્યું કે, આ કોનો પુત્ર છે ? તે કહે કે, આ કોઈ પરિવ્રાજકનો પુત્ર છે, ત્યારે ચાણક્ય કહ્યું, એ પરિવ્રાજક હું પોતે જ છું. ચાલો આપણે જઈએ. હું તને રાજા બનાવીશ, ત્યારપછી બંને ત્યાંથી પલાયન થઈ ગયા.
ત્યારપછી કેટલાંક તાલીમ ન પામેલા લોકોને એકઠા કરી કુસુમપુરને ઘેરી લીધું,