________________
શ્રમણ કથા
નવકાર મંત્ર ગણ્યો. ત્યારે ચોરે મોહગર્ભિત એવું નિયાણું કર્યું કે, હું આ રાણીનો પુત્ર થાઉં. ત્યારપછી તે ચોર તે અગ્રમહિષીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. પુત્રરૂપે પે'લી શ્રાવિકા પણ તે રમાડનારી એવી ધાત્રી થઈ.
૧૦૭
અન્યદા કોઈ વખતે તેણીએ ચિંતવ્યુ કે ચોરનો મરણકાળ અને આ ગર્ભકાળ બંનેનો કાળ સમાન છે. કદાચ તે એક જ હોય. પછી રાજા મૃત્યુ પામ્યો. ત્યારે ચંડપિંગલનો જીવ રાજા થયો. દીર્ઘકાળ પછી તે પ્રવ્રુજિત થયો – દીક્ષા લીધી. ૦ નમસ્કાર મંત્રના માહાત્મ્યમાં આ કથા છે.
૦ આગમ સંદર્ભ :
ભત્ત ૧૩૭;
આવ.નિ. ૧૦૨૨ + ;
- * — X —
આવ.યૂ.૧૫ ૫૯૦;
ચંડરુદ્રાચાર્ય કથા :—
અવંતીજનપદમાં ઉજ્જૈની નગરીમાં સ્નપ્નઉદ્યાનમાં રથયાત્રા ઉત્સવમાં ઘણાં સાધુઓ સમવસર્યા. તેઓ મધ્યે ચંડરુદ્ર નામના આચાર્ય હતા. તેઓ સ્વભાવે અત્યંત રુદ્ર– ક્રોધી હતા. બીજા મતે ચંદરુદ્ર નામના આચાર્ય ઉજ્જૈની નગરીની બહાર પધાર્યા. તેઓનો સ્વભાવ અતિ રોષ—કોપવાળો હતો.
તેમની પાસે ઉદાત્ત વેષધારી એવો એક યુવાન પોતાના મિત્રો સાથે આવ્યો. જે જાતિકુલાદિ સંપન્ન હતો, કોઈ શ્રેષ્ઠીનો યુવાનપુત્ર હતો. તે ગણિકા ગૃહેથી નીકળીને આવેલો હતો. (આગમેતર સાહિત્યમાં જણાવે છે કે, તે તાજો જ પરણેલો હતો). બીજા સાધુઓએ અશ્રદ્ધાથી તેને ચંડરુદ્રાચાર્ય પાસે મોકલેલો કે જેથી કાંટાથી કાંટો નીકળે. તેણે વંદન કરીને કહ્યું, હે ભગવંત ! તમે મને સંસારથી પાર ઉતારો. મને પ્રવ્રજ્યા—દીક્ષા આપો.
ત્યારે ચંદ્રાચાર્યે પાસે આ આજ રીતે છેતરી શકાશે એમ માનીને જ ત્યાં મોકલાયેલ યુવાનને એવું જ શીખવાડેલ કે, જા આ મહાત્મા તારો નિસ્તાર કરશે. તે યુવાન પણ સ્વભાવથી જ કઠોર હતો. તેથી તેણે વંદના કરી, દીક્ષા આપવા પ્રાર્થના કરી, ત્યારે ચંડરુદ્રાચાર્યે કહ્યું, જા ભમ્મરાખ લઈ આવ. યુવાન ભસ્મ લાવ્યો, એટલે તુરંત જ આચાર્ય ભગવંતે તેનો લોચ કરીને દીક્ષા આપી દીધી. તેને લીધે સાથે આવેલા મિત્રો રોતારોતા ખેદ પામી ત્યાંથી સ્વસ્થાને ચાલ્યા ગયા. તેઓ પણ પોતાના ઉપાશ્રયમાં ગયા.
ત્યારપછી કિંચિંતુ શેષ સૂર્ય બાકી રહ્યો ત્યારે માર્ગની પ્રતિલેખના કરી, પછી વહેલી સવારે આપણે વિહાર કરીશું. એમ કહી વિસર્જિત કર્યો. તે શિષ્ય પણ માર્ગ પ્રતિલેખના કરી આવી ગયો. વહેલી પ્રભાતે તેમણે વિહાર કર્યો. ત્યારે આપણે નગર તરફ જઈએ એમ કહ્યું. ચાલતી વખતે માર્ગ ખાડા-ખબડાવાળો હોવાથી ચંડરુદ્રાચાર્યને થાણું— કંટક લાગ્યો. તે વખતે આગળ શિષ્ય અને પાછળ ચંદ્રાચાર્ય ચાલતા હતા. પણ ચંડરુદ્રાચાર્યએ પડવાથી કોપાયમાન થઈને અરે દુષ્ટ શિષ્ય ! એમ કહીને શિષ્યના મસ્તક પર દંડ વડે પ્રહાર કર્યો. શિષ્યનું માથુ ફૂટી ગયું. ત્યારે આચાર્ય ભગવંત બોલ્યા કે, કેમ