________________
શ્રમણ કથા
૧૦૫
0 ગ્રામ
કોઈક બીજા જ આચાર્ય હતા, ચંદ્રાવતંસક રાજાના પુત્ર હતા તે સાગરચંદ્ર નહીં તે ખ્યાલમાં રાખવું).
અન્ય કોઈ દિવસે સંઘાટક સાધુ (બે સાધુ) ઉજ્જૈની પધાર્યા. ત્યારે સાગરચંદ્ર (બીજા મતે ગુણચંદ્ર) પૂછયું કે, ઉજ્જૈની ઉપસર્ગ રહિત છે ? ત્યારે તે સાધુ યુગલે કહ્યું કે, ના, ત્યાં રાજપુત્ર અને પુરોહિતપુત્ર સાધુને પીડા આપે છે. ત્યારે તે અમર્ષથી ત્યાં ગયા, ત્યાં સાધુ દ્વારા તેમને વિશ્રમિત કરાયા. પછી ભિક્ષાવેળા થતાં સાંભોગિક સાધુઓએ કહ્યું, ભિક્ષા લાવશો ? ત્યારે તેણે કહ્યું કે, હું આત્મલબ્ધિવાન્ છું. મને સ્થાપના કુળો જણાવો. તેઓએ તેમને એક બાળસાધુ આપ્યા. તે બાળ સાધુ પુરોહિતનું ઘર બતાવીને ચાલ્યો ગયો.
ત્યારે આ પણ ત્યાં પ્રવેશ કરીને મોટા-મોટા અવાજ “ધર્મલાભ' કહેવાનું શરૂ કર્યું. ત્યારે અંતઃપુર હાહાકાર કરતું નીકળ્યું. તેટલામાં રાજપુત્ર અને પુરોહિત પુત્ર બહાર નીકળ્યા. પછી મુનિને કહ્યું કે, તમે નૃત્ય કરો. ત્યારે મુનિએ પાત્રો સ્થાપન કરીને નૃત્ય શરૂ કર્યું. પણ તે બંને વાજિંત્ર વગાડવાનું જાણતા ન હતા. તેથી મુનિએ કહ્યું કે, ચાલો આપણે યુદ્ધ કરીએ. ત્યારે તે રાજપુત્ર અને પુરોહિતપુત્ર બંને સાથે જ લડવા આવ્યા. ત્યારે તે મુનિએ તેના મર્મસ્થળમાં ઘા કર્યો અને યંત્રની માફક તેમના સાંધાને અસ્થિર કરી દીધા. પછી ત્યાંથી નીકળી ગયા.
પછી ત્યાંથી નીકળી કોઈ ઉદ્યાનમાં રહ્યા. જ્યારે મુનિચંદ્ર રાજાને આ વાતની ખબર પડી. ત્યારે તેણે મુનિની શોધ કરી. સાધુઓએ કહ્યું કે, કોઈ મહેમાન સાધુ આવેલા હતા તે સિવાય અમે કંઈ જાણતા નથી. વધારે તપાસ કરતા તે સાધુ અગ્નિ ઉદ્યાનમાં જોવા મળ્યા. મુનિચંદ્ર રાજાએ ત્યાં જઈ ખમાવ્યા.
ત્યારે તે મુનિએ રાજાને કોઈ પ્રતિભાવ ન આપ્યો કે ન કોઈ વાત કરી. પછી કહ્યું કે, જો તે રાજપુત્ર અને પુરોહિતપુત્ર દીક્ષા ગ્રહણ કરે તો તેમને મુક્ત કરું. ત્યારે રાજાએ તે બંનેને પૂછયું – તે બંને સંમત થયા. ત્યારે તે બંનેને સાથે લઈને ચાલ્યા અને તેમના સાંધા સ્થિર કર્યા પછી તે બંનેનો લોચ કરીને તેમને દીક્ષિત કર્યા. ત્યારે રાજપુત્રે તો મુનિને પોતાના કાકા જાણીને સમ્યક્તયા સંયમને સ્વીકાર્યો. પણ પુરોહિતપુત્રએ જુગુપ્સા ભાવ ધારી રાખ્યો કે, આમને અમને બંનેને કપટથી દીક્ષા આપી છે. તે બંને મૃત્યુ પામી દેવલોકે ગયા.
(પછીની કથા મેતાર્યમુનિમાં આવશે, માટે અહીં આપેલ નથી.)
(ઉક્ત કથામાં આવશ્યક ચૂર્ણિ અનુસાર સર્વત્ર ગુણચંદ્રમુનિ સમજવું, જ્યારે આવશ્યક વૃત્તિમાં સર્વત્ર સાગરચંદ્રમુનિ સમજવું)
૦ આગમ સંદર્ભ :આવ.યૂ.૧–. ૪૯ર, ૪૯૩;
આવ.નિ. ૮૬૮ની વૃ;
૦ ગોવિંદવાચક કથા :
ગોવિંદ નામે એક ભિક્ષુ હતો – બુદ્ધ સાધુ હતો. તેને કોઈ આચાર્યએ વાદમાં અઢાર વખત હરાવ્યો. ત્યારે તેણે વિચાર્યું કે, જ્યાં સુધી આમની પાસેથી સિદ્ધાંતનું સ્વરૂપ