________________
શ્રમણ કથા
૧૦૩
ત્યારપછી તે ચારે ગોપાળોએ મુનિચંદ્રમુનિને ગોરસ મિશ્રિત જળ વડે તેમને અભિષિક્ત કર્યા. તે જ જળ તેમને પીવડાવ્યું. સારી રીતે આશ્વસ્ત કરી ગોકુળમાં લઈ ગયા. તેઓએ જાગૃત થઈને તત્કાળ આલોચના કરી. ત્યારપછી પ્રાસુક અન્નાદિ વડે પ્રતિલાભિત કર્યા. ત્યારે ગોવાળ પુત્રોને જિનપ્રણિત ધર્મ કહ્યો. તેઓએ પણ આ ભાવગર્ભને ગ્રહણ કર્યો. પછી વિવક્ષિત સ્થાને ગયા.
તે મુનિના મળ આદિથી લિપ્ત દેહને જોઈને બે ગોપાળપુત્રોએ જુગુપ્સા કરી. પણ મુનિની અનુકંપાના ભાવથી સમ્યકત્વ અનુભવ વડે નિવર્તિત થયા. ચારે ગોપાળ પુત્રોએ દેવાય ઉપાર્જન કર્યું, મરીને દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવીને તેમાંના બે ગોપાળ પુત્રો કે જેમણે જુગુપ્સા કરી ન હતી તે કેટલાંક ભવ પછી ઇષકાર નગરે બ્રાહ્મણ કુળમાં પુરોહિત પુત્રો થયા જેની કથા ઇષકાર રાજાની કથામાં આવેલી છે. (જુઓ ઇષકાર કથા – ત્યાંથી તેઓ મોલે ગયા.) જેમણે જુગુપ્સા કરેલી તેવા બે ગોવાળપુત્રો દશાર્ણ જનપદે બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયા. જે કાળક્રમે બ્રહ્મદત્ત ચક્રવર્તી આદિ થયા – (કથા જુઓ બ્રહ્મદત્ત ચક્રી)
૦ આગમ સંદર્ભ :ઉત્તનિ ૩૩૩ + 4
ઉત્ત.ચૂપૃ. ૨૧૩; – ૪ –– » –– ૦ આવશ્યક વૃત્તિ અને શૂર્ણિ અનુસાર કથા – (ચંદ્રાવતંસક બીજા) - ૦ ચંદ્રાવતંસક ૦ સાગરચંદ્ર ૦ ગુણચંદ્ર :
સામાયિકના આઠ ભેદોમાં સમયિક નામક સામાયિકના ભેદમાં આ કથા આપેલ છે. તે આ પ્રમાણે–
સાકેત નગરે ચંદ્રાવતંસક નામે રાજા હતો. તેને બે પત્નીઓ હતી. (આવશ્યક ચૂર્ણિ મુજબ-) એકનું નામ ધારિણી હતું અને બીજી પણ એક પત્ની હતી, જેનો નામોલ્લેખ નથી. (આવશ્યક વૃત્તિ મુજબ-) એકનું નામ સુદર્શના હતું. બીજી પત્નીનું નામ પ્રિયદર્શના હતું. (આવ.યૂ.મુજબ –) ધારિણી મહાદેવીને બે પુત્રો હતા – ગુણચંદ્ર અને મુનિચંદ્ર, બીજી રાણીને પણ બે પુત્રો હતા (જેન નામ આપ્યા નથી) (આવ વૃ.મુજબ-) સુદર્શનાને બે પુત્રો હતા. સાગરચંદ્ર અને મુનિચંદ્ર અને પ્રિયદર્શનાને પણ બે પુત્રો હતા. ગુણચંદ્ર અને બાલચંદ્ર.
સાગરચંદ્ર યુવરાજ બન્યો અને મુનિચંદ્રને ઉજ્જૈનીનો વહીવટ સોંપાયો હતો (આવ.ચૂમુજબ-) ગુણચંદ્ર યુવરાજ હતો. મુનિચંદ્રને ઉજ્જૈનીનો વહીવટ સોંપાયો હતો.
(અહીં આવશ્યક પૂર્ણિ અને વૃત્તિમાં નામોમાં કંઈક વાચના ભેદ જણાય છે, તો પણ બંને દષ્ટાંત સમયિક-સામયિક અંગેના જ હોવાથી તેમજ એક જ નિર્યુક્તિના વિવેચનમાં લખાયા હોવાથી સાથે-સાથે આપેલ છે. બંનેમાં કથા ભિન્નતાને બદલે નામોમાં કોઈ વાંચનાભેદ હોય તેવી સંભાવના વધારે છે)
(અહીંથી તે કથા આવશ્યક વૃત્તિ મુજબ જ આપી છે. માત્ર તફાવતની નોંધ અમે આવશ્યક ચૂર્ણિ મુજબ કરેલ છે. બંનેમાં સામાન્ય હોય તેવી વાત સીધી જ નોંધી છે.)
આ તરફ મહામાસમાં ચંદ્રાવતંસક રાજા પ્રતિમા ધ્યાને (પૌષધ કે કાયોત્સર્ગ પ્રતિમાએ પોતાના વાસગૃહમાં રહેલા હતા. તેઓએ એવો અભિગ્રહ કરેલો હતો કે જ્યાં સુધી વાસગૃહમાં દીપ જલતો રહે ત્યાં સુધી હું આ પ્રતિમા પારીશ નહીં. તે વખતે ત્યાંની શધ્યાપાલિકા–દાસીએ વિચાર્યું કે, સ્વામી દુઃખમાં અંધકારમાં રહી શકશે નહીં, તેઓ