________________
૭૬
આગમ કથાનુયોગ-૪
તેમાંથી એક રત્ન નીકળ્યું. તે રત્નને એક કંદોઈએ જોયું. તે રત્ન પાણીમાં પડતા પાણીના બે ભાગ થઈ ગયા. કંદોઈએ તેને ઉત્તમ રત્ન જાણીને બે લાડુ આપી બદલામાં લઈ લીધું.
કૃતપુણ્ય પણ જમીને મોદક ભાંગ્યો, તેણે પણ મોદકમાં રહેલ રત્નને જોયું. રાજ્યના કરના ભયથી મૂકી રાખ્યા.
કોઈ વખતે શ્રેણિક રાજાનો સેચનક નામનો હસ્તિ ગંગાનદીમાં પાણી પીવા તથા સ્નાન કરવાને ગયો હતો. તેને કોઈ મગરમચ્છ પકડી રાખીને રૂંધ્યો, તેથી તે નીકળી શક્યો નહીં. તે જાણીને રાજા ઘણો ખેદ પામ્યો. ત્યારે અભયકુમારે કહ્યું કે, જો જલકાંતમણી હોય તો, તેને પાણીમાં મૂકવાથી પાણીના બે ભાગ પડી જશે અને મગરમચ્છ હાથીને છોડી દેશે. તે રાજકૂળમાં તો ઘણાં બધાં મણી હતા. તેમાં જલકાંત મણિ શોધવા જાય તો ઘણો બધાં સમયે તે મણિ પ્રાપ્ત થઈ શકે. તેથી તેણે આ પ્રમાણે પટડ વગડાવ્યો કે
જો કોઈ જલકાંત મણિ આપશે, તો રાજા તેને અડધુ રાજ્ય તથા તેમની કુંવરી પણ આપશે ત્યારે પેલો કંદોઈ કે જેણે બાળક પાસેથી મણિ પડાવી લીધેલ હતો, તેણે તે મણિ આપ્યો. તે મણિ નદીમાં ફેંકતાની સાથે પાણીના બે ભાગ પડી ગયા. મગરમચ્છે તુરંત હાથીને છોડી દીધો. હાથીને મુક્ત કરી તે જળચર ત્યાંથી નાસી ગયો. ત્યારપછી રાજા વિચારવા લાગ્યો કે, આ મણિ કોનો હશે ? કંદોઈને પૂછયું કે, આ મણિ કોનો છે? તારી પાસે આ મણિ ક્યાંથી આવ્યો ? ખૂબ જ દબાણ પૂર્વક આજ્ઞા કરી ત્યારે તે કંદોઈએ સાચો જવાબ આપતા કહ્યું કે, કૃતપુણ્યના પુત્રે મને આપ્યું.
રાજા આ વાત જાણી સંતુષ્ટ થયો. જો આ રત્ન કૃતપુણ્યનું હોય તો પછી બીજાને ઇનામ કઈ રીતે અપાય ? રાજાએ કૃતપુણ્યને બોલાવીને અર્ધરાજ્ય તથા પોતાની કન્યા આપી. કૃતપુણ્ય તેની સાથે ભોગ ભોગવવા લાગ્યો. ત્યારપછી પેલી ગણિકા પણ તેની પાસે આવી ગઈ. ગણિકાએ કહ્યું કે, આટલા લાંબા કાળ સુધી હું વેણીબંધન વડે જ રહી અર્થાત્ કોઈની સાથે મેં ભોગ ભોગવ્યા નહીં. તમારા માટે બધાં જ વૈતાલિકોની ગવેષણા કરી, ત્યારે મેં તમને અહીં જોયા.
ત્યારપછી અભયકુમાર સાથે જેને ગાઢ મૈત્રી થઈ ચૂકી છે, તેવા કૃતપુણ્ય કહ્યું કે, અહીં મારી ચાર સ્ત્રીઓ બીજી પણ છે, પરંતુ મને તેના ઘરની કોઈ માહિતી નથી. ત્યારે અભયકુમારે એક ચૈત્યગૃહ બનાવ્યું. ત્યાં કૃતપુણ્યની સદશ આકૃતિવાળા એક લેપ્યયક્ષની સ્થાપના કરી. નગરમાં ઉદ્ઘોષણા કરાવી કે સર્વે નગરજનોએ આ યક્ષની પૂજા કરવા આવવું. તે ચૈત્યગૃહમાં તેમણે બે વાર કરાવ્યા. એક પ્રવેશ માટે, બીજું નિર્ગમન માટે. ત્યાં અભય અને કૃતપુણ્ય બંને એક કારની નીકટ ઉત્તમ આસને બેસી જોવા લાગ્યા. કૌમુદીભરી વગાડી ફરી આજ્ઞા પ્રવર્તાવી કે પ્રવેશ કર્યા પછી બધાંએ પૂજા કરવી. સર્વે સ્ત્રીઓએ બાળક સહિત આવવું.
ત્યારપછી નગરજનો આવવા લાગ્યા. ત્યારે પેલી વણિક માતા પણ પોતાની પુત્રવધૂ અને બાળકો સહિત આવી ત્યારે કૃતપુણ્ય અભયકુમારને જણાવ્યું કે, આ જ તે વૃદ્ધ સ્ત્રી છે, પછી પેલી ચારે સ્ત્રીઓને પણ બતાવી. તેટલામાં કૃતપુણ્ય સદેશ આકૃતિથી