________________
ભ્રમણ કથા
જ નગરોમાં પ્રસરેલો છે અથવા આ અનુયોગ અર્જુ ભરતમાં વ્યાપેલો છે, તે સ્કંદિલાચાર્યના કારણે છે, તે આ પ્રમાણે–
દુષમ—સુષમા કાળમાં બાર વર્ષનો મોટો દુકાળ પડ્યો. આવા પ્રકારના મહાન્ દુર્ભિક્ષને કારણે ભિક્ષાલાભ અસંભવ બનવા લાગ્યો. તેને કારણે સીદાતા એવા સાધુઓને પૂર્વના અર્થનું ગ્રહણ, પૂર્વના અર્થનું સ્મરણ, શ્રુતપરાવર્તના આદિ દુષ્કર થવા લાગ્યા. ઘણું બધું શ્રુત વિસરાવા લાગ્યું. અંગ, ઉપાંગ આદિ ગત શ્રુત પણ ભાવથી વિપ્રનષ્ટ થવા લાગ્યું. કેમકે તેના પરાવર્તનાનો અભાવ થવા લાગ્યો.
ત્યારપછી બાર વર્ષ વ્યતીત થયા બાદ સુભિક્ષ–સુકાળ થયો. ત્યારે મથુરા નગરીમાં સ્કંદિલાચાર્ય આદિ શ્રમણસંઘે એકત્ર થઈને જેને જે શ્રુતનું સ્મરણ હતું તે તે કહેવા લાગ્યા. કાલિક શ્રુત, પૂર્વગત શ્રુત કંઈક અનુસંધાનથી ઘટિત થયા. જો કે આ વાચના મથુરાનગરીમાં સંઘટિત થયેલ હોવાથી આને માથુરી વાચના કહેવાય છે. આ વાચના તે કાળના યુગપ્રધાન આચાર્ય એવા કંદિલાચાર્યની નિશ્રામાં થઈ અને તેમને અભિમત હોવાથી કંદિલાચાર્ય સંબંધિ વાચના પણ કહેવાય છે.
૦ આગમ સંદર્ભ :નંદી. ૩૫ + ;
૦ તુલકકુમાર કથા ઃ
= x = X—
યોગસંગ્રહમાંના એક યોગ ‘અલોભતા સંબંધે આ દૃષ્ટાંત છે
૯૭
=
-
નંદી.ચૂ.પૃ. ૯;
સાકેત નગરમાં પુંડરીક નામે રાજા હતો. તેનો નાનોભાઈ કંડરીક યુવરાજ હતો. યુવરાજ કંડરીકની પત્નીનું નામ યશોભદ્રા હતું. અતિશય મનોહર અંગવાળી એવી તેણીને હરતા–ફરતા જોઈને પુંડરીક રાજા તેનામાં ઘણો અનુરાગવાળો બન્યો. ત્યારપછી રાજા પુંડરીક યશોભદ્રાની ઇચ્છા કરવા લાગ્યો, પણ તેણી આ અકાર્ય માટે જરા પણ તૈયાર ન હતી. તેથી પુંડરીક રાજાએ તેના ભાઈ એવા યુવરાજ કંડરીકને મરાવી નાંખ્યો. ત્યારે યશોભદ્રા પણ કોઈ સાર્થ સાથે ભળી જઈને ત્યાંથી પલાયન થઈ ગઈ.
તેણી તત્કાળ ગર્ભ ઉત્પન્ન થયો હોય એવી સગર્ભા અવસ્થામાં જ શ્રાવસ્તી પહોંચી, ત્યાં શ્રાવસ્તીનગરીમાં તે સમયે અજિતસેન નામે આચાર્ય અને કીર્તિમતિ નામે મહત્તરિકા સાધ્વીજી હતા. તેણીએ તે મહત્તરિકા સાધ્વીજી પાસે ધારિણીની માફક દીક્ષા ગ્રહણ કરી, પોતાનો સર્વ વૃત્તાંત કહ્યો, પણ ગર્ભની વાત ગુરુને ન જણાવી, ધારિણીની કથા સિવાય એક જ વાત ભિન્ન હતી તે એ કે તેણીએ બાળકનો ત્યાગ ન કર્યો. કાળક્રમે બાળકનો જન્મ થયો. ક્ષુલ્લકકુમાર એ પ્રમાણે નામ રાખ્યું. (શ્રાવકકુળમાં પાલન—પોષણ કરી મોટો કર્યો.) અનુક્રમે દીક્ષા અપાવી, સાધુને યોગ્ય સામાચારી ભણ્યા. પણ જ્યારે યૌવન વય પામ્યા ત્યારે ક્ષુલ્લકકુમાર મુનિએ કહ્યું કે, હું પ્રવ્રજ્યા પાલન કરવા માટે સમર્થ નથી. ત્યારે તેણે માતા સાધ્વીને પૂછયું કે, હું દીક્ષા છોડીને જવા માંગુ છું. ત્યારે માતા સાધ્વીએ તેને ઘણાં સમજાવ્યા, તો પણ દીક્ષામાં સ્થિર ન થયા, ત્યારે કહ્યું કે, તમે મારા વચને બાર વર્ષ રહી જાઓ. ત્યારે તે મુનિ બાર વર્ષ પ્રવ્રજ્યામાં રહ્યા.
૪૨૭