________________
શ્રમણ કથા
શસ્ત્રોને ગોપવી દીધા. પછી જઈને રાજાને વ્યુગ્રાહિત કર્યા. રાજાને કહ્યું કે, આ કુમાર પરીષહથી પરાજિત થયા છે. કોઈ ઉપાય વડે તમને મારીને તેઓ રાજ્યને ગ્રહણ કરવા ઇચ્છે છે. જો તમને મારી વાતનો વિશ્વાસ ન આવતો હોય તો તમે જઈને ઉદ્યાનમાં તપાસ કરો. ત્યાં શસ્રો ગોપવેલા છે. રાજાએ તપાસ કરતા જોયું કે ખરેખર ત્યાં શાસ્ત્રો ગોપવેલા છે.
૯૫
ત્યારે તેણે સ્કંદક ઋષિ અને તેના ૫૦૦ અણગારોને બાંધીને તે ૫૦૦ પુરોહિતોને સોંપી દીધા. મારી નાંખવા આજ્ઞા આપી ત્યારે પાલકે તે બધાં સાધુઓને ઘાણીમાં શેરડી પીલવાના યંત્રમાં નાંખીને પીલવાનું શરૂ કર્યું. તે બધાંએ શુકલ મહાધ્યાન સંસ્કૃત મન વડે સમ્યક્ પ્રકારે આ વેદનાને સહન કરી મનથી પણ દ્વેષ ન કર્યો. તેઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, બધાં મોક્ષે ગયા.
-
સ્કંદક ઋષિને પણ પાસે જ ઊભા રાખેલા, બધાં શિષ્યો યંત્રમાં પીલાતા હતા, તેનું લોહી તેમના પર ઉડતું હતું. સૌથી છેલ્લે તેમને યંત્રમાં પીલવામાં આવ્યા, ત્યારે તેમણે મરતી વખતે નિયાણુ કર્યું કે, હું આ બધાંનો નાશ કરનાર થઉં. ત્યારપછી તેઓ મૃત્યુ પામીને અગ્રિકુમાર દેવપણે ઉત્પન્ન થયા.
ત્યારે તેમનું લોહીથી ખરડાયેલ રજોહરણ, કોઈ પુરુષનો હાથ છે તેમ માનીને ગીધ ઉપાડી ગયું, પણ રજોહરણ હોવાથી તે ફેંકી દીધું, ત્યારે તે રજોહરણ પુરંદરયશા પાસે પડ્યું. તેણી પણ તે દિવસે મનમાં ખેદ કરી રહી હતી કે, સાધુઓ દેખાતા નથી. તેણે અકસ્માત આવી પડેલ આ રજોહરણ જોયું. ઓઘારીયા આદિથી ઓળખી ગઈ, તેણે નિષદ્યાને છેદીને જોયું તો આ તો તેણીએ જ તેના ભાઈ મુનિને આપેલ રજોહરણ હતું. ત્યારે તેણીને ખબર પડી કે, બધાં સાધુને મારી નાંખ્યા છે.
ત્યારે અત્યંત રૂદન કરતી, રાજાની નિંદા કરતી, આક્રોશ વચન કહેવા લાગી, હે પાપી ! તમે જ મારા ભાઈ મુનિને મારી નાંખ્યા છે. પછી તેણી વિચારવા લાગી કે, આવા સંસારમાં રહેવાનું શું કામ છે ? આના કરતા પ્રવ્રજ્યા ગ્રહણ કરવી સારી, ત્યારે દેવતાએ તેણીને ત્યાંથી ઉપાડી મુનિસુવ્રતસ્વામી પાસે મૂકી દીધી. પછી તે (ભાઈ) દેવે સમગ્ર નગરને બાળી નાંખ્યુ, આજપર્યંત તે સ્થળ દંડકારણ્ય નામે જ ઓળખાય છે.
આ પ્રમાણે સાધુઓએ વધ પરીષ્મને સહન કરવો જોઈએ. પણ સ્કંદક ઋષિની જેમ નિયાણું કરવું જોઈએ નહીં.
ર
સંસ્તારકસૂત્ર—પયજ્ઞામાં કિંચિત્ ફેરફાર આ કથામાં જોવા મળેલ છે તે આ પ્રમાણે છે – ત્યાં પાલકને રાજાનો મંત્રી જ બતાવેલ છે.
બીજું – મમતારહિત, અહંકારથી પર અને પોતાના શરીરને વિશે પણ અપ્રતિબદ્ધ એવા તે ૪૯૯ મહર્ષિપુરુષે આ રીતે ધાણીમાં પીસાવા છતાં પણ સંથારો અપનાવીને આરાધકભાવ જાળવી રાખ્યો.
નિશીથસૂત્ર ભાષ્ય ૫૭૪૧ની ચૂર્ણિમાં સ્કંદકની નગરી શ્રાવસ્તીને બદલે ચંપા કહેલી છે. ત્યાં સ્કંદક રાજા હતો એ પ્રમાણે જ જણાવેલ છે. તેમાં પાલકને મરુગપાલક એવો પુરોહિત કહ્યો છે. તે અક્રિયદૃષ્ટિ (પાપમતિ) હતો તેવું જણાવેલ છે. સ્કંદકનો વધ કરવા