________________
શ્રમણ કથા
કરું, મહાવતે કહ્યું કે, સીમાડાની આજુબાજુના રાજા કહેતા હતા કે તું પટ્ટહસ્તિ લાવ અથવા તેને મારી નાંખ. ત્યારે હું એમ વિચારતો હતો કે, મારે શું કરવું? પણ આ વાત સાંભળી વિચાર પલટાયો.
આ બધાંનો ઉત્તર સાંભળી રાજાએ તેઓને કહ્યું કે, તમને યોગ્ય લાગે તેમ બધાં કરો, ત્યારે કુલકકુમાર વૈરાગ્ય પામી પુનઃ દીક્ષા ગ્રહણ કરી.
બધાંએ લોભનો પરિત્યાગ કર્યો.
- આ કથા આવશ્યકમાં અલોભતા માટે છે, જ્યારે પારિણામિકી બુદ્ધિના દૃષ્ટાંતમાં પણ આ કથા આવે છે.
૦ આગમ સંદર્ભ :નિસી.ભા. ૧૫૫૭ની વૃ
આવનિ ૧૨૮૮ થી ૧૨૯૦ + ૬ આવ.સ્. ર– ૧૯૧, ૧૯૨;
૦ ગાચાર્યા કથા :
ગર્ગ ગોત્રમાં ઉત્પન્ન થયા હોવાથી ગાર્ચ નામે ઓળખાતા હતા. એવા આ આચાર્ય ધર્મમાં સ્થિર કરનારા એવા સ્થવીર હતા, ગુણસમૂહને ધારણ કરનારા – આત્મામાં સ્થાપન કરનારા એવા ગણધર હતા, સર્વ સાવદ્ય વિરતિને જાણનારા એવા મુનિ હતા, સર્વ શાસ્ત્રના સંગ્રહ અને ઉપગ્રહમાં કુશળ–વિશારદ હતા. આચાર્યના ગુણોઆચાર, શ્રુત સંપદા આદિથી વ્યાપ્ત–પરિપૂર્ણ હતા, ગણિભાવમાં સ્થિર હતા. તેમજ સમાધિભાવમાં સ્થિત અને પોતાના આત્માને જોડીને રહેતા હતા.
શિષ્યને ઉપદેશ આપતા કહ્યું કે, ગાડુ, વાહનને સારી રીતે વહન કરનારા બળદ જે રીતે અટવીને સુખપૂર્વક પાર કરી જાય છે, તે જ રીતે યોગમાં સંલગ્ન મુનિ સંસારને પાર કરી જાય છે.
જે ખલુંક–ગળીયા બળદને વાહનમાં જોડે છે. તે એ બળદને મારતો એવો કલેશ પામે છે, અસમાધિનો અનુભવ કરે છે અને અંતે તેનું ચાબુક ટૂટી જાય છે ત્યારે તે સુબ્ધ થયેલો વાહક કોઈની પૂંછડી કાપી નાંખે છે, તો કોઈને વારંવાર વીંધે છે. તે બળદમાંથી કોઈ બળદ રાશ તોડી નાંખે છે તો કોઈ બીજો ઉન્માર્ગે ચાલી જાય છે, કોઈ માર્ગની એક બાજુ પડી જાય છે, તો કોઈ બેસી જાય છે.. ઇત્યાદિ વચનો કહીને તેનો ઉપસંહાર કરતા કહ્યું કે
અયોગ્ય બળદ જે રીતે વાહનને તોડી નાંખે છે, એ જ રીતે વૈર્યમાં શિથિલ શિષ્યો ધર્મયાનમાં જોડવાથી તેઓ તેને પણ ભાંગી નાંખે છે. કોઈ ઋદ્ધિનો ગારવ કરે છે, કોઈ રસનો ગારવ કરે છે, કોઈ સુખનો ગારવ કરે છે, કોઈ ભિક્ષાચરીમાં આળસ કરે છે, કોઈ અપમાનથી ડરે છે – યાવત – ગુરુના વચનોથી પ્રતિકૂળ આચરણ કરે છે... ઇત્યાદિ.
જેમ પાંખ આવ્યા પછી હંસ વિભિન્ન દિશાઓમાં ઉડી જાય છે, તેમ શિક્ષિત અને દીક્ષિત કરાયેલ, ભોજન-પાનથી પોષિત કરાયેલ એવા કુશિષ્યો પણ અન્યત્ર ચાલ્યા જાય છે.