________________
શ્રમણ કથા
૭૫
અલ્પ કરિયાણું લઈ તે સાર્થની સાથે નીકળ્યો. પછી દેવકુલિકાની બહાર ખાટલો પાથરીને સૂતો હતો.
આ સમયે કોઈ અન્ય વણિકની માતાને સમાચાર મળ્યા કે તેના પુત્રનું વહાણ ભાંગી ગયું છે અને તેનો પુત્ર મરણ પામ્યો છે, ત્યારે તે વણિકમાતાએ તેને દ્રવ્ય આપીને કહ્યું કે, હવે આ વાત તું બીજા કોઈને કરતો નહીં. ત્યારપછી તે વણિકમાતા વિચારવા લાગી કે, મારે કંઈક ઉપાય કરવો જોઈએ, અન્યથા મારું બધું જ દ્રવ્ય રાજકૂળે લઈ જવાશે. મને અપુત્રીક જાણી રાજા બધુ જ ધન હરણ કરી લેશે. તે જ રાત્રે તે સાથે ત્યાં આવ્યો. ૦ કૃતપુણ્યનું વણિક ખાતા દ્વારા અપહરણ :
તેણીએ વિચાર્યું કે, જો આમાં કોઈ અનાથ મને જોવા મળે તો તપાસ કરું. ત્યારે તેણીએ આ કૃતપુણ્યને જોયો. તેને સમજાવી-પટાવી પોતાને ઘેર લાવી. પોતાના મૃતપુત્રની ચારે પત્નીઓને સમજાવી દીધું કે તમારે આની તમારો પતિ હોય તે જ રીતે ભક્તિ કરવી. જ્યાં સુધી તમને ચારેને પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ જ તમારો પતિ થાઓ. ત્યારે ચારે પુત્રવધૂએ તે વાત સ્વીકારી. પછી – “હે સ્વામી ! આપ ચિરકાળ પર્યત જયવંતા વર્તા “ઇત્યાદિ વચનો કહેવા લાગી. ત્યારે તે વણિકમાતા પણ, પુત્રને ગળે લગાડી રડવા લાગી.
આ રીતે તે ચારે પુત્રવધૂઓ સાથે ભોગ ભોગવતા તેના બાર વર્ષો વીતી ગયા. અનુક્રમે પેલી ચારે સ્ત્રીઓને ગર્ભ રહ્યો તે ચારેએ પુત્રને જન્મ આપ્યા. ત્યારપછી તે વણિક માતાએ કહ્યું કે, હવે તમોને ચારેને પુત્ર થયા છે, હવે રાજા આપણું ધન હરણ કરી શકશે નહીં. માટે આ યુવાનને તમે જ્યાંથી લાવ્યા હતા ત્યાં મૂકી આવો. તે ચારે સ્ત્રી આ વાત
સ્વીકારવા તૈયાર ન હતી, તો પણ પરાણે તેમને ઉત્સાહ વાળી કરી. પછી તે કૃતપુણ્યને માર્ગમાં ભાતાને માટે ચાર મોદક બનાવી દીધા. દરેક મોદકમાં એકેક રત્ન મૂકી દીધું. (ચારે મોદક તેના એક વસ્ત્રના છેડે બાંધી દીધા.) કૃતપુણ્યને કંઈક પીવડાવી, નિદ્રાધીન કરી, તે જ દેવકૂલિકાની બહાર મૂકી આવ્યા, તેના મસ્તક પાસે મોદકનું ભાતુ મૂકી દીધું. ૦ કૃતપુણ્યનું નિજગૃહે આગમન :
કૃતપુણ્ય ઠંડા પવનના સ્પર્શથી જાગ્યો, સવાર પણ થઈ ગઈ. તે જે સાથે સાથે નીકળેલો તે સાર્થ પણ બરાબર બાર વર્ષ પછી, તે જ દિવસે ત્યાં આવ્યો. સંઘનું આગમને જાણીને કૃતપુણ્યની પત્નીએ તેને લેવા માટે કોઈને મોકલ્યા. તેઓ કૃતપુણ્યને લઈને ઘેર આવ્યા. તેની પત્ની ઉતાવળે ઉઠી ત્યાં આવી. તેના પાસેનું ભાતું લઈને કૃતપશ્યને ઘરમાં લઈ ગઈ. તેને અમ્પંગનસ્તાન આદિ કરાવ્યા. કૃતપૂણ્ય ગયો ત્યારે તેની પત્ની ગર્ભિણી થયેલી હતી. તેણીએ પણ પુત્રને જન્મ આપેલ. તે પુત્ર પણ અગિયાર વર્ષ પૂરા કરેલા.
તે પુત્ર શાળાએથી રડતા-રડતો ઘેર આવેલો. તે કહેવા લાગ્યો – હે માતા ! મને કંઈક ભોજન આપ. મારા ઉપાધ્યાયે મારું ભોજન લઈ લીધું. ત્યારે તેણીએ ભાતામાં રહેલા એક મોદકને તે પુત્રને ખાવા માટે આપ્યો. તે બાળક તે મોદક ખાઈ રહ્યો હતો ત્યારે