________________
શ્રમણ કથા
દાસી જ્યાં આભરણ–શાળી વગેરે લઈને મહોત્સવમાં જશે ? આટલા ઓછા ધનથી તેણીનું શું થશે ? તેના કરતા હું કંઈક વિશેષ મૂલ્ય માંગુ. આ પ્રમાણે તે જેમ-જેમ વિચારતો ગયો. તેમ-તેમ તેનો લોભ વધતો ગયો. એ પ્રમાણે એક કરોડ સુવર્ણ મુદ્રા પણ તેની ઓછી જ લાગવા માંડી. તેના કરતા પણ વધારે ધન માંગવાની તેને ઇચ્છા થઈ.
આ રીતે વિચારણા કરતા-કરતા તે શુભ અધ્યવસાયમાં લીન બન્યો. તેને થયું કે ખરેખર ! આ લોભ પણ કેવો વિચિત્ર છે? હું ફક્ત બે માસા સુવર્ણ માટે નીકળેલો હતો, હવે મને કદાચ આખું રાજ્ય મળી જાય તો પણ મારો આ લોભ ઘટતો નથી. હું એ પણ ભૂલી ગયો કે, હું તો માત્ર અહીં ભણવા આવેલો હતો. એ પ્રમાણે તે સંવેગ પામ્યો. પછી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે સ્વયંબદ્ધ થયો અર્થાત્ સ્વયં બોધ પામ્યો. પોતાની મેળે જ લોચ કર્યો. દેવતાએ વેશ–ઉપકરણ આદિ આપ્યા. તે લઈને રાજા પાસે આવ્યો.
ત્યારે રાજાએ પૂછયું, તે શું વિચાર્યું ? ત્યારે કપિલે કહ્યું કે, જેમ લાભ મળે તેમ લોભ વધે છે. લાભથી લોભવૃદ્ધિ પામે છે. બે માસા સુવર્ણની જરૂર કરોડ સુવર્ણમૂલ્યથી પણ પૂરાતી નથી. ત્યારે રાજાએ હર્ષિત મુખ કરીને કહ્યું કે, હે આર્ય ! તને જોઈએ તો હું કરોડ સુવર્ણમુદ્રા પણ આપવા તૈયાર છું. ત્યારે કપિલ તે કરોડ સુવર્ણમુદ્રાનો ત્યાગ કરીને શમિતપાપ-જેના પાપ શમી ગયા છે તેવો શ્રમણ થયો. છ માસપર્યત છદ્મસ્થરૂપે રહીને કપિલમુનિએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
આ તરફ રાજગૃહ નગરના માર્ગમાં અઢાર યોજનની અટવીમાં બલભદ્ર આદિ ઇક્કડદાસ નામના ૫૦૦ ચોરો રહેતા હતા. કપિલ કેવલીએ પોતાના જ્ઞાન વડે જાણ્યું કે, આ બધાં સમ્યક્ બોધ પ્રાપ્ત કરે તેમ છે. કપિલ કેવલી ત્યાં ગયા. તે પ્રદેશ પહોંચ્યા. તે વખતે ચોરોના શોધકે તેમને આવતા જોયા. આ કોણ અહીં નજીક આવી રહ્યું છે ? તેમ વિચારતા તેને ખબર પડી કે આ તો કોઈ શ્રમણ આવી રહ્યા છે. આ તો આપણો પરાભવ કરવા આવી રહ્યા છે. એમ માની રોષ વડે તેમને પકડી લીધા. સેનાપતિની નજીક લઈ ગયા.
ત્યારે સેનાપતિએ કહ્યું કે, તમે આમને મુક્ત કરો. તેઓ બોલ્યા કે, ચાલો આપણે તેમની સાથે ક્રીડા કરીએ. પછી કપિલ કેવલીને તેઓએ કહ્યું, હે શ્રમણ ! તમે નૃત્ય કરો. ત્યારે મુનિએ કહ્યું કે, વાદ્ય વગાડનારા કોઈ નથી, જો તમે વાદ્ય વગાડો તો હું નૃત્ય કરું. ત્યારે તે ૫૦૦ ચોરોએ તાળીઓ વગાડવાનું શરૂ કર્યું. ત્યારે કપિલ કેવલીએ પણ ગાવાનું શરૂ કર્યું. તે આ પ્રમાણે ગાવા લાગ્યા – તેમાં આ પ્રમાણે બોધ વચનો બોલ્યા
અધુવ, અશાશ્વત અને દુઃખબહુલ સંસારમાં એવું કયું કર્મ છે ? કે – જેના કારણે હું દુર્ગતિમાં ન જઉ ? એ પ્રમાણે બધાં જ શ્લોક ગાતા ગયા અને તેને અંતે ફરી–ફરીને કડી વાળતા આ જ પંક્તિ ગાવા લાગ્યા કે, અધુવ–અશાશ્વત. ઇત્યાદિ. જ્યારે કપિલ કેવલીએ આ પ્રમાણે શ્લોકો ગાવાનું શરૂ કર્યું ત્યારે કેટલાંક પહેલો શ્લોક સાંભળતા સખ્યકુબોધ પામ્યા, કેટલાંક બીજો શ્લોક સાંભળી સંબુદ્ધ થયા. એ પ્રમાણે ૫૦૦ ચોરો સમ્યક્ બોધ પામ્યા.
કપિલ કેવલીએ કહેલા આ શ્લોકો ઉત્તરાધ્યયન સૂત્રમાં આઠમાં અધ્યયનમાં