________________
શ્રમણ કથા
(આ વાતનો ઉલ્લેખ ઉદક પેઢાલપુત્રના કથાનકમાં આવે છે.) ૦ આગમ સંદર્ભ :સૂય. ૭૯૭ + +
– ૪ – ૪ – ૦ કુમાર મહર્ષિ કથા :
કુમાર મહર્ષિનો ઉલ્લેખ કુમારવર નામથી પણ આવે છે. (તેમની કથા સુસઢ કથા અંતર્ગત્ ગોવિંદ બ્રાહ્મણની પત્ની બ્રાહ્મણી (ભથ્રિદારિકા)ની કથામાં આવે છે. જુઓ સુસઢ કથા
૦ આગમ સંદર્ભ :મહાનિ ૧૪૯૮ થી,
૦ કુરુદતસુત કથા :
હસ્તિનાપુર નગરમાં કુરુદત્તસુત નામનો એક શ્રેષ્ઠીપુત્ર હતો. તેણે તથારૂપ એવા વિરોની પાસે દીક્ષા ગ્રહણ કરી. બહુશ્રુત થયા. તે કોઈ દિવસે એકાકી વિહારપ્રતિમા અંગીકાર કરી નીકળ્યા. સાકેતનગરની નીકટ પહોંચ્યા ત્યારે છેલ્લી પૌરૂષી થઈ ગઈ. તેથી (રાત્રિના વિહાર ન થાય તે માટે) કોઈ ચત્વર પાસે તેઓ પ્રતિમા ધ્યાને સ્થિત થયા.
આ સમયે એક એવો બનાવ બન્યો કે, કોઈ એક ગામથી ગાયોનું હરણ થયેલું. તે ગાયો આ મુનિના માર્ગથી લઈ જવાઈ હતી. તેટલામાં આ ગાયોને શોધતા માર્ગગવેષકો ત્યાં આવ્યા. તેમણે કુરુદત્તસુત અણગારને જોવા. હવે ત્યાંથી બે માર્ગો પસાર થતા હતા. ગાયોના માર્ગ ગવેષકો જાણતા ન હતા કે આ ગાયો કયા માર્ગેથી હરણ કરીને લઈ જવાઈ હતી. તેથી તેમણે તે સાધુને પૂછયું કે, ગાયોને કઈ માર્ગેથી હરણ કરીને લઈ જવાઈ છે ?
ત્યારે તે પૂજ્ય (કરદત્તસુતે) માર્ગગવેષકોને કોઈ જ ઉત્તર આપ્યો નહીં. ત્યારે તે માર્ગ ગવેષકો મુનિ પરત્વે અત્યંત રોપાયમાન થયા કે જાણવા છતાં – આ ઉત્તર આપતા નથી. ત્યારે તે મુનિના મસ્તકે માટીની પાળ બાંધી, પછી ચિતામાંથી સળગતા અંગારા. લઈ, તેમના માથામાં નાંખ્યા અને ચાલ્યા ગયા. ત્યારે કરદત્તસુત અણગારે તે વેદનાને સમ્યક્ પ્રકારે સહન કરીને કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.
આ રીતે જે પ્રમાણે (ગજસુકુમાલની માફક) કુરુદત્તસુત અણગારે નૈષિધિકી પરીષહ સહન કર્યો તેમ અન્ય સાધુએ પણ સહન કરવો જોઈએ.
૦ આગમ સંદર્ભ :સંથા. ૮૫ + ;
મરણ. ૪૯૩; ઉત્તનિ ૧૦૭ + ;
ઉત્ત.યૂ.૫. ૬૮; – ૪ – ૪ – ૦ ફૂલવાલક કથા :
(રાજા કોણિક અને રાજા ચેટકના યુદ્ધની કથાની અંતર્ગત્ આ કથા છે.)