________________
શ્રમણ કથા
મુખમાં જઈને પડી. ત્યારે તેણે જાણ્યું કે, હવે હું સાચે જ મૃત્યુ પામીશ. ત્યારે દંડધરને પૂછયા વિના જ તે મહેલ તરફ પાછો ફર્યો. ત્યારે જિતશત્રુ રાજાના એક સેવકે આવી રસ્તામાં જ દત્તનો ઘાત કરી દીધો. જિતશત્રુ ફરી રાજા થઈ ગયો.
ત્યારે દત્ત મૃત્યુ પામીને નરકે ગયો. ત્યાં તેને બાંધીને કુંભમાં નાખવામાં આવ્યો. નીચે અગ્રિ સળગાવાયો. તેને તપાવીને પકાવવામાં આવ્યો. તેના ટુકડે ટુકડા કરાયા.
આ કાલિકાચાર્યનું સમ્યકૂવાદ–સામાયિકનું દૃષ્ટાંત છે. ૦ આગમ સંદર્ભ :આવનિ. ૮૭૧ + 9
આવરૃ.૧– ૪૯૫;
૦ કાલવૈશિકાકાલાદવૈશિક કથા :
મથુરામાં જિતશત્રુ નામે રાજા હતો. તેણે કોઈ વખતે કાલા નામની એક વેશ્યા અપ્રતિરૂપ કરીને પોતાના અંતઃપુરમાં નાંખી. તે કાલા વેશ્યાથી જિતશત્રુ રાજાને એક પુત્ર થયો, કાલા વેશ્યાનો પુત્ર હોવાથી તેનું નામ કાલવેશિક રાખવામાં આવ્યું. તેને કાલાદવૈશિક કે કાલાસ્યવૈશિક પુત્ર પણ કહે છે. ત્યારપછી કાલવેશિકકુમારે તથારૂપ એવા સ્થવિરની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી કાલવેશિ અણગારે એકાકીવિહાર પ્રતિમા અંગીકાર કરી.
- ત્યારપછી વિહાર કરી તે મુદ્દગલશૈલપુર ગયા. ત્યાં તેની બહેન હતી. કાલવેશિક સાધુને અર્થનો રોગ થયેલો. ત્યાં તેણીએ ભિક્ષા સાથે ઔષધ પણ આપ્યું. સાધુએ પાપ અધિકરણ સમજી ભક્તપ્રત્યાખ્યાન કર્યું. ત્યારે કાલવેશિક અણગારે શીયાળનો અવાજ સાંભળી સહાયકોને પૂછયું, આ કોનો શબ્દ સંભળાયો ? તેઓએ ઉત્તર આપ્યો કે, આ જંગલમાં રહેતો શીયાળનો અવાજ છે. પછી શીયાળને બાંધીને પાસે લાવ્યા. તેણે તેને મારી નાખ્યો. હણાતા એવા શીયાળે “ખિ–બિં” એવો અવાજ કર્યો. ત્યારે તેને એ અવાજ સાંભળીને આનંદ થયો. શિયાળ મરીને અકામનિર્જરાના કારણે વ્યંતર થયો.
તે વ્યંતરે કાલવેશિકને ભક્તપ્રત્યાખ્યાન કરેલ જોયા. ત્યારે અવધિજ્ઞાન વડે તેને ઓળખી ગયો. અરે ! આ તો એ જ છે કે જેને લીધે હું શિયાળના ભાવમાં હણાયો હતો. ત્યારે તે ભક્તપ્રત્યાખ્યાત મુનિ પાસે આવીને તેણે બચ્ચા સહિત એવી શિયાણી વિકુવ. પછી 'ખિ–ખ્રિ' અવાજ કરતા તેણે કાલનેશિક અણગારને ખાવાનું શરૂ કર્યું.
ત્યાંના રાજાએ આ સાધુને ભક્તપ્રત્યાખ્યાત જાણીને રક્ષણ કરનાર પુરુષોને ત્યાં મોકલ્યા. જેથી તે મુનિને કોઈ ઉપસર્ગ ન થાય. હજી તો તે પુરુષો તે સ્થાને આવે તેટલામાં તો તે શિયાણી દ્વારા ખવાઈ ગયા. જ્યારે તે પુરુષો નીકળ્યા ત્યારે શબ્દ કરતી એવી તે શિયાલણી ખાતી હતી. પણ જેવા તેઓ ત્યાં પહોંચ્યા, ત્યાં તેમણે તે મુનિને ન જોયા. મુનિએ પણ આ ઉપસર્ગને સમ્યક્ પ્રકારે સહન કર્યો અને ખમ્યા. – આ રીતે ઉપસર્ગ સહન કરવો જોઈએ.
સાધુએ ચિકિત્સાની અનુમતિ આપવી ન જોઈએ, પણ તેને પોતાના કર્મનું ફળ છે, તેમ સમજીને સહન કરતા સમાધિપૂર્વક રહીને ચારિત્ર આત્માની ગવેષણા કરવી જોઈએ – તે સંબંધમાં આ દૃષ્ટાંત છે.