________________
શ્રમણ કથા
૮૫
પછી તેમની મધ્યે રહેવાનો શો અર્થ છે ? તો હું ત્યાં જઉં, જ્યાં અનુયોગને પ્રવર્તાવી શકું. કદાચ પછી આ શિષ્યોને લજ્જાથી કંઈ સમજ આવે. આ પ્રમાણે વિચારીને પછી શય્યાતરને પૂછયું કે, હું અન્યત્ર કયા જઉ ? તો મારા શિષ્યો કંઈક સાંભળે. પરંતુ તું મારા શિષ્યોને કંઈ કહેતો નહીં. પછી કદાચ જો તે બહુ જ આગ્રહ કરે તો તેમને કહેજે કે, હું સુવર્ણભૂમિએ સાગર(મુનિ) પાસે ગયો છું.
આ પ્રમાણે પોતાના આત્મહિતને માટે રાત્રિના જ વિહાર કરીને તેઓ સુવર્ણભૂમિ ગયા. ત્યાં જઈને વૃદ્ધપણે સાગર મુનિના ગચ્છમાં ગયા. ત્યારે સાગરાચાર્યએ તેમને અંત (વૃદ્ધ) જાણીને તેમનો આદર ન કર્યો કે, અભ્યત્થાનાદિ સત્કાર ન કર્યો. ત્યારપછી અર્થપોરિસિ વેળાએ સાગરાચાર્યે કહ્યું, હે ખંત ! આજે મેં કેવું વ્યાખ્યાન કર્યું ? ગુરુએ કહ્યું, શ્રેષ્ઠ.
શિષ્યોએ સવારે સંભાત થઈને જોયું તો આચાર્ય નજરે ન ચડ્યા. પછી બધે જ માર્ગણા કરીને સજ્જાતરને પૂછયું, આચાર્ય ભગવંત ક્યાં ગયા ? ત્યારે સર્જાતરે જવાબ ન આપ્યો. પછી કહ્યું કે, જો તમને તમારા આચાર્યએ ન કહ્યું, તો મને કેમ કહે ? ત્યારપછી આકુળ-વ્યાકુળ થઈને અતિ આગ્રહપૂર્વક પૂછયું ત્યારે કહ્યું કે, તમારો ત્યાગ કરી, કંટાળીને તેઓ સુવર્ણભૂમિ ગયા છે. તેઓ ત્યાં સાગરાચાર્ય પાસે ગયા છે.
ત્યારે આર્યકાલકના શિષ્યો પણ સુવર્ણભૂમિ જવાને માટે પ્રવૃત્ત થયા. માર્ગમાં લોકો પૂછવા લાગ્યા કે, આ કયા આચાર્ય જાય છે ? ત્યારે તેઓ કહેતા કે આર્યકાલક જઈ રહ્યા છે. ત્યારે સુવર્ણભૂમિએ સાગરાચાર્યને લોકોએ કહ્યું કે, આર્યકાલક નામના આચાર્ય જે બહુશ્રત અને બહુપરિવારવાળા છે તેઓ આ તરફ આવવા માટે માર્ગે આવી રહયા છે. એ રીતે લોક પરંપરાએ સાગરાચાર્યએ જાણ્યું કે કાલકાચાર્ય આવી રહ્યા છે.
ત્યારે સાગરાચાર્યે પૂછયું, હે વૃદ્ધ ! શું મારા પિતામહ–ગુરુના ગુરુ આવી રહ્યા છે ? તેણે કહ્યું, ખબર નથી, મેં પણ સાંભળ્યું છે તેટલામાં સાધુઓ આવ્યા. તે ઊભા થયા. તેણે તે સાધુઓને પૂછયું કે, ક્ષમાશ્રમણ ! અહીં આવ્યા છે ? ત્યારે સાગરાચાર્યે શંકિત થઈને કહ્યું, એક વૃદ્ધ સાધુ અહીં આવેલ છે, હું તે ક્ષમાશ્રમણને જાણતો નથી. પછી ખ્યાલ આવતા તેમણે કાલકાચાર્યને ખમાવ્યા અને કહ્યું, મારું દુષ્કૃત મિથ્યા થાઓ, જે મેં તમારી આશાતના કરી, તે બહુ જ લજ્જિત થયા. પછી તેમને વંદના કરી.
ત્યારપછી કાલકાચાર્યએ કહ્યું કે, તમે સુંદર વ્યાખ્યાન કરો છો, પણ તેનો ગર્વ કરશો નહીં. કોણ જાણે છે ? કોને કેટલું જ્ઞાન છે ? ત્યારપછી ઘેલિજ્ઞાન અને કર્દમપિંડનું દૃષ્ટાંત કહ્યું. પછી બોધ આપતા કહ્યું કે, આ અર્થજ્ઞાન તિર્થંકર પાસેથી ગણધરને, ગણધર પાસેથી – યાવત્ – આપણે આચાર્ય–ઉપાધ્યાયાદિ પાસે પરંપરાએ આવેલ છે. ત્યારે સાગરાચાર્યે “મિચ્છાદુક્કડં' કર્યું. પછી આચાર્ય કાલકે શિષ્ય-પ્રશિષ્યોને અનુયોગ કહ્યો.
તે આર્યકાલકની પાસે શક્રે આવીને નિગોદનું સ્વરૂપ પૂછ્યું, આ વૃત્તાંત આર્યરક્ષિતની કથા અનુસાર સમજી લેવો – યાવતું – ઇન્દ્ર ઉપાશ્રયનું દ્વાર મૂળ સ્થાનકેથી ફેરવી બીજી તરફ કરીને ચાલ્યો ગયો.
૦ આ કથા પ્રજ્ઞા પરીષડમાં પણ આવે છે.