________________
८४
આગમ કથાનુયોગ-૪
ગામમાં ગુરુના એક બાળશિષ્ય ત્યાંના પુરોહિતને વાદમાં જીત્યો. ત્યારપછી ત્યાંથી વિહાર કરી ગયા અને વિચરતા–વિચરતા ફરી ત્યાંજ આવ્યા. બળમિત્ર રાજાના આગ્રહથી ત્યાં ચોમાસુ રહ્યા. ત્યારે પેલા પુરોહિતે પૂર્વના વૈરને લીધે વિચાર્યું કે, આ આચાર્યને ગામમાંથી કઢાવી મૂકવા. - તે પુરોહિતે ગુપ્ત રીતે રાજાને જણાવ્યું કે, હે દેવ! જ્યાં આ સાધુઓ વિચરે છે, ત્યાં માણસો જાય ત્યારે ગુરુના ચરણનું ઉલ્લંઘન થવાથી પાપના કારણરૂપ અવજ્ઞા થાય છે. તે પાપ રાજાને લાગે છે. ઇત્યાદિ કહીને રાજાને વિપરિણામિત કર્યા. કોઈ પ્રકારે યુક્તિ કરીને આચાર્ય ભગવંતને ત્યાંથી વિહાર કરાવ્યો. સર્વત્ર નગરમાં તેમણે અનેષણા કરાવી દીધેલી, તેથી આચાર્યને ક્યાંય એષણીય આહાર પ્રાપ્ત ન થતા વિહાર કર્યો.
ત્યારપછી આચાર્ય કાલક પ્રતિષ્ઠાનપુરે ગયા. ત્યાં સાતવાહન નામે રાજા હતો, તે શ્રાવક હતો. આર્ય કાલકે ત્યાંના શ્રમણ સંઘને સંદેશો મોકલ્યો કે જ્યાં સુધી હું આવું નહીં. ત્યાં સુધી તમે પર્યુષણા કરતા નહીં. સાતવાહન રાજાએ પણ શ્રમણસંઘ સહિત મહાવિભૂતિપૂર્વક કાલકાચાર્યનો પ્રવેશ મહોત્સવ કર્યો. પછી પર્યુષણાનો દિવસ નજીક આવ્યો ત્યારે કાલકાચાર્યે સાતવાહન રાજાને કહ્યું કે, ભાદરવા સુદી પંચમીએ પર્યુષણા કરીશું શ્રમણસંઘે તે વાતનો સ્વીકાર કર્યો.
ત્યારે સાતવાહન રાજાએ કહ્યું કે, તે દિવસે મારે લોકાનુવૃત્તિથી ઇન્દ્ર મહોત્સવ હોય છે. તેથી ચૈત્ય-સાધુઓએ તે દિવસે પર્યુષણા કરવી નહીં. તો તમે છઠના દિવસે પર્યુષણા કરો. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, એક પણ દિવસ માટે પુર્યષણાનું અતિક્રમણ થઈ શકે નહીં. ત્યારે રાજાએ કહ્યું, તો ચતુર્થીના દિવસે પર્યુષણા થાઓ. ત્યારે કાલભાચાર્યએ કહ્યું કે, ભલે ચતુર્થીએ પર્યુષણા કરો. એ પ્રમાણે કારણથી ભાદરવા સુદ૪ના પર્યુષણા–સંવત્સરીનો આરંભ થયો. આ પ્રમાણે યુગપ્રધાન આચાર્યએ કારણ હોવાથી ચોથના પર્યુષણ પર્વતાવી.
ત્યારપછી સર્વે આચાર્યોએ સર્વ સ્થાને કાલિકાચાર્યની માફક ચોથના દિવસે જ સંવત્સરી પર્વ કર્યું.
૦ આગમ સંદર્ભઃકિસી.ભા. ૩૧૫૩ની ચૂ
દસા.નિ ૭૦ની ચૂ કલ્પસૂત્ર-વ્યા.૯, સૂત્ર-૨ની .
૦ કાલક-૩-કથા :
ઉજૈની નગરીમાં આર્યકાલક નામે આચાર્ય હતા. તેઓ સુત્ર અને અર્થના જ્ઞાતા એવા બહુશ્રુત આચાર્ય હતા. વિશાળ શિષ્ય પરિવાર સાથે તે વિચારતા હતા. પણ તેમના શિષ્યોમાં કોઈ ભણવાને ઇચ્છતા ન હતા.
તે આચાર્યકાલકના શિષ્યના શિષ્ય સાગર નામે ક્ષપક (સાધુ) હતા. તેઓ પણ સૂત્ર અને અર્થના ઉપયોગવાનું એવા બહુશ્રુત હતા. તેઓ સુવર્ણભૂમિમાં વિચરતા હતા.
ત્યારે આર્યકાલકે વિચાર્યું કે, આ મારા શિષ્યો અનુયોગ શ્રવણ કરતા નથી. તો