________________
શ્રમણ કથા
આ સમગ્ર વૃત્તાંત કોણિકની કથામાં આવશે તેથી વ્હીં નોંધેલ નથી. ત્યારે ચટક રાજાની વૈશાલી નગરીને ઘેરો ઘાલીને લાંબા સમય સુધી રાજા કોણિક ત્યાં રોકાયો. પણ ઊંચા કિલ્લાવાળી તે નગરી કોઈ પ્રકારે માંગતી નથી. ત્યારે કોણિક રાજાને ચિંતા થઈ. પોતાના પડાવમાં પાછો આવ્યો. તે કાળે કૂલવાલક મુનિથી કોઈ પ્રકારે રષ્ટ થયેલા દેવતાએ આકાશ વાણી કરી, જો કોઈ પ્રકારે કૂલવાલક મુનિ માગધિકા વેશ્યામાં આસક્ત બને તો કૂણિક (અશોકચંદ્ર) રાજા વૈશાલી નગરીને ગ્રહણ કરી શકશે.
આ વાત સાંભળી હર્ષિત વદનવાળો થયેલો કોણિક રાજા ચંપાનગરી પહોંચ્યો, પછી લોકોને પૂછવા લાગ્યો કે, આ ફૂલવાલક મુનિ કોણ છે ? ત્યારે નદીના કાંઠે રહેલા ફૂલવાલક મુનિનો વૃત્તાંત જાણ્યો. ત્યારપછી માગધિકા ગણિકાને બોલાવી. તેણીને કહ્યું કે, હે ભદ્રે ! તું કોઈ પ્રકારે કૂલાવાલક મુનિને અહીં લાવ. ત્યારે તેણી કપટ શ્રાવિકા બની, કેટલોક સાથે ભેગો કરી તેણીએ પ્રસ્થાન કર્યું.
જ્યાં ફૂલવાલક મુનિ હતા, ત્યાં આવી, ફૂલવાલક મુનિને વિનયપૂર્વક વંદના કરી. પછી કહેવા લાગી કે, હે ભગવંત ! મારા પતિ સ્વર્ગે સીધાવ્યા પછી હું જિનેન્દ્રોના ભવનની યાત્રા કરવા માટે નીકળી છું. તમે અહીં છો, તે વાત સાંભળીને આપને વંદન કરવા માટે આપેલી છું. મારે આજે સુવર્ણ દિવસ છે કે આપ જેવા તીર્થસ્વરૂપ મુનિના દર્શન થયા. હે મુનિપ્રવર ! આપ ભિક્ષા ગ્રહણ કરવાની અમારા પર કૃપા કરો. આવા વચનો દ્વારા કૂલવાલક મુનિને ભિક્ષાર્થે નિમંત્રણા કરી.
ત્યારપછી માગધિકા વેશ્યાએ તેને એવા પદાર્થની ભેળસેળ કરી લાડવા વહોરાવ્યા કે જે લાડવાનો આહાર કરવાથી મુનિને અતિસારનો રોગ ઉત્પન્ન થયો. અતિસારના રોગથી તે નિર્બળ બની ગયા. પડખું ફેરવવા માટે પણ અસમર્થ થઈ ગયા. ત્યારે ગણિકાએ કહ્યું કે, હે ભગવંત! હું આપની કૃપાથી શાસ્ત્રમાં જણાવેલા ઉત્સર્ગ અપવાદને જાણું છું. તો આપ રોગનો પ્રતિકાર થઈ શકે તેવા પ્રાસુક – અચિત દ્રવ્યો વડે આપની ચિકિત્સા કરવાની મને અનુજ્ઞા આપો. પછી આપનું શરીર નીરોગી થાય ત્યારે આ વિષયમાં લાગેલા દોષોનું આપ પ્રાયશ્ચિત્ત કરી લેજો.
ત્યારપછી તે માગધિકા ગણિકા મુનિની વૈયાવચ્ચ કરવા લાગ્યા. શરીર સાફ કરવું, માલીશ કરવો, બેસાડવા, સુવડાવવા આદિ ક્રિયાઓ કરવા લાગી, તેમ કરતા–કરતા અને ઔષધના પ્રભાવથી ધીમેધીમે તે મુનિ નિરોગી થઈ ગયા. પછી ધીમે ધીમે તે માગધિકા ગણિકા શૃંગારરૂપ વેશ, મનોહર વચનો, કામની પ્રાર્થના આદિ દ્વારા મુનિને વિવિધ રીતે મોહિત કરવા લાગી.
તેણીના આવા વિકાર વચનોથી મુનિ ક્ષોભ પામ્યા. ધીમે ધીમે તે માગધિકા ગણિકામાં આસક્ત બન્યા. પછી ધર્મની નિશ્ચલતાનો ત્યાગ કરીને, પ્રવજ્યા છોડીને માગધિકા સાથે ચાલી નીકળ્યા. ત્યારે અત્યંત હર્ષિતું થયેલી તે ગણિકા, કુલવાલકને લઈને રાજા કોણિક (અશોકચંદ્ર) પાસે આવીને કહ્યું કે, આ કુલવાલક મુનિને લાવી છું. ૦ વૈશાલી નગરીના વિનાશમાં નિમિત્ત :
કોણિક (અશોકચંદ્ર) રાજાએ કહ્યું કે, હે ભદ્રક ! તેવા પ્રકારનો કોઈ ઉપાય કરો