________________
૮૬
આગમ કથાનુયોગ-૪
૦ આગમ સંદર્ભ :ઠા. ૪૭૭ની , મરણ. ૫૦૨;
બુહ.ભા. ૨૩૯ + વૃ; આવ.યૂ.ર-પૂ. ૨૫; ઉત્તનિ ૧૨૦ + ;
ઉત્ત.ચૂપ ૮૩;
x - ૪ - ૦ કાલક-૪-કથા :
તામિણી નામે નગરી હતી. ત્યાં જિતશત્રુ નામે રાજા હતો. તેની ભદ્રા નામે પત્ની હતી, જે બ્રાહ્મણ જાતિની હતી. તેમને દત્ત નામનો પુત્ર હતો. તે દત્તના મામા, આર્યકાલક નામે હતા. તેઓ પ્રવ્રજિત થઈ આચાર્ય થયા હતા. તે દત્ત ક્રમશઃ જુગાર આદિનો વ્યસની તથા ઇચ્છાચારી થયો. પછી કોઈ વખતે તે જિતશત્રુ રાજાનો પ્રધાનદંડક થયો. કુલપુત્ર આદિએ ભેગા થઈને રાજાને પણ કાઢી મૂક્યા, પછી તે રાજા થઈ ગયો. તેણે યજ્ઞ કરાવ્યો, તેમાં ઘણા જીવોને નિરંતર હસવા લાગ્યો.
અન્ય કોઈ દિવસે તે તેમના મામા કાલકાચાર્યને જોઈને રોષપૂર્વક પૂછયું, મને ધર્મ સંભળાવો, યજ્ઞનું ફળ શું છે? તે મને જણાવો. ત્યારે ધર્મ કહ્યો, ધર્મકાર્યથી સ્વર્ગ અને અપવર્ગની પ્રાપ્તિ થાય છે અને પાપકાર્યથી નરકની પ્રાપ્તિ થાય છે. ફરીફરીને દત્તે કાલકાચાર્યને ધર્મ વિશે, નરકના પંથ વિશે, અધર્મ ફળ વિશે, અશુભકર્મના ઉદય વિશે પ્રશ્નો કર્યા. આ પ્રમાણે પુનઃ પુનઃ પ્રશ્નો પૂછતા રોષાયમાન થઈને આર્ય કાલકે કહ્યું કે, યજ્ઞનું ફળ નરક છે.
ત્યારે દત્ત પણ ગુસ્સે થઈને કહ્યું કે, તમે કહો છો તે વાતનું પ્રમાણ શું છે ? આર્યકાલકે કહ્યું કે, આજથી સાતમે દિવસે તું સુણગકુંભીપાકમાં પકાવાઈશ ત્યારે પ્રમાણ મળી જશે. ફરી દત્તે પૂછયું કે, તમારી આ વાતનું શું પ્રમાણ છે? આજથી સાતમે દિવસે તારા મુખમાં વિષ્ટા આવીને પડશે, તે પડે ત્યારે સમજજે કે તું નરકમાં જવાનો છે.
ત્યારે ક્રોધે ભરાયેલ દત્તે પૂછયું કે, તમારું મૃત્યુ કયારે થવાનું છે ? ત્યારે આર્ય કાલકે કહ્યું કે, હું સુદીર્ધકાળપર્યત પ્રવ્રજ્યાનું પાલન કરીને દેવલોક જઈશ. ત્યારે દત્ત પોતાના સેવક પાસે ખગ્ન વડે પ્રહાર કરાવવો શરૂ કર્યો. ત્યારપછી તેમણે આચાર્યને બંધનમાં મૂકીને પ્રતિજ્ઞા કરી કે, જો હું સાત દિવસ પછી જીવતો હોઈશ તો આચાર્યને હણી નાખી. પોતે પણ પ્રચ્છન્નપણે અંતઃપુરમાં જઈને રહ્યો.
સાતમે દિવસે રાજમાર્ગની રક્ષા કરાતી હતી. અશુચિ વસ્તુઓ રસ્તા પરથી સાફ કરાતી હતી, તે દિવસે દત્ત રાજાએ ભ્રાંતિથી આઠમો દિવસ ગણ્યો. હર્ષ પામી અશ્વ પર આરૂઢ થઈ છત્રચામર ધરાવતો તે રાજમાર્ગે ફરવા નીકળ્યો. એવામાં કોઈ માળી પુષ્પનો કરંડીયો લઈને રાજમાર્ગ આવતો હતો. તેણે રાજાની સવારીના વાજિંત્રના નાદ સાંભળ્યા. ત્યારે અચાનક તેને સ્પંડિલની ચિંતા થઈ. ત્યારે ઘણાં લોકોની ભીડ વટાવીને નીકળી શકાય તેમ ન હોવાથી ત્યાંજ શંકાનો ત્યાગ કર્યો. પછી ધંડિલ પર પુષ્પોનો ઢગલો મૂકીને ઢાંકી દીધું.
એટલામાં રાજાની સવારી ત્યાં આવી. તે વખતે ઘોડાનો પગ ત્યાં પડતા, પુષ્પના ઢગલા નીચે જીંડિલ પર ઘોડાના પગની ખરી દબાતા વિષ્ઠા ઉડી અને સીધી જ દત્તના