________________
૮૮
આગમ કથાનુયોગ-૪
૦ આગમ સંદર્ભ :આયા.ચૂપૃ. ૧૧૨;
મરણ. ૪૯૯; વવ.ભા. ૪૪૨૦ની વૃ;
ઉત્તનિ ૧૧૫ + ; – – – ૦ કાશીરાજ-દષ્ટાંત -
શ્રેય અને સત્યમાં પરાક્રમી એવા એક રાજા હતા. તેમણે કામભોગોનો પરિત્યાગ કરી દીક્ષા લીધી. પછી કર્મરૂપી મહાવનનો નાશ કર્યો.
આ દૃષ્ટાંત સંજયમુનિ અને ક્ષત્રિયમુનિના દૃષ્ટાંતમાં આવે છે. તેમાં આથી વિશેષ કશું જ નોંધાયેલ નથી.
૦ આગમ સંદર્ભ :ઉત્ત૬૦૮;
– ૪ – ૪ – ૦ કુણાલ કથા :
ભૃગુકચ્છ નગરમાં જિનદેવ નામે આચાર્ય હતા. ભદંતમિત્ર અને કુણાલ બંને ભાઈઓ બૌદ્ધ મતાવલંબી હતા. (બૌદ્ધ સાધુ હતા.) તે બંને ભાઈઓ વાદમાં નિપુણ હતા. તેઓએ પડહ વગડાવ્યો કે અમારી સાથે વાદ કરનારા કોઈ હોય તો આવી જાય. આ વખતે જિનદેવ આચાર્ય ચૈત્યવંદનને માટે જતા હતા. તેણે આ પટહ (ઉદૂઘોષણા) સાંભળી. તેણે પહને અટકાવ્યો અને કહ્યું કે, હું વાદ કરવા માટે તૈયાર છું. રાજકુળમાં વાદ થયો ત્યારે ભદૂતમિત્ર અને કુણાલ બંને વાદમાં હારી ગયા.
ત્યારપછી બંને ભાઈઓએ વિચાર્યું કે, આ (જૈન) આચાર્ય સિદ્ધાંતમાં નિપુણ છે. તેમને પ્રત્યુત્તર આપવો શક્ય નથી. ત્યારપછી માતૃભૂમિમાં તે બંને તેમની પાસે પ્રવૃજિત થયા. વિભાસા ગોવિંદ વાચક મુજબ જાણવી. (કથા જુઓ ગોવિંદ વાચક) ત્યારપછી તે બંને ભાઈ મુનિ ભણીને જ્ઞાની બન્યા. ત્યારે તેમણે ભાવથી (જૈન) ધર્મ અંગીકાર કર્યો.
આ ભાવ પ્રસિધિનું દષ્ટાંત છે. પ્રસિધિનો અર્થ માયા–કપટ કરેલ છે. તેમણે પ્રથમ તો કપટ દીક્ષા ગ્રહણ કરેલ હતી પણ સિદ્ધાંતના જ્ઞાનથી તેઓ સાચા સંયમી બન્યા.
૦ આગમ સંદર્ભ:આવનિ ૧૩૦૪ + વૃક
આવ.યૂ.ર-૫. ૨૦૧; – ૪ – ૪ – • કુમારપુત્રિક –
ભગવંત મહાવીરના એક શિષ્યનું નામ કુમારપુત્રિક હતુ. અથવા તો ભગવંત મહાવીરની નિશ્રામાં કુમારપુત્ર નામે એક શ્રમણ નિર્ગથ હતા. તેઓ ભગવંત મહાવીરના પ્રવચનનો ઉપદેશ કરતા હતા. જ્યારે કોઈ ગૃહસ્થ શ્રમણોપાસક તેમની પાસે પ્રત્યાખ્યાન ગ્રહણ કરવાને માટે જતા ત્યારે તેઓ તેમને આ પ્રકારે પ્રત્યાખ્યાન કરાવતા હતા – રાજા આદિના અભિયોગ સિવાય તે ગાથાપતિએ ત્રસ જીવોને દંડ આપવો નહીં – ઇત્યાદિ.