________________
શ્રમણ કથા
દેવામાં આવે, તો પણ તે તેનાથી સંતુષ્ટ નહીં થાય, આ લોભાભિભૂત આત્મા એટલો દુષ્પર છે.
- જેમ લાભ થાય છે, તેમ લોભ થાય છે, લાભથી લોભવૃદ્ધિ પામે છે. બે માસા સુવર્ણથી નિષ્પન્ન થનાર કાર્ય કરોડો સુવર્ણમુદ્રાથી પણ પૂર્ણ ન થયું.
- જેના હૃદયમાં કપટ છે અથવા જે છાતીમાં ફોડલા રૂપ સ્તનોવાળી છે, જે અનેક કામનાઓ વાળી છે, જે પુરુષને પ્રલોભનમાં ફસાવીને તેને દાસની માફક નચાવે છે, એવા રાક્ષસી સ્વરૂપ સાધના વિદ્યા સુધી સ્ત્રીઓમાં આસક્તિ ન રાખવી જોઈએ. સ્ત્રીઓનો ત્યાગ કરનાર અણગાર તેનામાં આસક્ત ન થાય. ભિક્ષુ ધર્મને ઉત્તમ જાણીને તેમાં પોતાના આત્માને સ્થાપિત કરે.
- વિશુદ્ધ પ્રજ્ઞાવાળા કપિલમુનિએ આ પ્રકારે ધર્મ કહ્યો છે. જે તેની સમ્યક આરાધના કરશે, તે સંસારમુકને પાર કરશે. તેમના દ્વારા જ બંને લોક આરાધિત થશે.
૦ આગમ સંદર્ભ :ઉત્ત ૨૦૯ થી ૨૨૮;
ઉત્ત.નિ. ૨૫૨ થી ૨૫૯ + 9 ઉત્ત.ચૂપૃ ૧૬૮ થી ૧૭૭,
૦ કાલક (૧) – કથા :
| (મગધ દેશમાં ધારાવાસ નગરમાં વજસિંહ નામે રાજા રાજ્ય કરતો હતો, તેને સુરસુંદરી નામે પ્રિયા હતી. તેમને કાલકકુમાર નામે પુત્ર અને સરસ્વતી નામે પુત્રી હતી, કોઈ વખતે કાલકકુમાર કેટલાંક રાજપુરુષો સહિત ક્રીડા કરવા માટે વનમાં ગયેલ, ત્યાં આચાર્ય ભગવંતને જોયા, ધર્મોપદેશ સાંભળ્યો. સાંભળીને કાલકકુમારે માતાપિતાની આજ્ઞા લઈ સરસ્વતી સહિત ચારિત્ર અંગીકાર કર્યું. પછી કાલક મુનિએ અધ્યયન કરી નિપુણતા પ્રાપ્ત કરી. ગુરુએ તેમને યોગ્ય જાણીને સૂરી પદ આપ્યું.) ૦ ગદભિલ દ્વારા ઉપદ્રવ અને તેનું નિવારણ :
ઉજ્જૈની નામની નગરી હતી. ત્યાં ગઈભિન્ન નામે રાજા હતો. ત્યાં આ કાલક આચાર્ય કે જે જ્યોતિનિમિત્તમાં પ્રવીણ હતા. તેઓ નગરીની બહાર ઉદ્યાનમાં સમવસર્યા. તે વખતે તેમના બહેન સાધ્વી પ્રવર્તિની સરસ્વતી સાધ્વી આચાર્યને વંદન કરીને નગર દરવાજામાં આવતા હતા. એ સમયે ત્યાંનો ગર્દભિલ્લ રાજા તે જ અવસરે નગરની બહાર જતો હતો. તેણે કાલકાચાર્યના બહેન સાધ્વી સરસ્વતી કે જે રૂપવતી અને યૌવનની પ્રથમ વયમાં હતા, તેમને ગર્દભિલે ગ્રહણ કર્યા અને બળપૂર્વક પોતાના અંતઃપુરમાં મોકલાવી દીધા.
ત્યારે કાલકાચાર્યએ વિનવણી કરી, સંઘે પણ વિનંતી કરી, તો પણ ગર્દભિન્ન રાજાએ તે સાધ્વીને છોડ્યા નહીં. ત્યારે રોષાયમાન થયેલા આર્ય કાલકે પ્રતિજ્ઞા કરી – જો હું ગર્દભિલ્લ રાજાને હું તેના રાજ્યથી ભ્રષ્ટ ન કરું, તો પ્રવચન–સંયમના ઉપઘાતક અને તેની ઉપેક્ષા કરનારી ગતિ પ્રાપ્ત કરી. ત્યારે કાલક આર્ય ઉન્મત્તરૂપ થઈ ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાજનસ્થોમાં આ પ્રમાણે પ્રલાપ કરતા ચાલવા લાગ્યા