________________
૮૦
આગમ કથાનુયોગ-૪
ગુંથાયા છે, તેને કાપિલીય અધ્યયન કહેવાય છે. તે આ પ્રમાણે
- અધુવ અને અશાશ્વત તથા દુઃખ બહુલ સંસારમાં એવું કયું કર્મ છે, જેને કારણે હું દુર્ગતિમાં ન જાઉં.
– પૂર્વ સંબંધોને એક વખત છોડીને પછી કોઈના પર પણ સ્નેહ ન કરવો. સ્નેહ કરનારાની સાથે પણ નેહ ન કરનારા ભિક્ષુ સર્વ પ્રકારે દોષો અને પ્રદોષોથી મુક્ત થઈ જાય છે.
- કેવળજ્ઞાન અને કેવળદર્શનથી સંપન્ન તથા મોહમુક્ત કપિલમુનિએ સર્વ જીવોના હિત અને કલ્યાણને માટે તથા મુક્તિને માટે કહ્યું કે
મુનિ કર્મબંધનના હેતુસ્વરૂપ બધાં પ્રકારના ગ્રંથ તથા કલહનો ત્યાગ કરે. કામભોગોમાં સર્વ પ્રકારે દોષને જોતાં એવા આત્મરક્ષક મુનિ કામભોગોમાં લિપ્ત ન થાય.
આસકિતજનક અભિલાષરૂપ ભોગોમાં નિમગ્ર, ડિત અને નિશ્રેયસમાં વિપરિત બુદ્ધિવાળા, અજ્ઞ, મંદ અને મૂઢ જીવ કર્મોથી એવી રીતે બંધાઈ જાય છે જેવી રીતે શ્લેષ્મમાં માખી ચોંટી જાય છે.
કામભોગોનો ત્યાગ દુષ્કર છે, અધીર પુરુષો દ્વારા કામભોગને સહેલાઈથી છોડી શકાતા નથી. પણ જે સુવતી સાધુ છે, તેઓ સમુદ્રને તરી જતા વણિકની માફક દસ્તર કામભોગોને તરી જાય છે.
– અમે શ્રમણ છીએ એમ કહેવા છતાં પણ કેટલાંક પશુ સમાન અજ્ઞાની જીવ. પ્રાણવધને સમજતા નથી. તે મંદ અને અજ્ઞાની પાપદૃષ્ટિઓને કારણે નરકમાં જાય છે.
– જેમણે સાધુધર્મની પ્રરૂપણા કરી છે, તે આર્ય પુરુષોએ કહ્યું છે કે, જે પ્રાણવધનું અનુમોદન કરે છે, તે ક્યારેય પણ સર્વદુઃખોથી મુક્ત થતા નથી.
– જે જીવોની હિંસા કરતા નથી, તે સાધક સમિત કહેવાય છે તેમના જીવનમાંથી પાપકર્મ એ રીતે નીકળી જાય છે, જે રીતે ઊંચે સ્થાનેથી પાણી વહી જાય છે.
– સંસારમાં જે કોઈ ત્રસ અને સ્થાવર પ્રાણી છે. તેમના પ્રત્યે મન, વચન, કાયારૂપ કોઈપણ પ્રકારના દંડનો પ્રયોગ ન કરે.
– શુદ્ધ એષણાઓને જાણીને ભિક્ષુ તેમાં સ્વયં પોતાને સ્થાપિત કરે– ભિક્ષાજીવી મુનિ સંયમ યાત્રાને માટે આહારની એષણા કરે, પણ રસમાં મૂર્શિત ન બને, (પણ) ભિક્ષુ જીવનયાપનને માટે પ્રાયઃ નિરસ, શીત, જૂના કુભાષ, સારહીન, રુક્ષ અને મંથુબેર આદિનું ચૂર્ણ ભિક્ષામાં ગ્રહણ કરે છે.
-- જે સાધુ લક્ષણશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર અને અંગવિદ્યાનો પ્રયોગ કરે છે, તેમને સાધુ કહેવાતા નથી – આ પ્રમાણે આચાર્યોએ કહ્યું છે.
– જે વર્તમાન જીવનને નિયંત્રિત ન રાખી શકવાને કારણે સમાધિયોગથી ભ્રષ્ટ થઈ જાય છે, તે કામભોગ અને રસોમાં આસક્ત અસુરકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી નીકળીને પણ તેઓ સંસારમાં ઘણાં કાળ સુધી પરિભ્રમણ કરે છે. ઘણાં અધિક કર્મોથી લિપ્ત હોવાના કારણે તેને બોધિની પ્રાપ્તિ ઘણી દુર્લભ થાય છે.
– ધન ધાન્ય આદિથી પ્રતિપૂર્ણ આ સમગ્ર વિશ્વ પણ જો કોઈ એકને આપી