________________
૭૪
આગમ કથાનુયોગ-૪
પછી તે બાળકે મને પણ કંઈક ધર્મ થાય તેવી બુદ્ધિથી તે ખીરના ત્રણ ભાગમાંથી એક ભાગ સાધુને આપ્યો (વહોરાવ્યો). ફરી તેને વિચાર આવ્યો કે, આ ખીર તો ઘણી થોડી છે. આટલામાં આ કૃશકાય તપસ્વીનું શું થશે ? ત્યારે ફરી એક ભાગ ખીર પણ વહોરાવી દીધી. ફરી પણ તે બાળકને વિચાર આવ્યો કે જો આ સાધુ (આહારપૂર્તિ માટે) બીજા કોઈ ખાટા પદાર્થ કે તેવું કંઈક નાખશે તો આ ખીર નાશ પામશે. ત્યારે ત્રીજી બાકી રહેલા ભાગની ખીર પણ વહોરાવી દીધી. એ રીતે બધી જ ખીર સાધુને આપી દીધી.
ત્યારે તે દ્રવ્યશુદ્ધ, દાયકશુદ્ધ, ગ્રાહકશુદ્ધ આવી ત્રણ પ્રકારની શુદ્ધિ મન, વચન, કાયા વડે થવાથી તે દાનના પ્રભાવે તેણે દેવનું આયુ બાંધ્યું. ત્યારે માતાએ આવીને જોયું તો તેણીએ માન્યું કે આ બાળકે ખીર ખાઈ લીધી છે. ફરીથી બીજી ખીર તેની થાળીમાં ભરી દીધી. અતી રંક–ભૂખ્યા માણસ માફક તેણે પેટ ભરીને ખીર ખાધી. તે રાત્રિએ તેને ખીર ન પચવાથી તે બાળક મૃત્યુ પામ્યો. મરીને દેવલોકે ગયો. ૦ કૃતપુણ્ય રૂપે જન્મ અને ગણિકાના ઘેર રહેવું :
દેવલોકનું આયુ પૂર્ણ કરી, ત્યાંથી ચ્યવને તે રાજગૃહનગરમાં ઘણાં ધનાઢ્ય એવા ધનાવહ શ્રેષ્ઠીની ભદ્રા નામની ભાર્યાની કુક્ષિમાં ઉત્પન્ન થયો. પૂર્ણ સમયે તેનો જન્મ થયો. તે બાળક ગર્ભમાં હતો ત્યારે તેની માતાને થયું કે, આ કોઈ પૂર્વના કૃત–પુણ્યથી ઉત્પન્ન થયેલો છે. ત્યારે તેનો જન્મ થયા બાદ તેનું “કૃતપુણ્ય” એવું નામ રાખ્યું. કાળક્રમે તે બાળક મોટો થયો. તેણે સર્વ કળા ગ્રહણ કરી. ત્યારે (ધન્યા સાથે) પરણ્યો.
(કૃતપુણ્યને સાધુસંગતમાં વિશેષ રહેતો જોઈને તથા વિષયથી વિમુખ જાણીને) ભદ્રા માતાએ તેને દુર્લલિત ગોષ્ઠીમાં મૂક્યો. પછી તે ગણિકાના ઘેર ગયો. ત્યાં રહેતારહેતા તેના બાર વર્ષ પસાર થઈ ગયા. ધીરે ધીરે તેનું બધું જ દ્રવ્ય તે ગણિકા પાછળ વપરાઈ જતા, નિર્ધનકુળયુક્ત થઈ ગયો. તો પણ તે ગણિકાનું ઘર છોડતો ન હતો. તેના માતાપિતા પણ મૃત્યુ પામ્યા. છેલ્લે દિવસે તેની પત્નીએ પોતાના ઘરેણાં પણ મોકલી આપ્યા. ત્યારે તે ગણિકાની માતાએ જાણ્યું કે, હવે આ કૃતપુણ્યમાં કંઈ સાર નથી, તેનું ધન ખલાસ થયું છે.
- ત્યારપછી ગણિકા તેના પર ધૂળ વગેરે નાંખી કૃતપુણ્યનું અપમાન કરવા લાગી. ગણિકા માતાએ તે ગણિકાને કહ્યું કે, હવે આને ઘરમાંથી કાઢી મૂક. ગણિકાને તે વાત યોગ્ય ન લાગી. તો પણ તેને ઘરમાંથી બહાર કાઢ્યો. ત્યારે કૃતપુણ્ય ત્યાંથી નીકળી બહાર ઊભો હતા. ત્યારે દાસીએ તેને કહ્યું. તને અહીંથી બહાર કાઢી મૂક્યો છતાં તું અહીં ઊભો છે ત્યારે તે પોતાના તદ્દન પડી ગયેલા એવા ઘેર ગયો. ત્યારે તેની પત્ની ઉતાવળી ઊભી થઈ. ત્યારે તેણે પોતાની પત્નીએ કહ્યું (પૂછ્યું, આ બધું શું બની ગયું ? તેણીએ સર્વ વૃત્તાંત જણાવ્યો. શોક વ્યાપ્ત કૃતપુણ્યએ પૂછયું કે, ઘરમાં હવે કંઈ રહ્યું છે ખરું? તો હું બીજે કયાંક જઈને વ્યાપાર કરી ધન કમાઉં.
ત્યારેં જે આભરણના ગણિકાની માતાએ હજાર મૂલ્ય આપેલા, તે તેને દેખાડ઼યા. તે દિવસે કોઈ સાથે કોઈ બીજા દેશમાં જવાને તૈયાર થયો હતો. ત્યારે કૃતપુણ્ય કંઈક